Home Blog Page 780

પીએમ મોદી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, સંબોધશે ૬ જાહેર સભાઓ

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં બીજા તબક્કાના મતદાન બાદ ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અને ગુરૂવારે બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.

KCR wanted to join NDA, but I refused': PM Modi's big claim on Telangana CM - The Weekરાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગ્રામ્યસ્તર સુધી જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉમેદવારોના પ્રચારમાં નિરસતા જોવા મળતી હતી. પરંતુ પીએમ મોદી આવવાના હોવાને કારણે રાજ્યના માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે તેમના કાર્યક્રમો પણ વ્યસ્ત છે. હિંમતનગર સભા પૂર્ણ કરી પીએમ મોદી ગાંધીનગર આવવા રવાના થશે. ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રી રોકાણ કરશે.

આવતીકાલે એટલે કે ગુરૂવારે પીએમ મોદી આણંદ, સુરેન્દ્નનગર, જૂનાગઢ અને જામનગર સભાને સંબોધશે. ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતી છે. જ્યારે પાર્ટી ૧૯૯૮થી રાજ્યમાં સતત શાસન કરી રહી છે. આ વખતે પણ ભાજપે દાવો કર્યો છે કે, તે ગુજરાતની તમામ બેઠકો જીતશે અને ૫ લાખની લીડથી જીતશે. જોકે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં આંતરિક વિવાદને લઈને આ લિડ લેવી થોડી મુશ્કેલ જોવા મળી રહી હોવાનું રાજકીય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

રાજ્યમાં ત્રીજા તબક્કામાં ૨૬ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભાજપ રાજ્યની તમામ ૨૬ બેઠકો જીતી ૪૦૦ પ્લસ બેઠકોના સપના જોવે છે પરંતુ રાજ્યમાં હાલનો ચુંટણીનો માહોલ તેમજ તેની સામે ભાજપ સામે રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોની નારાજગી સૌથી મોટી આફત બની રહી છે. સ્થાનિક સ્થરે પણ પ્રજાજનોના મુદ્દાઓ અને સંગઠન દ્વારા અમુક જીલ્લામાં સક્રિય ન થવું આ ચૂંટણીમાં ભાજપ માટે પડકાર રૂપ બન્યુ છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા કાર્યકરોને ઘરઘર સુધી પહોચવા વારંવાર ટકોર કરવી પડી રહી છે. ત્યારે પીએમની સભા પછી ભાજપને કેટલો ફાયદો થશે તેના પર રાજકિય સમીકરણો રચાઇ શકે છે.

આ પણ વાંચો :-

દિલ્હીની સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

0

ભારતની રાજધાની દિલ્લી અને NCRમાં ૧૦થી વધુ શાળાઓમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી છે. આ ધમકી એ જ ઈ-મેલથી મોકલવામાં આવી છે. આજે સવારે ૪ વાગ્યે ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. દ્વારકા અને નોઈડામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ, મધર મેરી અને સંસ્કૃતિ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે.

આજે વહેલી સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા  ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત વસંત કુંજ સ્થિત ડીપીએસ અને સાકેતમાં અમીટીમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. દ્વારકા સ્થિત પ્રુડેન્સ સ્કૂલ અને અશોક વિહારમાં પણ ધમકીઓ મળી છે. આ ધમકી શાળાને ઈમેલ દ્વારા આપવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્કૂલની તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે હાજર છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ધમકીને છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમેલ મોકલનાર વ્યક્તિએ એક જ સમયે અનેક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને એક જ ઈમેલ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કેટલાક ઈમેલ આઈડી ખોટા હોવાનું જણાયું હતું. અધિકારીએ કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને અન્ય એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેણે કહ્યું કે અજાણ્યા આરોપી દ્વારા આ તોફાની કૃત્ય હોય તેવું લાગે છે.

દ્વારકા ડીપીએસમાં અભ્યાસ કરતાં વિધાર્થીના માતાએ જણાવ્યુ કે જયારે સ્કૂલ બસ બસ સ્ટોપ પર આવી ત્યારે અમને રજા હોવાનો મેસેજ મળ્યો. શરૂઆતમાં અમને કોઈ માહિતી નહોતી, પછી અમને ખબર પડી કે બોમ્બ ની ધમકી મળી છે. ગયા વર્ષે પણ ડીપીએસ મથુરા રોડ પર બોમ્બની ધમકી મળી હતી. બ્નદમાં તે ખોટી ધમકી હોવાનું બહાર આવ્યું.

