વરુણ ગાંધી નહીં લડે લોકસભાની ચૂંટણી, માતા મેનકા ગાંધી માટે કરશે પ્રચાર

Share this story

લોકસભાની ચૂંટણી અત્યારે નજીક આવી રહીં છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા બેઠકના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીને આવખે ભાજપે ટિકિટ નથી આપી. ઉલ્લેખનીય છે કે, તેમને ટિકિટ ના મળતી તેઓ અપક્ષમાં રહીને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહીં હતી. બીજી બાજુ મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી હતી. હવે વરુણ ગાંધીએ સ્પષ્ટતા કરી દીધી છે કે હું ફક્ત મારી માતાના ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપીશ અને ચૂંટણી નહીં લડું.

કૉંગ્રેસમાં વરુણ ગાંધીનું સ્વાગત કરાશે?ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્ર સિંહે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા પર કહ્યું હતું કે આ વખતે પાર્ટીએ તેમને ચૂંટણી લડવાનું વચન આપ્યું નથી, પરંતુ તેઓ અમારી સાથે છે. પાર્ટી નેતૃત્વએ તેમના વિશે કંઈક સારું વિચાર્યું હશે. ઉલ્લેખનીય છે કે ટિકિટ કપાતા અધીર રંજન ચૌધરીએ વરુણને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.

પીલીભીત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણ, સપાએ કુર્મી અને બસપાએ મુસલમાન ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પર ગાંધી પરિવાર સિવાય કુર્મી ઉમેદાવારે ૭ વખત જીત મેળવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો બીજેપીએ જિતિન પ્રસાદને આ બેઠક પરથી ટિકિટ આપી છે.

મેનકા ગાંધીએ ૧૯૮૯માં પહેલી વાર આ બેઠક પરથી જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડી હતીં. તેમણે પોતાની પહેલી ચૂંટણીમાં જીત પણ મેળવી હતી.ત્યાર બાદ ૧૯૯૧માં ભાજપના પરશુરામ ગંગવાર અહીંથી સાંસદ બન્યા હતાં. પરંતુ ફરી ૧૯૯૬માં મેનકા ગાંધીએ જનતા દળથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. તેણીએ ૧૯૯૮ અને ૧૯૯૯માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત મેળવી હતી. આ પછી તે ભાજપમાં જોડાઈ ગઈ. ૨૦૦૯ની ચૂંટણીમાં મેનકાએ વરુણ માટે આ સીટ છોડી દીધી હતી. ભાજપે પીલીભીતથી કોંગ્રેસના નેતા જિતિન પ્રસાદને ટિકિટ આપી છે.

આ પણ વાંચો :-