દિલ્હીની સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

Share this story

ભારતની રાજધાની દિલ્લી અને NCRમાં ૧૦થી વધુ શાળાઓમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી છે. આ ધમકી એ જ ઈ-મેલથી મોકલવામાં આવી છે. આજે સવારે ૪ વાગ્યે ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. દ્વારકા અને નોઈડામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ, મધર મેરી અને સંસ્કૃતિ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે.

આજે વહેલી સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા  ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત વસંત કુંજ સ્થિત ડીપીએસ અને સાકેતમાં અમીટીમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. દ્વારકા સ્થિત પ્રુડેન્સ સ્કૂલ અને અશોક વિહારમાં પણ ધમકીઓ મળી છે. આ ધમકી શાળાને ઈમેલ દ્વારા આપવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્કૂલની તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે હાજર છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ધમકીને છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમેલ મોકલનાર વ્યક્તિએ એક જ સમયે અનેક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને એક જ ઈમેલ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કેટલાક ઈમેલ આઈડી ખોટા હોવાનું જણાયું હતું. અધિકારીએ કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને અન્ય એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેણે કહ્યું કે અજાણ્યા આરોપી દ્વારા આ તોફાની કૃત્ય હોય તેવું લાગે છે.

દ્વારકા ડીપીએસમાં અભ્યાસ કરતાં વિધાર્થીના માતાએ જણાવ્યુ કે જયારે સ્કૂલ બસ બસ સ્ટોપ પર આવી ત્યારે અમને રજા હોવાનો મેસેજ મળ્યો. શરૂઆતમાં અમને કોઈ માહિતી નહોતી, પછી અમને ખબર પડી કે બોમ્બ ની ધમકી મળી છે. ગયા વર્ષે પણ ડીપીએસ મથુરા રોડ પર બોમ્બની ધમકી મળી હતી. બ્નદમાં તે ખોટી ધમકી હોવાનું બહાર આવ્યું.

આ પણ વાંચો :-