આ પણ વાંચો :-

૦૧ મે, ૨૦૨૪/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને બુધવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

‌વૃષભઃ

ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.

‌મિથુનઃ

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ

નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહઃ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ

પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃધ્ધિ થાય.

વૃ‌શ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધે.બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ

આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ

ગુરૂ ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ

મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેતી રહેવું.

મીનઃ

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન-મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

૩૦ એપ્રિલ, ૨૦૨૪/ મંગળવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

મેષ

દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દૂર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ, સુખ-શાંતિ રહે. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભ

બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

 

મિથુન

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશરના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી

 

કર્ક

આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

 

સિંહ

સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પરિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રા‌િપ્‍ત સહજ બને. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી કફનો પ્રકોપ રહે.

 

કન્યા

આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રેઇનની સમસ્યા સતાવે.

 

તુલા

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટલ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

 

વૃશ્ચિક

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાનાભાઇ બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

 

ધન

માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનોએ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

 

મકર

આવક ઘટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચના થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

 

કુંભ

આત્મબળમાં વૃધ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેરબજાર તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

 

મીન

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

અમિત શાહના નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીને પાઠવ્યું સમન્સ

0

દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવન્ત રેડ્ડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી વીડિયોના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે રેવન્ત રેડ્ડીને ૧ મેના રોજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પૂછપરછ માટે બોલાવ્યા છે.

રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ તેના ફોનની પણ તપાસ કરશે. રેવંત રેડ્ડીએ પોતાના એક્સ હેન્ડલ પરથી અમિત શાહનો એડિટેડ વીડિયો પણ શેર કર્યો હતો. પોલીસે નોંધેલી FIRમાં અમિત શાહનો એડિટેડ વીડિયો ફેલાવનારા તમામ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં IPCની કલમ ૧૫૩/૧૫૩A/૪૬૫/૪૬૯/૧૭૧G અને IT એક્ટની કલમ ૬૬C હેઠળ FIR નોંધવામાં આવી છે.

આ એડિટેડ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી કથિત રીતે એસસી-એસટી અને ઓબીસી માટે આરક્ષણ નાબૂદ કરવાની વાત કરતા જોવા મળે છે. પીટીઆઈના ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવાની વાત કરી હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શાહનો નકલી વીડિયો ફેલાવવાના સંબંધમાં કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (૧૪C) એ ફરિયાદ નોંધાવી છે. ઇન્ડિયન પીનલ કોડ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે આ કેસમાં દેશભરમાં ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

સુરત પોલિસ દ્વારા ચૂંટણી પહેલા ૫૩ને પાસામાં ધકેલાયા

સુરતની લોકસભા બેઠક બિનહરિફ થઈ છે. પરંતુ સુરતનો મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે. જેથી આગામી ૭મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અસામાજિક ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ૨૦ હજાર સામે અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાંથઈ ૫૩ને પાસા કરાયા છે. આ સાથે ૩૩ પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે.

સુરતના નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સુરત વિષે શું કહ્યું ? - Anupam Singh Gehlot Taking Charge As The New Police Commissioner Of Surat - Surat News - Abtak Mediaપોલીસ કમિશનરે કહ્યું કે, ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૧૨,૭૧૯ વાહનોનું ચેકીંગ કરાયું છે. ૫૧૦ શંકાસ્પદ સ્થળોનું ચેકીંગ કરાયું છે. ૪૧૧ હિસ્ટ્રીશીટર વાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. જ્યારે ૭૬૯ MCR કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે. ૧૭૪ કેસ ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યાં છે. ૧૯૪ સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે. તો ૨૭૭ ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. ૧૭૪ તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. જ્યારે ૩૧૦ મોટર વ્હિકલ એકટ અનુસાર કેસ કરાયા છે. દારૂ પીને ગાડી ચલાવવા બદલ ૮૩ કેસ કરાયા છે. ભયજનક વાહન ચલાવનારા સામે ૪૬ કેસ કરવામાં આવ્યા છે.

પીસીબી પીઆઇ આર.એસ . સુવેરા ટીમ દ્વારા રાત દિવસના ઉજાગરા કરી જાતીય સતામણી, ઘરફોડ ચોરી, ગુંડાગીરી કરનાર સામે જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી તે બદલ તમામને અભિનદન આપી યે તો ર્સિફ ઝાંખી હૈ, મૈન પિકચર અભી બાકી હૈ, તેમ જણાવી આવા માથાભારે, રીઢા ગુનેગાર, બુટલેગર, વ્યાજખોર, લુખ્ખા વિગેરે સામે આ કાર્યવાહી અવિરત રાખવા સતત સક્રિય રહેવા પણ સૂચન કરેલ છે, મતલબ પાસા, તડીપાર પગલાં હવે અવિરત રહશે તેવું પોલીસ તંત્ર વ્યાપક રીતે માનવા લાગ્યું છે.

