ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા, આ બેઠક પરથી લડશે

Share this story

ભૂતપૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગોવિંદાને મુંબઈ- ઉત્તર પશ્ચિમ બોકસભા બેઠક પરથી શિવસેનાના યુબીટીના અમોલ કીર્તિકર સામે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ મુંબઈ ઉત્તર લોકસભામાંથી કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જો કે, ગોવિંદાએ પાછળથી ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કરીને કોંગ્રેસ પક્ષ અને રાજકારણથી અલગ થઈ ગયા.

આ પહેલા બુધવારે ગોવિંદા શિંદે કેમ્પના નેતા અને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા, જેનો ફોટો પણ સામે આવ્યો હતો. ગોવિંદા અગાઉ ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને ૪૮,૨૭૧ મતોથી હરાવ્યા.

તમને જણાવી દઈએ કે અભિનેતા ગોવિંદાએ રાજનીતિમાં ડેબ્યૂ વર્ષ ૨૦૦૪માં કર્યું હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર જીતીને સંસદ ભવન પહોંચ્યા હતા. તેઓ ૨૦ વર્ષ પહેલા ઉત્તર મુંબઈથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. રામ નાઈક બાદમાં યુપીના રાજ્યપાલ પણ બન્યા હતા. જોકે, ગોવિંદાએ પાછળથી અંગત કારણોસર રાજકારણ છોડી દીધું હતું. મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ હાલમાં શિવસેનાના ગજાનન કીર્તિકર કરે છે. જો કે, કીર્તિકરની વૃદ્ધાવસ્થાના કારણે, એકનાથ શિંદે જૂથ તેમને બીજી તક આપવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં ગોવિંદા અહીંથી લડે તેવી શક્યતા પ્રબળ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-