Home Blog Page 781

સુરત ચેમ્બરમાં ઘુસી ગયેલા જૂથવાદને રોકવામા નહીં આવે તો વ્યાપારી સંસ્થા વિવાદોનો અખાડો બની જશે

  • લોકશાહીમા ચૂંટણી પ્રક્રિયા ભલે આદર્શ મનાતી હોય પરંતુ વ્યાપારી સંસ્થામાં ઉમેદવારી અને મતદાનની પ્રક્રિયા જૂથવાદ, પ્રાંતવાદ, જાતિવાદ સહિતના વાદ માટે ઉત્તેજન આપનારી બની રહેશે
  • ચાર લાખનું સુરત એંશી લાખનું થયું દેશભરના લોકો સ્થાયી થયા એટલે ચેમ્બરના સભ્યોનું સંખ્યાબળ વધવાનુ જ પરંતુ હોદ્દા મેળવવા માટેની લડાઇમા ‘‘વાદ’’ની તાકાતનો ખેલ સંસ્થાને બરબાદ કરી નાંખશે
  • સુરત ચેમ્બરનો ઇતિહાસ ખૂબ લાંબો છે, વર્ષોથી હોદ્દેદારોની નિમણૂંકો થતી આવી છે, મતભેદ થયા હશે પરંતુ ક્યારેય તાકાત બતાવી દેવાની ઘટના બનવા પામી નથી
  • દેશમાં સુરત ચેમ્બરને આદર્શ માનવામાં આવે છે, આંતરરા‌િષ્ટ્રય કક્ષાની મિલકતો પણ ઉભી કરી છે પરંતુ આ બધુ કરવા માટે લોહી, પસીનો એક કરનારાઓની વાતનું ગૌરવ જાળવાવું જ જોઇએ

વેપારી, ઉદ્યોગપતિઓ અને મહાજનોની સંસ્થા સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિવર્ષ સમજૂતીથી હોદ્દાઓની વહેંચણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એકાદ-બે કિસ્સામાં બાદ કરતા આજ પર્યન્ત સુરત ચેમ્બર્સમાં ચૂંટણી યોજવાની ફરજ પડી નથી, લોકશાહી દેશમા ચૂંટણીવ્યવસ્થાને આદર્શ માનવામાં આવે છે, પરંતુ સત્તા મેળવવા કરવામાં આવતા રાજકીય કાવાદાવાએ ચેમ્બર જેવી વેપારીઓની સંસ્થાઓમાં પણ કડવાશનાં બીજ રોપી દીધાં છે અને જૂથવાદને કારણે વેપારી સંસ્થાઓમાં ક્રમશઃ ઝેર રેડાઇ રહ્યું છે. આવી સ્થિતિ માત્ર સુરતની જ નથી દેશની અન્ય સંસ્થાઓમાં પણ રાજકીય હસ્તક્ષેપને કારણે કોમવાદ, જાતિવાદ,પ્રાંતવાદ અને જૂથવાદનું ઝેર વધુ ને વધુ વકરી રહ્યું છે અને લોકશાહી વ્યવસ્થાની આદર્શ પરંપરા ભુલાતી રહી છે.

સુરત ચેમ્બર ઓફ કોમર્સને લાગેવળગે છે ત્યાં સુધી સર્વાનુમતે હોદ્દાની વરણી કરવાની ચાલી આવતી પરંપરાનું પાછલાં કેટલાંક વર્ષોથી ધોવાણ થઇ રહ્યું છે. ચાર લાખનું સુરત વધીને ૮૦ લાખની વસ્તીનું થયું દેશભરના રાજ્યોમાંથી લોકો સુરતમાં વેપાર-ધંધો કરવા આવ્યા અને અહિંયા જ સ્થાયી પણ થયા. વેપારી, ઉદ્યોગકાર હોવાના નાતે ચેમ્બર્સના સભ્ય પણ બન્યા. પરંતુ સુરત બહારના એટલે બિનસુરતી સભ્યો સ્વાભાવિક પોતાના જુથમાં રચાતા ગયા અને આ જૂથવાદ જ ચેમ્બરના વહીવટમાં અને પદો મેળવવાની સ્પર્ધામાં જૂથવાદના ઝેરને ખેંચી લાવ્યો ચેમ્બર એ કોઇ રાજકીય સંસ્થા નથી, પરંતુ જૂથવાદના કારણે જ રાજકીય સ્વરૂપ અપાઇ રહ્યું છે વળી ચેમ્બર જેવી મહત્વની સંસ્થામાં પોતાનો પગદંડો જમાવવા રાજકીય પક્ષના લોકો પણ આવે એ સ્વાભાવિક છે પરંતુ રાજકીય પક્ષોની દખલને કારણે જ વેપારીઓની સંસ્થા ચેમ્બર ક્રમશઃ જૂથવાદના દલદલમા ખૂંપી રહી છે અને આ પ્રક્રિયા રોકવામાં નહી આવે તો કદાચ આવનારા દિવસોમાં ચેમ્બરની ચૂંટણીમાં મારામારી સુધીના દ્રશ્યો જોવા નહીં મળે તો જ નવાઇ હશે કારણ કે રાજકારણ અને જૂથવાદની સાથે મની અને મસલ્સ પાવર્સનું ન્યુસન્સ પણ આવવાનું જ. હાલમા ખેડૂતોની સહકારી સંસ્થામાં જે રીતે રાજકીય પક્ષોની દખલગીરી ઘુસી ગઇ છે એ રીતે જ ચેમ્બરમાં પણ આવનારા દિવસોમાં હોદ્દેદારોની નિમણૂંક રાજકીય પક્ષોના કાર્યાલયોમાંથી થતી હશે. લોકો જાણતા જ હશે કે સુમુલ, અમુલ, ક્રિભકો, ઇફકો જેવી સહકારી સંસ્થાઓના હોદ્દેદારોની નિમણૂંક અંગે પક્ષમાંથી ‘મેન્ડેટ’ આપવામાં આવે છે આવી જ પદ્ધતિથી ચેમ્બરમાં પણ હોદ્દેદારોની કદાચ ચૂંટણી કરવામાં આવશે, પરંતુ નિર્ણય રાજકીય પક્ષનો હશે.