આ પણ વાંચો :-

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, ચેક કરો ૧૦ ગ્રામ સોનાનો ભાવ

0

આજે દેશમાં સોનાના ભાવ ઘટ્યા છે. ગઈકાલે ૨૨ કેરેટ સોનાની કિંમત ₹૬૬,૮૫૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ₹૭૨,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ હતી. જે આજે અનુક્રમે ₹૬૬,૮૪૦ અને ₹૭૨,૯૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. નોંધનિય છે કે, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવમાં તેજી આવી હતી અને બજારમાં સોનાની કિંમતમાં ઝડપથી વધારો થયો હતો.

Gold Silver Price Today Delhi, Uttar Pradesh Lucknow Gorakhpur Kanpur Noida 21 March 2022 | Gold-Silver Price Today: Gold And Silver Prices Remain Unchanged In Delhi-UP Today, Check Here What Is The૨૪ કેરેટ સોનાના આભૂષણોમાં ૯૯૯ લખ્યું હોય છે.જ્યારે ૨૩ કેરેટ સોના પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ શુદ્ધ સોના પર ૭૫૦ લખ્યું હોય છે.૨૪ કેરેટ સોનું લગભગ ૯૯.૯% શુદ્ધ હોય છે જ્યારે ૨૨ કેરેટ સોનું ૯૧ ટકા શુદ્ધ હોય છે. ૨૨ કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે, તાંબુ, ચાંદી અને ઝીંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

 

દિલ્લી : ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિમત ૬૬,૭૦૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિમત ૭૨, ૭૫૦ રૂપિયા છે.

મુંબઈ : ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિમત ૬૬,૫૦૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિમત ૭૨, ૬૦૦ રૂપિયા છે.

કોલકાતા : ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિમત ૬૬,૫૫૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિમત ૭૨, ૬૦૦ રૂપિયા છે.

ચેન્નઈ : ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિમત ૬૬,૪૦૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિમત ૭૨, ૫૩૦ રૂપિયા છે.

ભોપાલ : ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિમત ૬૬,૬૦૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિમત ૭૨,૬૫૦ રૂપિયા છે

IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિમતમાં ૮,૮૮૭ રૂપિયાનો વધારો થયો છે, ૧ જાન્યુઆરીએ સોનું રૂ. ૬૩,૩૫૨ હતું, જે હવે ૭૨,૨૩૯ પ્રતિ ગ્રામ છે. તે જ સમયે, એક કિલો ચાંદીની કિમત ૭૩,૩૯૫ રૂપિયાથી વધીને ૮૦,૯૧૪ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

0

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SITએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરકપડ કરી છે. તેની છત્તીસગઢથી ધરકપડ કરવામાં આવી છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા ધરપકડ પહેલા આગોતરા જામીન માટેની તેની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા છત્તીસગઢમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની અટકાયત, મુંબઈ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી | Mahadev Betting App case Mumbai Crime Branch's SIT detained actor Sahil Khanઆ સટ્ટાબાજીના કેસમાં ઘણા વરિષ્ઠ રાજનેતાઓ અને અમલદારો પણ સામેલ છે. મહાદેવ ઑનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે EDએ ‘કેશ કુરિયર’નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે રૂ.૫૦૮ કરોડ મેળવ્યા હતા. જો કે, તેમણે આ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ૫ નવેમ્બરે ૨૦૨૩એ મહાદેવ બેટિંગ એપની ૨૨ એપ્લિકેશન અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે કહ્યું કે ખાન અને અન્ય ૩૧ વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, જેના હેઠળ તેમના બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ટેક્નિકલ ડિવાઇસની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. ‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સાહિલ ખાન ફિટનેસ એક્સપર્ટ છે.

સાહિલ ખાન બોલિવૂડ એક્ટર છે પરંતુ તેણે પોતાના કરિયરમાં બહુ ઓછી ફિલ્મો કરી છે. તેની બોલિવૂડ કરિયર પણ ટૂંકી હતી. ૧૫ વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી ગયો અને તેની કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૧માં ફિલ્મ સ્ટાઇલથી કરી હતી. આ પછી અભિનેતાએ એક્સક્યુઝ મી, રામા, અલાદ્દીન અને ડબલ ક્રોસ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ આ ફિલ્મો ચાલી નહીં. તે પોતાની ફિટનેસ માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર તેના શરીરને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. તેણે વર્ષ ૨૦૦૩માં નેગર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન માત્ર ૨ વર્ષ જ ચાલ્યા હતા. આ પછી તેણે વર્ષ ૨૦૨૪માં મેલેના નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા. જો રિપોર્ટ્સનું માનીએ તો તેનું નામ જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે પણ જોડવામાં આવ્યું છે. આ સિવાય તેનું નામ વર્ષ ૨૦૧૪માં એક જીમમાં થયેલી ફાઈટના સંદર્ભમાં પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો :-

અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડશે રાહુલ-પ્રિયંકા? આજે થશે સત્તાવાર જાહેરાત

0

અમેઠી અને રાયબરેલીની બેઠકો પર નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેમ છતાં ઉમેદવારોને લઈને વલણ હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે કોંગ્રેસે અમેઠીથી તેના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી, ત્યારે કોંગ્રેસની સાથે ભાજપે હજુ સુધી રાયબરેલીમાં તેના ઉમેદવારો ઉભા કર્યા નથી.

Loksabha Election 2024: Rahul-Priyanka Gandhi will visit Gujarat, know the programmeઆ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક માટે પાર્ટીના ઉમેદવારના નામ કેટલાક દિવસમાં જાહેર કરવામાં આવશે. સુત્રો અનુસાર, કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને ધારાસભ્ય દળના નેતા અરાધના મિશ્રાએ નેતૃત્વને આગ્રહ કર્યો હતો કે અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણીલ ડવી જોઇએ.

પ્રમોદ કુમાર હેમરામ બાદલ હેમબ્રામની જગ્યાએ બારીપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ અજય સામલને બરચાના વિધાનસભા સીટ પરથી અને ફકીર સામલ પલ્હારા સીટ પરથી ચૂંટણી લડશે. ધારાસભ્ય મોહમ્મદ મુકિમને બારાબતી-કટક મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે પ્રતિમા મલિક જગતસિંહપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ ખંડપારા વિધાનસભા મતવિસ્તારમાંથી મનોજ કુમાર પ્રધાનને હટાવીને બૈજયંતિમાલા મોહંતીને બેઠક પરથી ઉતાર્યા. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો અને તે રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીએ બે દાયકા સુધી રાયબરેલી લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. એવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે પ્રિયંકા ગાઁધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

રાહુલ ગાંધીએ ૨૦૦૪થી સતત ત્રણ વખત અમેઠી બેઠક જીતી છે, પરંતુ ૨૦૧૯માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. સાથે જ રાયબરેલી લોકસભા સીટ પર હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ વીઆઈપી જિલ્લાની બેઠક કોંગ્રેસ પાર્ટીએ ૧૭ વખત જીતી છે, જેમાંથી કોંગ્રેસ (આઈ) બે વખત જીતી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા, પરંતુ આ વખતે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં પહોંચ્યા છે. સોનિયા ગાંધી સતત પાંચ વખત રાયબરેલીથી ચૂંટણી જીત્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં વંદે ભારત ટ્રેનના દરવાજા લોક, એક કલાક સુધી મુસાફરો અટવાયા

વંદે ભારત ટ્રેનના લઈને પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી છે, સુરત રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી. જ્યાં અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ખુલતા નહોતા. સુરત ખાતે સવારે ૮:૨૦ કલાકે વંદે ભારત ટ્રેન પહોંચી હતી. પરંતું ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા. આ કારણે ટ્રેનના મુસાફરો અટવાયા હતા. દરવાજા ન ખુલતા સુરત રેલ્વે સ્ટેશન પર એક કલાક ટ્રેન અટવાઈ હતી. આ બાદ રેલવે તંત્ર દોડતું થયું હતું. મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસ કરાયો હતો.

ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પર ઊતરનારા તમામ મુસાફરોને સી ૧૪ કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી. ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખૂલ્યા નહોતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો અને રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી.

વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પટથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપ્યા બાદ વંદેભારત ટ્રેનના અકસ્માતો સતત ચર્ચામાં રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી વંદેભારત ટ્રેનને વારંવાર અકસ્માતો નડી રહ્યાં છે. ઉદઘાટન બાદથી વંદેભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની છે. આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે.

આ પણ વાંચો :-