તમિલનાડુમાં ટીકીટ ન મળતા આત્મહત્યાનો પ્રયાસ કરનાર ગણેશમૂર્તિનું મોત

Share this story

તામિલનાડુના સાંસદ ગણેશમૂર્તિ, જેમણે થોડા દિવસો પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમનું સવારે ૫ વાગ્યે હાર્ટ એટેકથી નિધન થયું હતું. એવું કહેવાય છે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ટિકિટ ન મળવાને કારણે તેઓ ડિપ્રેશનમાં હતા. જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ગણેશમૂર્તિને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેની હાલત ગંભીર ગણાવી હતી.

પોલીસે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ગણેશમૂર્તિએ રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે બેચેનીની ફરિયાદ કરી હતી. તેમના પરિવારજનો દ્વારા તેમને તમિલનાડુના ઈરોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

ગણેશમૂર્તિની સ્થિતિ ગંભીર હોવાને કારણે, ડૉક્ટરોએ તેમને ECMO  સિસ્ટમ પર મૂક્યા હતા, પરંતુ તેમનું શરીર આ સારવારને રિસ્પોન્સ આપી રહ્યું ન હતું. તેમના મૃત્યુ પર ડીએમકે પાર્ટીના પ્રમુખ વાઈકોએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેઓ બેભાન થઈ ગયા હતા, અમને ખબર નથી કે તેમણે આવું કેમ કર્યું. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદના પાર્થિવ દેહને ઈરોડના પેરિયાર નગર ખાતે તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે.

ગણેશમૂર્તિના મૃત્યુ બાદ MDMKના સૂત્રોએ જણાવ્યું હતું કે ટિકિટ ન મળવાના કારણે ગણેશમૂર્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવું ખોટું હશે. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ચર્ચા વચ્ચે ગણેશમૂર્તિને ટિકિટ મળવાની તમામ શક્યતાઓ હતી. સૂત્રોએ આશંકા વ્યક્ત કરી હતી કે ગણેશમૂર્તિએ પારિવારિક સમસ્યાઓના કારણે દવા પીધી હશે.

આ પણ વાંચો :-