ખેર, સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સને અત્યાર સુધી નિષ્પક્ષ અને વેપાર, ઉદ્યોગના હિતમાં નિર્ણયો કરનારા હોદ્દેદારો મળ્યા છે. કદાચ ગુજરાતમાં અન્ય કોઇ ચેમ્બર પાસે અસ્ક્યામતો નહીં હોય એટલી સુરત ચેમ્બર પાસે છે વિશાળ ઇન્ટરનેશનલ કક્ષાનું કન્વેન્શન સેન્ટર ‌સહિતની સુવિધા ભૂતપૂર્વ હોદ્દેદારોની મહેનત અને દીર્ઘદૃ‌િષ્ટની ફળશ્રુતિ છે પરંતુ હાલમાં હોદ્દાઓને લઇને આકાર લઇ રહેલી સ્થિતિ‌ જોતા સુરત ચેમ્બર્સે ઊભી કરેલી મિલકતો કદાચ આવનારા વર્ષોમાં વેચાઇ જશે એવો ભય સતાવી રહ્યો હોવાથી ભૂતપૂર્વ હોદ્દેદારો ચેમ્બર્સને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાના પ્રયાસો કરે એ આવકાર્ય છે, કદાચ થોડાઘણા લોકોના અંગત સ્વાર્થ હોઇ શકે, પરંતુ સરેરાશ પૂર્વ હોદ્દેદારો માટે પોતે ઊભી કરેલી મિલકતો, પ્રતિષ્‍ઠા જાળવી રાખવાનું વધારે મહત્ત્વ હોઇ શકે.
સુરત ચેમ્બર્સમાં સૌરાષ્ટ્રવાસી સભાસદોની સંખ્યામાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે ત્યારથી લોકોના મનમાં છુપો ભય આકાર લઇ રહ્યો છે અને ચેમ્બરના વહીવટમાં રાજકારણ અને જૂથવાદ ઘૂસી જવાની કેટલાક લોકોને ચિંતા સતાવી રહી છે જોકે આવી કાલ્પનિક ચિંતા રાખવાનું કોઇ વ્યાજબી કારણ નથી જ કારણ કે સૌરાષ્ટ્રવાસી આખરે તો વેપારી અથવા તો ઉદ્યોગકાર છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ જેવા મહાનગરો અને જિલ્લા તાલુકા કક્ષાના નગરોમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ સક્રિય છે જ, કદાચ સક્રિયતા વત્તા ઓછા અંશે હશે અને પ્રશ્નો પણ જુદા હશે.

અલબત્ત સૌરાષ્ટ્રવાસી સભ્યોની આક્રમકતા ભૂમિગત સ્વભાવ છે કદાચ સ્વભાવ બદલવામાં અથવા તો સુરત ચેમ્બર સાથે સાનુકૂળ કરવામાં આવે તો કલ્પના બહારના પણ પરિણામો આવી શકે. સુરતના વેપાર-ઉદ્યોગના વિકાસમાં સૌરાષ્ટ્રવાસીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓ હવે માત્ર ડાયમંડ પૂરતા મર્યાદિત રહ્યા નથી. કાપડ, કેમિકલ્સ, એન્જિનિય‌િ‌રંગ, ઊર્જા, એગ્રિકલ્ચર, બાંધકામ સહિત અનેક ક્ષેત્રે તેઓનો સિંહફાળો રહ્યો છે અને આ બધા વેપાર-ઉદ્યોગના વિકાસ અને પ્રશ્નો માટે ચેમ્બર ઓફ કોમર્સની મહત્ત્વની ભૂમિકા રહે છે.

