લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ઇન્કમટેક્સની ટીમ ત્રાટકી છે. અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ITની તપાસ ચાલુ છે. ગ્રુપના સંચાલક સહિતના ભાગીદારોને ત્યાં આવક વેરા વિભાગની ટીમપહોંચી ગઈ છે. સવારથી જ આવકવેરાના અધિકારીઓ દરોડામાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર આવકવેરાના દરોડા પડ્યા છે.
અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. ઇન્કમટેક્સ વિભાગના ૭૫થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલમાં, આશ્રમ રોડ પરના એકમો ઉપર ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી ચાલી રહ્યુ છે. અમદાવાદમાં કુલ ૧૩ સ્થળોએ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જેમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. અમદાવાદમાં ગત નવેમ્બર મહિલામાં પણ બે બિલ્ડરો પર આઇટી વિભાગે દરોડા પાડ્યા હતા.
ગુજરાતમાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે આવકવેરા વિભાગ શહેરમાં એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને વ્યુ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ગ્રુપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પડ્યા છે. શહેરમાં કુલ ૧૩ સ્થળો પર દરોડા અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રના જાણિતા ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને બિલ્ડર દિલીપ લાડાણી સહિત તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં ITના દરોડાથી ખળભળાટ મચી ગયો હતો. ૮ દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં કરચોરીની નવી મોડેસઓપરેન્ડી ઇન્કમટેક્સને જાણવા મળી હતી. બિલ્ડરે પોતાના દસ્તાવેજ અને સાહિત્ય શેરી વિસ્તારમાં એક ભાડાની ઓરડીમાં છૂપાવ્યા હોવાનું ઇન્કમટેક્સને મળેલા સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :-