સુરતમાં મહિલા PSI અને તેમનો પુત્ર ૮,૦૦૦ની લાંચ લેતાં ઝડપાયા

Share this story

સુરત શહેરમાં લાલગેટ પોલીસ ચોકીના મહિલા PSI અને તેમના પુત્રને ACBએ ૮,૦૦૦ હજારની લાંચ સ્વીકારતા તેમની ઓફિસમાં જ ઝડપી લીધા હતા. વેપારીને ત્યાં કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ ચોકીમાં થયેલી અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં મહિલા PSIએ ૧૦ હજારની લાંચ માગી હતી બાદમાં ૮,૦૦૦ હજાર લેવા તૈયાર થયા હતા.

સુરતના એક વેપારીને ત્યાં કામ કરતા ટેકનીશયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજી થઈ હતી. આ મામલે ACBમાં ફરિયાદ થતા ACBએ છટકું ગોઠવ્યું હતું અને લાલગેટ પોલીસ ચોકીમાં જ મહિલા Pડાએ વાતચીત કરી ૮ હજાર રૂપિયા તેના પુત્ર અશ્વિનભાઈ શંકરલાલ પારગીને આપી દેવા જણાવ્યું હતું. અશ્વિને લાંચની રકમ સ્વીકારી તે સાથે જ ACBની ટીમ ત્રાટકી હતી અને મહિલા PSI અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધા હતા.વર્ષ ૨૦૧૭માં PSI બનેલા મંજુલાબેન પારગીનો પગાર ૭૦ હજાર છે. સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ACBસુરત આર.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે ACBમાં ફરિયાદ મળી હતી કે લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI મંજુલાબેને અરજીના કામે અટકાયતી પગલાં નડી લેવાના અવેજ પેટે રૂપિયા ૧૦ હજારની લાંચની માંગણી કરી છે અને રંકઝકના અંતે ૮ હજાર રૂપિયાની લાંચ લેવા તેઓ સહમત થયા છે. જેથી આ મામલે ACBએ છટકું ગોઠવી મંજુલાબેન અને અશ્વિનભાઈ શંકરલાલ પારગીને ૮ હજારની લાંચ લેતા અટકાયત કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-