લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ચૂંટણી લડવા માંગતા સત્યમ સામે નફરતી અભિયાન

Share this story

બ્રિટનમાં આવેલી અને દુનિયાની ખ્યાતનામ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાણાએ પોતાની સામે નફરતી અભિયાન શરુ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સત્યમ સુરાણા ગત વર્ષે લાઈમ લાઈટમાં આવ્યો હતો. તેણે ભારતીય કોન્સ્યુલેટની સામે દેખાવો કરી રહેલા ખાલિસ્તાનીઓએ રોડ પર ફેંકી દીધેલા તિરંગાને સન્માન સાથે ઉઠાવી લીધો હતો અને તેના કારણે તેની ભારે પ્રશંસા થઈ હતી.

સત્યમે આરોપ લગાવ્યો છે કે, LSEમાં મતદાનના માત્ર ૧૨ કલાક પહેલા, તેની વિરુદ્ધ ખૂબ જ ‘સુયોજિત’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કોઈક રીતે તેને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યો હતો અને તેને ‘ફાસીવાદી’ ગણાવવામાં આવ્યો હતો તેમ જ તેની ઝુંબેશનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેની એક પોસ્ટમાં ખાલિસ્તાનીઓને આતંકવાદી કહેવા બદલ પણ તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.

સત્યમે દાવો કર્યો હતો કે તેને નિશાન બનાવનારાઓ એવા જૂથનો ભાગ છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સફળતાને પચાવી શકતા નથી અને તેથી આવા ખોટો અને દુષિત પ્રચાર કરે છે. પુણેમાં જન્મેલા સત્યમે કેટલાક મહિનાઓથી બોમ્બે હાઈકોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી છે અને લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં LLM કરી રહ્યો છે અને આ વર્ષના અંતમાં તેનો કોર્સ પૂરો થઈ રહ્યો છે.

સત્યમનો આક્ષેપ છે કે, કેટલાક લોકોએ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો કાઢી હતી. જેમાં મેં ભાજપના વખાણ કર્યા હતા. આ જ કારણસર મને ફાસીવાદી ગણી લેવાયો હતો અને તેના આધારે મારી સામે અભિયાન શરુ કરાયુ હતુ. મારા ચૂંટણી ઢંઢેરામાં તો કોઈ રાજકીય મુદ્દો પણ નહોતો, માત્ર વિદ્યાર્થીઓને સ્પર્શતી બાબતો હતી. શરુઆતમાં તો મને વિદ્યાર્થીઓનુ ભારે સમર્થન પણ મળ્યુ હતુ પણ મારી સામે શરુ થયેલા નફરતી અભિયાનના કારણે મારી ચૂંટણી જીતવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ છે.

સત્યમે કહ્યુ હતુ કે, ખાલિસ્તાનીઓને આતંકી ગણાવતી એક પોસ્ટ મેં સોશિયલ મીડિયા પર મુકી હતી અને તેના કારણે મને ટાર્ગેટ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે મારુ સ્પષ્ટપણે કહેવુ છે કે, ભારત મારો દેશ છે અને હું હંમેશા ભારતની વકીલાત કરતો રહીશ.

આ પણ વાંચો :-