ખેર, સુરત ચેમ્બર્સના હોદ્દેદારોની વરણીને લઇને ભૂતપૂર્વ હોદ્દેદારોની વાતને સમજવી એટલા માટે અનિવાર્ય છે કે તેમણે બીજ રોપીને ચેમ્બરને વટવૃક્ષ બનાવ્યું છે અને તેમની ચેમ્બર સાથે લાગણી પણ વણાયેલી છે એટલે સ્વાભાવિક તેઓ ચેમ્બર્સના હોદ્દેદારોની વરણી કરતી વખતે સક્રિય થવાના જ. તેમની સક્રિયતા થવા પાછળ ચિંતા ખેંચી લાવે છે અને એટલે જ પ્રતિવર્ષ સમજૂતીથી

હોદ્દેદારોની વરણી કરવામાં આવે છે આ વખતે પણ સૌરાષ્ટ્રવાસી મનીષ કાપડિયા સામે કોઇને વાંધો કે વિરોધ નહોતો, પરંતુ આગામી વર્ષે તેઓને ઉપપ્રમુખ બનાવવા એવું નક્કી કરાયું હતું અને તેમને સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ અગાઉ કહ્યું તેમ મનીષ કાપ‌િડયા અને તેમના સમર્થકોએ આખી વાતને ‘પ્રતિષ્‍ઠા’નો પ્રશ્ન બનાવી દીધો હતો અને આ ‘પ્રતિષ્‍ઠા’ના પ્રશ્ન સાથે જ વિવાદની શરૂઆત થઇ હતી. મનીષ કાપડિયા પણ સમર્થકોની ખૂબ મોટી સંખ્યા ધરાવે છે અને તેમને મળેલા ૨૦૦૦ મતો પુરવાર કરે છે કે મનીષ કાપડિયા સાવ એકલા નહોતા વળી આ વખતે હારી ગયા એટલે આવતા વર્ષે ઉમેદવારી નહીં કરે એવું નક્કી નથી, પરંતુ ચેમ્બરના હોદ્દેદારોની વરણીમાં જૂથવાદ અને રાજકીય હસ્તક્ષેપ ઘૂસી ગયો છે. એ આવનારા વર્ષોમાં ચેમ્બરને રાજકારણ અને જૂથવાદનો અખાડો બનાવી દેશે એવું આજના તબક્કે જણાઇ રહ્યું છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢ ભીષણ અકસ્માતમાં ૩ બાળકો સહિત ૯ લોકોના મોત, ૨૩ ઘાયલ

0

છત્તીસગઢના બેમેતરામાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો, અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ૯ લોકોના મોત થયા છે. આ માર્ગ અકસ્માતમાં ૨૩ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી ૪ની હાલત ગંભીર છે, ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને રાયપુરની એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને બેમેતરા અને સિમગાના સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા. છત્તીસગઢમાં અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટર અને એસપીની સાથે એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનામાં ઘાયલ ૨૩ લોકોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવે છે. બાદમાં ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાયપુર લઈ જવામાં આવ્યા હતા. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બેમેત્રામાં સારવાર આપવામાં આવી રહી છે. બેમેટારા કલેક્ટર રણવીર શર્માએ જણાવ્યું કે બેમેટારા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે અને ૨૩ ઘાયલ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

૨૯ એપ્રિલ, ૨૦૨૪/ આજે આ રાશિના જાતકોને બઢતીની ઉત્તમ તક, ધંધામાં પણ થશે લાભ , જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભઃ

ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

મિથુનઃ

ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ

આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસી થી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યાઃ

ગઇકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલાઃ

આવકનું પ્રમાણ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.

વૃ‌શ્ચિકઃ

ગઇકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે.

ધનઃ

આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી.જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મુત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકરઃ

આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાંની સગવડ થઇ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસ ટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભઃ

શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલીંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શક્ય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીનઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડ રજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

ભાજપ નેતાગીરી પાટીદાર આંદોલન પછી પણ જાગી હોત તો ગુજરાતમા ‘આપ’ નો ઉદય જ થયો નહોત

પાલિકા, પંચાયતોની ચૂંટણી અને સુરતમાં ‘આપ’ના ૨૭ કોર્પોરેટરો ચૂંટાઇ આવવાની ઘટના સુચક હતી અને છતાં કોઇ જ પગલા નહીં ભરવાથી ‘આપ’ છેક વિધાનસભા સુધી પહોંચી ગયો

ભાજપના સદનસીબે ગુજરાતમાં કોંગ્રેસ જડમુળથી સાફ થવા તરફ ધકેલાઇ રહી છે વળી મોડે મોડે પણ ભાજપે ભરતી મેળો શરૂ કરતા ભાજપમા આંતરિક અસંતોષ છતાં ગુજરાતમાં ભાજપની બેઠકો ખંડિત થવાની શકયતાઓ નથી

પાટીદાર આંદોલનના કારણે રાજકારણનો સ્વાદ ચાખી ગયેલા હાર્દિક સહિત અનેક યુવાઓ ભાજપમા બળી ગયા બાકી હતું તો અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને પણ સી.આર.પાટીલે કેસરિયા કરાવી દીધા પરંતુ ‘પાસ’ના આંદોલનમાં શહીદ થઇ ગયેલા ૧૪ યુવાનોને કોઇએ પણ યાદ કર્યા નહીં

રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના રોષમાં હવે રાજકારણ ભળી ગયું હોવાની ગંધ આવી રહી છે પરંતુ ક્ષત્રિયોના આંદોલનને કુનેહથી શાંત કરવામાં નહી આવે તો ચિત્ર ધુંધળુ હશે.

આ વખતની લોકસભાની ચૂંટણીઓ ધારવા જેટલી સહેલી નથી. ગુજરાત ભાજપનો ગઢ અને પોતીકું રાજ્ય ગણવામાં આવે છે. ચૂંટણી લડતો આંખ બંધ કરીને ઊંઘી જાય તો પણ જીતી જાય એવી ગુજરાતની સ્થિતિ પાછલાં વર્ષો દરમિયાન સતત રહેવા પામી છે આ વખતે પણ ચિંતા કરવા જેવું નથી, પરંતુ પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદને કારણે ગુજરાત ભાજપનો આંતરિક અસંતોષ સપાટી ઉપર આવી રહ્યો છે આ બધાની વચ્ચે એક આશ્ચર્યજનક બાબત એ રહેવા પામી છે કે ભાજપના વરિષ્‍ઠ નેતૃત્વમાંથી એક પણ નેતા પુરૂષોત્તમ રૂપાલાની પડખે આવ્યો નથી. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔપચારિકતા ખાતર રૂપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને વારંવાર કહી રહ્યા છે કે ક્ષત્રિયોએ હવે રૂપાલાને માફ કરી દેવા જોઇએ. આનાથી વિશેષ કોઇ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનુ દેખાતું નથી બલ્કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે ક્ષત્રિયોને રૂપાલા સામે વાંધો છે, મોદી કે ભાજપ સામે વાંધો નથી. આવાં નિવેદનો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભાજપનું નેતૃત્વ આ વિવાદથી દૂર રહેવા માંગે છે અથવા તો રાજકોટ બેઠક ઉપરથી રૂપાલા હારે કે જીતે, લાંબો ફરક પડતો નથી, બલ્કે ભાજપ અને પાટીદાર મતદારોની તાકાત ઉપર રૂપાલા જીતી જશે તો ક્ષત્રિયોને પણ તેમની તાકાત કેટલી છે તેનો અનુભવ થઇ જશે.
પરંતુ આ પ્રયોગ કરવા જેવો નથી, રૂપાલા જીતી ગયા પછી પણ ક્ષત્રિયો સાથેના વેરને વધુ બળ મળશે. સામાજિક એકતાને ખૂબ મોટો ફટકો પડશે અને આમ પણ સૌરાષ્ટ્રનો ભૂતકાળ જાતિવાદની આગથી ભરેલો છે. ભૂતકાળમાં જાતિવાદના વિવાદમાં અને પોતાની જાતને સર્વોપરી પુરવાર કરવામાં હત્યાઓની ઘટનાઓ બનવા પામી હતી.
પુરૂષોત્તમ રૂપાલાનુ વકતવ્ય ચોક્કસ જાણી જોઇને કરાયેલુ વક્તવ્ય હરગીજ નહોતું. તેઓ શિ‌િક્ષત છે, વરિષ્‍ઠ છે, ભૂતપૂર્વ શિક્ષક પણ છે અને ઇતિહાસના જાણકાર છે એટલે ચોક્કસ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા વિવા‌િદત નિવેદન કરે એવું માની શકાય નહીં. વળી તેમણે કરેલી ભૂલ અંગે તત્કાળ માફી પણ માંગી લીધી હતી. પરંતુ તેમના નિવેદનને આધાર બનાવીને ક્ષત્રિયોએ છેડેલા જંગમાં કેટલાક લોકો ઘી રેડવાનું કામ કરતા હોવાની આશંકાઓ ઘુમરાઇ રહી છે. જ્યારે આ તરફ રૂપાલાને પોતાની લડાઇ એકલા હાથે લડવા છોડી દેવાયા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઇ રહ્યું છે. પરંતુ આવી સ્થિતિનું જાણી-જોઇને નિર્માણ કરવામાં આવી રહ્યું હશે તો આવનારો સમય ગુજરાતની સામાજિક શાંતિ માટે ખતરારૂપ પુરવાર થશે.
આવું જ પાટીદાર અનામત આંદોલન વખતે થયું હતું. પાટીદાર યુવાનોની વાતમાં ચોક્કસ દમ હતો. પાટીદારના સંતાનો ૧૦૦માંથી ૧૦૦ ટકા માર્ક લાવ્યા હોય છતાં મેડિકલ, ઇજનેરીમાં પ્રવેશ મળતો નહોતો અને એટલે ‘‘પાટીદાર અનામત’’ની માંગણી કરવામાં આવી રહી હતી. પરંતુ કેટલાક રાજકારણીઓએ પોતાનો અંગત સ્વાર્થ સાધવા પાટીદાર યુવાનોના ઝનૂનને ભડકાવવાનુ કામ કર્યું હતું અને એટલે જ પાટીદાર યુવાનોની મૂળ માંગણી ભુલાઇ ગઇ હતી અને મામલો છેક આનંદીબેન પટેલની સરકાર ઉથલાવવા સુધી પહોચી ગયો હતો પરંતુ એ પૂર્વે એક-બે નહીં ૧૪ નવલોહિયા યુવાનો શહીદ થઇ ગયા હતા. આજે આ યુવાનોના પરિવારોની હાલત કેવી હશે કદાચ તેની કોઇ જ પરવા કરતું નહીં હોય. પાટીદારના યુવાનોને શિક્ષણમાં આ આંદોલનથી કેટલો ફાયદો થયો તેનો પણ કોઇ દાવો કરી શકે તેમ નથી.
પરંતુ આંદોલનની ફળશ્રુતિરૂપે ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’નો ઉદય થયો હતો. કેટલાક આંદોલનકારી યુવાનોને રાજકારણની દિશા મળી ગઇ હતી અને રાતોરાત જાહેર જીવનમાં ‘હીરો’ બની ગયા હતા. ગુજરાતના જાહેર જીવનમાં થઇ રહેલા નવા રાજકીય ઉદયની જે તે વખતની નેતાગીરીએ સત્તાના અહંમ્્માં પરવા કરી નહોતી. અન્યથા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે પગ મુકવાનું વિચાર્યું પણ નહોત. ભાજપની જ નેતાગીરીની ભૂલને કારણે સૌપ્રથમ સુરતમાં એક બે નહી આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ૨૭ કોર્પોરેટરો ચૂંટાયા હતા અને ત્યારબાદ વિધાનસભામાં પણ ‘આપ’ના ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા હતા અને હવે બની પણ શકે કે ‘આપ’નો એકાદ સાંસદ લોકસભામાં ચૂંટાઇ પણ શકે. અલબત શક્યતા નહીંવત્ છે. પરંતુ સત્તાધારીની ‘મસ્તી’ ભૂતકાળની જેમ ભારે પડી શકે.
ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચંૂટણી અને સુરતમાં ‘આપ’ના કોર્પોરેટરો ચૂંટાઇ આવવાની ઘટના બાદ ગાંધીનગરના સત્તાપક્ષની રાજકીય બાબતો ઉપર નજર રાખતા વરિષ્‍ઠ અધિકારીએ ચૂંટણીઓમાં તરીકે ઉભરી આવેલા વિપક્ષના ચહેરાઓને ભાજપમાં સમાવી લેવાની વાત કરી હતી. પરંતુ સત્તાપક્ષે કોઇક કારણોસર આ વાતને કાને ધરી નહોતી અને એટલે જ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વિસ્તાર વધ્યો હતો અને જ્યારે લોકસભાની ચૂંટણીઓ માથે આવી ત્યારે ‘આપ’, કોંગ્રેસ સહિતના વિપક્ષે રહેલા મજબૂત ચહેરાઓને ભાજપમાં સમાવી લેવાનો પ્રવેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
પાટીદાર આંદોલનનો ચહેરો ગણાતો હાર્દિક પટેલ પોતાની રાજકીય તાકાત ઉપર નહીં, પરંતુ પાટીદાર સમાજની તાકાત ઉપર કોંગ્રેસના બેનર હેઠળ વિધાનસભામાં ચંૂટાયો હતો અને ‘ઓપરેશન લોટસ’ હેઠળ હાર્દિક સહિત અનેકને ભાજપમાં સમાવી લેવામાં આવ્યા. આ ભરતીમેળામાં ઘણા એવા લોકોને પણ ભાજપમાં ભળી જવાની તક મળી કે જેને ગામમાં કોઇ ઓળખતું નથી, પરંતુ હવે ગળામાં ભાજપનો ખેસ પહેરીને ફરતા થઇ ગયા છે. અત્યાર સુધીમાં લગભગ દોઢ ડઝન જેટલા ‘આપ’ના યુવા ચહેરાઓ ભાજપમાં જોડાઇ ગયા છે, પરંતુ પાટીદાર આંદોલનમાં શહીદીને વરેલા પેલા ૧૪ યુવાનોને કોઇએ પણ યાદ કરીને વંદન કર્યા નથી.
આજે શનિવારે ‘આપ’ના આંદોલનના બાહુબલી ગણાતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાં ભળી ગયા હતા. આ બે ચહેરાઓએ ગત વિધાનસભાની ચંૂટણીમાં ભાજપને પરસેવો પડાવી દીધો હતો. બલ્કે વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીને અલ્પેશના ભયથી ફરી ‌િર‌િપટ કરવા પડ્યા હતા.
અલબત્ત ભાજપના નેતૃત્વએ પાટીદાર આંદોલન બાદ ભાજપમાં ઊભરી રહેલી ‘આમ આદમી પાર્ટી’ને ઊગતા પહેલા જ ડામી દીધી હોય તો ગુજરાતના રાજકારણમાં નવા પક્ષનો ઉદય જ થયો ન હોત. ભાજપના સદનસીબે ગુજરાતમાં કોંગ્રેસ જડમૂળથી નામશેષ થવા જઇ રહી હોવાથી ગુજરાતમાં ભાજપના શાસનને ઊની આંચ આવવાની શક્યતા નથી.
ભરતીમેળાનો નિર્ણય ભલે મોડો કરાયો. પરંતુ જાગ્યા ત્યાંથી સવાર માનીને રાજકીય સૂઝ દાખવવામાં આવશે તો ગુજરાતના રાજકીય જીવનમાં ‘આપ’ના બચેલા થોડા-ઘણા મૂળ પણ સાફ થઇ જશે.
સિવાય કે ભાજપના શાસકો સત્તાના અહમ્્માં કોઇ મોટી ભૂલ કરી બેસશે તો ભાજપમાં પણ યાદવાસ્થળી થઇ શકે. પરંતુ આજના તબક્કે એવા કોઇ અણસાર દેખાતા નથી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ આખો મામલો કુનેહપૂર્વક સંભાળી લેવા ઉપરાંત લગભગ આખા ગુજરાતમાં સર્વ સમાજમાં ફરી વળ્યા હોવાથી લોકસભાની ચૂંટણીના ગુજરાતના પરિણામો એક પણ બેઠક ખંડિત થયા વગરના અકબંધ જ આવશે એવું આજના તબક્કે ચોક્કસ કહી શકાય.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમા આમ આદમી પાર્ટીના ૨૭ કોર્પોરેટરો ચૂંટાયા ત્યારે અરવિંદ કેજરીવાલે ભાજપ નેતાગીરીને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો પડકાર ફેંકયો હતો આજે એજ માનગઢ ચોકમાં ઉભા રહીને
સી.આર.પાટીલ ‘આપ’ના આંદોલનકારી ચહેરાઓ સહિત ૨૦૦ જેટલા યુવાઓને ભાજપના કેસરિયા કરાવ્યા હતા. અલબત્ત અરવિંદ કેજરીવાલ હાલ જેલમા બંધ હોવાથી કદાચ તેમના સુધી વાત પહોચી નહી હોય પરંતુ એટલુ ચોક્કસ કહી શકાય કે સી.આર.પાટીલે કેજરીવાલને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું.

૨૮ એપ્રિલ, ૨૦૨૪, આ રાશિ જાતકો માટે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા વધશે, આજે નોકરીમાં પ્રમોશન મળશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતુ જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં ‌વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફ થી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટાખર્ચ વધીન જાય એનું ધ્યાન રાખવું.

ઉત્તર પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે બિહાર લઈ જવામાં આવતા ૯૫ બાળકોને બચાવ્યા

0

ઉત્તર પ્રદેશના બાળ આયોગે શુક્રવારે ૯૫ બાળકોને બચાવી લીધા છે. જેમને કથિત રીતે બિહારથી ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદ મદરેસામાં લઈ જવામાં આવી રહ્યાં હતાં. આ ઘટના બાળ તસ્કરી સંબંધિત મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે. અયોધ્યા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સર્વેશ અવસ્થીએ કહ્યું કે શુક્રવારે સવારે યુપી બાળ આયોગના સભ્ય સુચિત્રા ચતુર્વેદી પાસેથી માહિતી મળ્યા બાદ CWC સભ્યોએ બાળકોને બચાવ્યા.

અયોધ્યા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સર્વેશ અવસ્થીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ ૯ વાગ્યે યુપી બાળ આયોગના સભ્ય સુચિત્રા ચતુર્વેદીએ ફોન કર્યો અને કહ્યું કે બિહારથી સગીર બાળકોને ગેરકાયદેસર રીતે સહારનપુર લઈ જવામાં આવી રહ્યા છે. તેઓ ગોરખપુરમાં છે અને ત્યાંથી થઈને અયોધ્યા જશે. અમે બાળકોને બચાવ્યા અને તેમને ખોરાક અને તબીબી સારવાર આપી. બચાવી લેવામાં આવેલા બાળકોની ઉંમર ૪ થી ૧૨ વર્ષની વચ્ચે હતી.

નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ X પર એક પોસ્ટમાં બાળકોને બચાવવાના સમાચાર શૅર કર્યા હતા. તેમના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે, બિહારથી અન્ય રાજ્યોમાં મદરેસામાં મોકલવામાં આવતાં માસૂમ બાળકોને NCPCRની સૂચનાને આધારે ઉત્તર પ્રદેશ રાજ્ય ચિલ્ડ્રન કમિશનની મદદથી ગોરખપુરમાં બચાવી લેવામાં આવ્યાં છે. ભારતના બંધારણે દરેક બાળકને શાળાએ જવું ફરજિયાત છે, આવી સ્થિતિમાં ગરીબ બાળકોને ધર્મના આધારે પૈસા કમાવવા માટે અન્ય રાજ્યોમાં લઈ જવા અને મદરેસાઓમાં રાખવા બંધારણનું ઉલ્લંઘન છે.

CWC પ્રમુખે કહ્યું, જે લોકો બાળકોને લઈને આવ્યા હતા તેમની પાસે માતા-પિતાનો કોઈ સંમતિ પત્ર નહોતો. બાળકો ને લઈ જવામાં આવતા મોટાભાગના બાળકોએ કહ્યું કે તેઓને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તેની તેમને ખબર નથી. વાલીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેઓ આવતાની સાથે જ બાળકોને સોંપવામાં આવશે જેમાં કુલ ૯૫ બાળકો હતા. અગાઉ બિહારમાંથી બાળકોને અલગ-અલગ રાજ્યોની મદરેસામાં મોકલવામાં આવતા હતા. ગોરખપુરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય બાળ આયોગે પણ તેને બચાવ્યો હતો.

આ પણ વાંચો :-

અમેરિકામાં કાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાના મોત

અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં ૩ ગુજરાતી મહિલાઓનાં મોત થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

કોરોનર માઇક એલિસે કહ્યું, અકસ્માતમાં ઘણાં ઓછાં એવાં વાહનો જોવા મળ્યાં હશે, જે આટલી સ્પીડથી રસ્તાઓ ઓળંગે છે કે ૪-૬ લેનના ટ્રાફિકને પાર કરી જાય છે અને લગભગ ૨૦ ફૂટ સુધી ઊછળીને ઝાડ સાથે અથડાય છે. સાઉથ કેરોલિના હાઇવે પેટ્રોલ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યૂ અને ગ્રીનવિલે કાઉન્ટી ઇએમએસ સહિત ઇમર્જન્સી રિસ્પોન્સ ક્રૂ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. અકસ્માતમાં બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ ઘાયલ થઇ હોવાનું અનુમાન છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ તેની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી. વાહનના ડિટેક્શન સિસ્ટમે થોડા પરિવારના સભ્યોને દુર્ઘટના અંગે સાવધાન કર્યા, જેમણે ત્યાર બાદ દક્ષિણ કેરોલિનામાં સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.

મૃતક મહિલાઓના નામ

  • રેખાબેન દિલીપભાઈ પટેલ
  • સંગીતાબેન ભાવેશભાઈ પટેલ
  • મનીષા બેન રાજેન્દ્રભાઈ પટેલ

વહેલી સવારે મહિલાઓ એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીનાં જઈ રહી હતી. તે દરમ્યાન તેઓની કારને અકસ્માત નડ્યો હતો. ત્યારે પ્રાથમિક તારણ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ઓવર સ્પીડમાં હોવાનાં કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે અમેરિકાની પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો

0

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. EDના આરોપો પર કેજરીવાલે કહ્યું કે તપાસ એજન્સીના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. તેમના નિવેદનના આધારે જ મારી ધરપકડ કરવામાં આવી હતી.

કેજરીવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. કેજરીવાલે કહ્યું, “ભાજપ સમર્થિત લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસન રેડ્ડી, ભાજપને કથિત દારૂ કૌભાંડમાં ૬૦ કરોડ રૂપિયાનું દાન આપનારા સરથ રેડ્ડી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા અને પ્રમોદ સાવંતના નજીકના વ્યક્તિ સત્ય વિજય,ગોવાના મુખ્યમંત્રીના નજીકના અને સીએમના કેમ્પેઇન મેનેજરના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.” દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી છે. ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કર્યા અને રજૂ કર્યા છે.

EDએ સોંગદનામામાં હાઇલાઇટ કર્યું હતું કે AAPના વડાને નવ વખત સમન્સ પાઠવ્યા છતાં પૂછપરછ ટાળી રહ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સ્પષ્ટતા કરી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ તે પછી કરવામાં આવી જ્યારે તેમણે સમન્સની વારંવાર અવગણના કરી અને દિલ્હી હાઈકોર્ટમાંથી રક્ષણ મેળવવામાં નિષ્ફળ ગયા. EDએ કોર્ટમાં જણાવ્યું હતું કે કેજરીવાલની ધરપકડ તેમના કદ અને પદને ધ્યાનમાં લીધા વિના તમામ પુરાવા પર આધારિત છે. તેમજ તે મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી નથી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો :-

હેલિકોપ્ટરમાં બેસતા જ મમતા બેનર્જીનો પગ લપસ્યો, સામાન્ય ઈજા પહોંચી

0

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફરી એકવાર પગમાં ઈજા થઈ છે. મમતા બેનર્જી આજે દુર્ગાપુરના ગાંધી મોર ખાતે હેલિકોપ્ટરમાં ચડતી વખતે ઠોકર ખાઈ ગયા હતા. આ દરમિયાન તેના પગમાં ઈજા થઈ હતી જોકે આ ઈજા ગંભીર નથી. તે આસનસોલમાં જનસભાને સંબોધવા જઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. મમતાએ આગળનો પ્રવાસ ચાલુ રાખ્યો.

દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી, અને હેલિકોપ્ટરની અંદર બેસવા માટે તેને ચડવું પડતું હતું. મમતા આ સીડી પર ચડીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી, પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગઈ. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ જ કારણ હતું કે તેણે આસનસોલ સુધીનો પ્રવાસ પૂરો કર્યો.

તેને તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ટાંકા પણ આપવામાં આવ્યા. આ વર્ષની શરૂઆતમાં પણ તેઓ એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેઓ એક સરકારી કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતા હતા ત્યારે ઝાકળનાં કારણે તેના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન તેને ઈજાઓ પહોંચી હતી.

તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. મણિમોય બંદોપાધ્યાયે તેમના નિવેદનમાં કહ્યું હતું કે મમતા બેનર્જીને પાછળથી કોઈએ ધક્કો માર્યો હતો, જેના કારણે તે પડી ગઈ હતી અને કપાળ પર કપાયેલા નિશાન સાથે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડૉ. મનિમોયના જણાવ્યા અનુસાર, બંગાળના સીએમને મગજ અને નાકમાં ઈજા થઈ હતી.

આ પણ વાંચો :-

મણિપુર હિંસામાં કુકી આતંકવાદીઓના હુમલામાં CRPFના બે જવાનો શહીદ

0

મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હિંસા અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રાજ્યમાંથી દરરોજ ગોળીબાર અને હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. મણિપુરમાંથી ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. કુકી આતંકવાદીઓએ શનિવારે મધરાતે નારાનસેન વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં CRPFના બે જવાન શહીદ થયા છે. ગોળીબાર બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

મણિપુર પોલીસે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘કુકી આતંકવાદીઓએ મધરાતથી સવારના ૨.૧૫ વાગ્યા સુધી હુમલો કર્યો હતો. અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા દરમિયાન એક સબ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું અને ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી ગંભીર રીતે ઘાયલ હેડ કોન્સ્ટેબલનું પણ મૃત્યુ થયું હતું.હુમલામાં માર્યા ગયેલા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના તારાનસેના વિસ્તારમાં તૈનાત CRPFની ૧૨૮મી બટાલિયનના હતા!

લોકસભા ચૂંટણી૨૦૨૪ના મતદાન દરમિયાન પણ મણિપુરમાં ઘણી હિંસા ભડકી હતી. આ કારણોસર, ચૂંટણી પંચે આંતરિક મણિપુર બેઠકના ૧૧ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. અહીં લોકસભાની બે બેઠકો છે, પરંતુ ચૂંટણી પંચે આઉટર મણિપુર બેઠક માટે બે તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા એક વર્ષથી અહીં સતત હિંસા થઈ રહી છે અને હવે આતંકવાદીઓએ જવાનો પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો :-