ભૂતપૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગોવિંદાને મુંબઈ- ઉત્તર પશ્ચિમ બોકસભા બેઠક પરથી શિવસેનાના યુબીટીના અમોલ કીર્તિકર સામે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ મુંબઈ ઉત્તર લોકસભામાંથી કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જો કે, ગોવિંદાએ પાછળથી ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કરીને કોંગ્રેસ પક્ષ અને રાજકારણથી અલગ થઈ ગયા.
આ પહેલા બુધવારે ગોવિંદા શિંદે કેમ્પના નેતા અને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા, જેનો ફોટો પણ સામે આવ્યો હતો. ગોવિંદા અગાઉ ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને ૪૮,૨૭૧ મતોથી હરાવ્યા.
તમને જણાવી દઈએ કે અભિનેતા ગોવિંદાએ રાજનીતિમાં ડેબ્યૂ વર્ષ ૨૦૦૪માં કર્યું હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર જીતીને સંસદ ભવન પહોંચ્યા હતા. તેઓ ૨૦ વર્ષ પહેલા ઉત્તર મુંબઈથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. રામ નાઈક બાદમાં યુપીના રાજ્યપાલ પણ બન્યા હતા. જોકે, ગોવિંદાએ પાછળથી અંગત કારણોસર રાજકારણ છોડી દીધું હતું. મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ હાલમાં શિવસેનાના ગજાનન કીર્તિકર કરે છે. જો કે, કીર્તિકરની વૃદ્ધાવસ્થાના કારણે, એકનાથ શિંદે જૂથ તેમને બીજી તક આપવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં ગોવિંદા અહીંથી લડે તેવી શક્યતા પ્રબળ માનવામાં આવે છે.
આ પણ વાંચો :-

કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા.
આજરોજથી બીજા તબક્કાના મતદાન માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થનાર છે ત્યારે ચાલો આપણે જાણીએ કે નામાંકનની પ્રક્રિયા એટલે શું..આ પ્રક્રિયા હેઠળ ઉમેદવારો ચૂંટણી પંચમાં તેમના નામની નોંધણી કરે છે અને દાવો કરે છે કે તેઓ લોકસભા ચૂંટણીના મેદાનમાં જાહેર મત જીતવા માટે તે એક યોગ્ય ઉમેદવાર છે. આ પ્રક્રિયામાં ઉમેદવારો દ્વારા અલગ અલગ પ્રમાણપત્રો સબમિટ કરવામાં આવે છે, આ સબમિટ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કર્યા પછી, ચૂંટણી પંચ
સુપ્રિયા શ્રીનેતની વાત કરીએ તો તેમણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંગના રનૌત તથા મંડી પર
પોલીસે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ગણેશમૂર્તિએ રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે બેચેનીની ફરિયાદ કરી હતી. તેમના પરિવારજનો દ્વારા તેમને તમિલનાડુના ઈરોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને
સાવિત્રી જિંદાલે બુધવારે સોશિયલ મીડિયા એક્સ (X) પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના પરિવારની સલાહ પર કોંગ્રેસની પ્રાથમિક
મેષ
અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. ઇન્કમટેક્સ વિભાગના ૭૫થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલમાં, આશ્રમ રોડ પરના એકમો ઉપર
ઉત્તર પ્રદેશના ભાજપના
ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તૃણમૂલ 