લોકસભા ચૂંટણી ૨૦૨૪માં બીજા તબક્કાના મતદાન બાદ ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અને ગુરૂવારે બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.
રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગ્રામ્યસ્તર સુધી જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉમેદવારોના પ્રચારમાં નિરસતા જોવા મળતી હતી. પરંતુ પીએમ મોદી આવવાના હોવાને કારણે રાજ્યના માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે તેમના કાર્યક્રમો પણ વ્યસ્ત છે. હિંમતનગર સભા પૂર્ણ કરી પીએમ મોદી ગાંધીનગર આવવા રવાના થશે. ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રી રોકાણ કરશે.
આવતીકાલે એટલે કે ગુરૂવારે પીએમ મોદી આણંદ, સુરેન્દ્નનગર, જૂનાગઢ અને જામનગર સભાને સંબોધશે. ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતી છે. જ્યારે પાર્ટી ૧૯૯૮થી રાજ્યમાં સતત શાસન કરી રહી છે. આ વખતે પણ ભાજપે દાવો કર્યો છે કે, તે ગુજરાતની તમામ બેઠકો જીતશે અને ૫ લાખની લીડથી જીતશે. જોકે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં આંતરિક વિવાદને લઈને આ લિડ લેવી થોડી મુશ્કેલ જોવા મળી રહી હોવાનું રાજકીય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.
રાજ્યમાં ત્રીજા તબક્કામાં ૨૬ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભાજપ રાજ્યની તમામ ૨૬ બેઠકો જીતી ૪૦૦ પ્લસ બેઠકોના સપના જોવે છે પરંતુ રાજ્યમાં હાલનો ચુંટણીનો માહોલ તેમજ તેની સામે ભાજપ સામે રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોની નારાજગી સૌથી મોટી આફત બની રહી છે. સ્થાનિક સ્થરે પણ પ્રજાજનોના મુદ્દાઓ અને સંગઠન દ્વારા અમુક જીલ્લામાં સક્રિય ન થવું આ ચૂંટણીમાં ભાજપ માટે પડકાર રૂપ બન્યુ છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા કાર્યકરોને ઘરઘર સુધી પહોચવા વારંવાર ટકોર કરવી પડી રહી છે. ત્યારે પીએમની સભા પછી ભાજપને કેટલો ફાયદો થશે તેના પર રાજકિય સમીકરણો રચાઇ શકે છે.

આજે વહેલી સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત વસંત કુંજ સ્થિત ડીપીએસ અને સાકેતમાં અમીટીમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. દ્વારકા સ્થિત પ્રુડેન્સ સ્કૂલ અને
મેષઃ
મેષ
રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ તેના ફોનની પણ તપાસ કરશે. રેવંત રેડ્ડીએ પોતાના એક્સ હેન્ડલ પરથી
પોલીસ કમિશનરે કહ્યું કે, ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૧૨,૭૧૯ વાહનોનું ચેકીંગ કરાયું છે. ૫૧૦
૨૪ કેરેટ સોનાના આભૂષણોમાં ૯૯૯ લખ્યું હોય છે.જ્યારે ૨૩ કેરેટ સોના પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ શુદ્ધ સોના પર ૭૫૦ લખ્યું હોય છે.૨૪ કેરેટ સોનું લગભગ ૯૯.૯% શુદ્ધ હોય છે જ્યારે ૨૨ કેરેટ સોનું ૯૧ ટકા શુદ્ધ હોય છે. ૨૨ કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે, તાંબુ, ચાંદી અને ઝીંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે
આ સટ્ટાબાજીના કેસમાં ઘણા વરિષ્ઠ રાજનેતાઓ અને અમલદારો પણ સામેલ છે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ
ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પર ઊતરનારા તમામ મુસાફરોને સી ૧૪ કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી. ટ્રેનના 