લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નોમિનેશન પ્રક્રિયા શરૂ

Share this story

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૮૮ સંસદીય બેઠકો માટે નામાંકન ભરવાની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ વતી, ચૂંટણી પંચે ગુરુવારે સવારે ૨૬ એપ્રિલે યોજાનારી સંસદીય ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૪ એપ્રિલ છે. જમ્મુ-કાશ્મીર સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી ૫ એપ્રિલે હાથ ધરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી ૬ એપ્રિલે થશે.

આજરોજથી બીજા તબક્કાના મતદાન માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થનાર છે ત્યારે ચાલો આપણે જાણીએ કે નામાંકનની પ્રક્રિયા એટલે શું..આ પ્રક્રિયા હેઠળ ઉમેદવારો ચૂંટણી પંચમાં તેમના નામની નોંધણી કરે છે અને દાવો કરે છે કે તેઓ લોકસભા ચૂંટણીના મેદાનમાં જાહેર મત જીતવા માટે તે એક યોગ્ય ઉમેદવાર છે. આ પ્રક્રિયામાં ઉમેદવારો દ્વારા અલગ અલગ પ્રમાણપત્રો સબમિટ કરવામાં આવે છે, આ સબમિટ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કર્યા પછી, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી માટે તેમની ઉમેદવારી નક્કી કરે છે. ઉમેદવારી ફાઈનલ થયા બાદ જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે અને પોતાનો પ્રચાર પ્રસાર કરી શકે છે અને પોતાની તરફેણમાં મત માંગી શકે છે.

પહેલા ચરણમાં તમિલનાડુની ૨૯, રાજસ્થનાની ૧૨, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની ૬, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની ૨-૨ અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં ૧-૧ સીટો પર મતદાન થશે.

લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. જ્યાં પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે મતદાન થશે. સાતમા અને છેલ્લા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે. જો તારીખોની વાત કરીએ તો પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થશે. બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલે, ત્રીજા તબક્કા માટે ૭ મે, ચોથા તબક્કા માટે ૧૩ મે, પાંચમા તબક્કા માટે ૨૦ મે, છઠ્ઠા તબક્કા માટે ૨૫ મે અને સાતમા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે. અને અંતિમ તબક્કો કરવામાં આવશે. ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :-