Home Blog Page 774

ગીર સોમનાથમાં ભૂકંપના બે મોટા આંચક

0

ગીર સોમનાથમાં આજે ભૂંકપના આંચકા આવ્યા હતા. ૪ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો ૩.૭ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની નોંધાઈ હતી. તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા.

આસામમાં ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.0ની તીવ્રતા | Earthquake in Assam measuring 4 0 on the Richter scaleઆજે તાલાલા તાલુકામાં બપોરનાં ૩:૧૪ કલાકે અને ૩:૧૮ કલાકે ભૂંકપનાં આંચકા આવ્યાં હતાં. તાલાલાથી ૧૨ અને ૧૩ કિલો મીટરનાં અંતરે ભૂંકપનાં આંચકા આવ્યાં હતાં. એક આંચકાની તીવ્રતા ૩.૭ અને બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની હતી. તેમજ ઉંચાઇ ૬.૩ કિમી અને ૭.૦ કિમી હતી. આ ભૂંકપની વિગત સિસ્મોલોજી વિભાગે જાહેર કરી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને તાલાલાના આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલાના આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ચાર મિનિટના અંતરમાં બે આંચકા આવ્યા આવ્યાં હતાં.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે

0

ગઈકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. આ દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે મતદાન મથકમાં ઘૂસીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ કરી હતી, તો વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને બોગસ મતદાન કરાવ્યા હોવાની પણ ચર્ચા છે. વિજય વિડીયોમાં “EVM તો આપણા બાપનું છે” બોલતો હોઈ તેવું સંભળાઈ રહ્યું છે. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે, વિજય ભાભોર પ્રથમપુર બુથ નંબર ૨૨૦ મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અનો માટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો. મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતા ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી.

​​​​દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણીપંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટના આધારે ચૂંટણીપંચ હવે નિર્ણય લેશે. સમગ્ર મામલે મહીસાગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, આ વીડિયોમાં બોગસ વોટિંગ થયું હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યા છે તેમને પોલીસે પકડી લીધા છે અને ફરિયાદ નોંધીનો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદા કે ચૂંટણીપંચનો જાણે કોઈ ખોફ જ ના હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. તેને EVM પોતાના સાથે લઇ જવાની વાત પણ કરી હતી. વીડિયો વાઈરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

નીરવ મોદીને બ્રિટનની કોર્ટમાંથી ફટકો, જાણો કોર્ટે શું કહ્યું ?

પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને કરાર થયેલા બિઝનેસમેન નીરવ મોદીને બ્રિટનની કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. નીરવે મંગળવારે બ્રિટનમાં નવી જામીન અરજી દાખલ કરી હતી જેને ન્યાયાધીશે ફગાવી દીધી હતી. નીરવ પાંચ વર્ષથી વધુ સમયથી લંડનની જેલમાં છે. ભારતે PNB કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી છે.

ભારતમાં નીરવ વિરુદ્ધ છેતરપિંડીના ત્રણ કેસ છે. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીનો CBI કેસ. બીજું, પીએનબી કેસ મની લોન્ડરિંગનો કેસ છે અને ત્રીજું, સીબીઆઈની કાર્યવાહીમાં પુરાવા અને સાક્ષીઓ સાથે છેડછાડનો કેસ છે.
ED-CBIએ પણ નીરવના જામીન પર પોતાનું વલણ રજૂ કર્યું હતું. બંને એજન્સીઓની સંયુક્ત ટીમ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટ પહોંચી હતી. સત્તાધીશોએ જામીનનો વિરોધ કર્યો હતો.

લંડનમાં જામીનની સુનાવણી દરમિયાન ૫૨ વર્ષીય હીરા વેપારી હાજર થયો ન હતો. તેમનો દીકરો અને બે દીકરીઓ ગેલેરીમાં હાજર હતા. જિલ્લા ન્યાયાધીશ જ્હોન જાનીએ નીરવ મોદીની કાનૂની ટીમની દલીલ સ્વીકારી હતી કે અગાઉની જામીન અરજી લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા દાખલ કરવામાં આવી હતી.

ટૂંકી સુનાવણી પછી, ન્યાયાધીશે કહ્યું, ‘જો કે હું સંતુષ્ટ છું કે જામીન સામે પૂરતા આધારો છે, ત્યાં એક મોટો ખતરો છે કે નીરવ મોદી કોર્ટમાં હાજર થવામાં અથવા સાક્ષીઓ સાથે દખલ કરવામાં નિષ્ફળ જશે.’ તેમણે કહ્યું, ‘આ કેસમાં છેતરપિંડીનો મોટો આરોપ સામેલ છે. આવી સ્થિતિમાં જામીન આપી શકાય નહીં. તેથી અરજી નામંજૂર કરવામાં આવે છે. સુનાવણી માટે CBI અને EDની સંયુક્ત ટીમ ભારતથી આવી પહોંચી હતી.

આ પણ વાંચો :-

‘પૂર્વી ભારતીય ચીની જેવા તો દક્ષિણના આફ્રિકી જેવા’, સામ પિત્રોડાનું નિવેદન

0

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે વધુ એક નિવેદનથી ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

Imageઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું, ‘અમે અત્યાર સુધીની જેમ વિવિધતામાં એકતા જાળવી શકીએ છીએ. છેલ્લા ૭૫ વર્ષોમાં, અમે એક સારું વાતાવરણ બનાવ્યું છે જ્યાં દરેક વ્યક્તિ રહી શકે. તેમણે કહ્યું, ‘ભારત જેવા વૈવિધ્યસભર દેશને આપણે સાથે રાખી શકીએ છીએ. પૂર્વ ભારતના લોકો ચીન જેવા દેખાય છે. પશ્ચિમના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા જેવા અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. આ વાતોથી કંઈક ફરક પણ નથી પડતો. આપણે બધા એક છીએ અને ભાઈ-બહેન છીએ. સામ પિત્રોડાએ ધ સ્ટેટ્સમેનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે, જે હવે વાયરલ થઈ રહી છે.

તેમણે કહ્યું કે ભારતના લોકો ભાષાકીય, ધાર્મિક અને ખાદ્ય વિવિધતાનું સન્માન કરે છે, જે દરેક પ્રદેશમાં બદલાય છે. હું ફક્ત આ ભારતમાં જ માનું છું. જ્યાં દરેક માટે જગ્યા હોય અને તેમને પોતાની રીતે જીવન જીવવાનો મોકો મળે. તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર દ્વારા આજે ભારતના લોકશાહી, સ્વતંત્રતા અને ઉદારતાના વિચારને પડકારવામાં આવી રહ્યો છે.

સામ પિત્રોડાના ઈન્ટરવ્યુની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના નિવેદન પર આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું, ‘સામ ભાઈ, હું પૂર્વોત્તરનો છું અને ભારતીય દેખાઉં છું. અમે વિવિધતામાં માનીએ છીએ. આપણે ભલે જુદા દેખાઈએ, પણ આપણે બધા એક છીએ. અમારા દેશ વિશે થોડું તો સમજી લો. જણાવી દઈએ કે, વારસાગત વેરાના મામલામાં સામ પિત્રોડા એટલા ઘેરાયા હતા કે કોંગ્રેસે તેમના નિવેદનથી દૂરી લીધી હતી.

આ પણ વાંચો :-

રૂપાલાએ ક્ષત્રિયોની માફી માંગી, કહ્યુ – ‘મારા કારણે પાર્ટીને સહન કરવું પડ્યુ તે પીડાદાયક’

0

લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાનું મતદાન ગતરોજ ૭ મેના પૂર્ણ થયું છે. ગુજરાતની ૨૫ લોકસભા બેઠક સહિત પાંચ વિધાનસભા બેઠક પર જોરશોરથી મતદાન થયું. ચૂંટણી પૂર્વેથી હોટ સીટ રહેલી રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રુપાલાની વિવાદિત ટિપ્પણી અને ક્ષત્રિય આંદોલનથી રાજકીય ગરમાવો રહ્યો હતો. હવે તેના પરિણામ તો ૪ જૂને સામે આવશે પણ તે પહેલા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું મતદાન બાદનું નિવેદન સામે આવ્યું છે.

Parshottam Rupala expressed regret about statement on kingdoms | રજવાડાઓ વિશે નિવેદન બાદ વિરોધ થતા પરશોત્તમ રુપાલાએ માફી માંગી, જુઓ વીડિયોમાં શું કહ્યું ?પરશોત્તમ રુપાલાએ મતદાન બાદ મોટું નિવદેન આપ્યુ છે. રૂપાલાએ વધુમાં જણાવ્યુ કે, મારા વ્યક્તવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાહક રહેતા હતા તેના બદલે હું જ્યારે ઉમેદવાર હોવ ત્યારનું મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર બન્યુ છે. જેની સઘળી જવાબદારીને હું સ્વીકારું છુ. અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે પણ ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે પણ પ્રયાસો કર્યા હતા. તેનો નિમિત માત્ર હું છું. હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર, મારાથી પણ ભૂલ થઇ ગઇ છે.

મારા નિવેદનને કારણે વડાપ્રધાન તેમજ મારા ઘણા સાથી મિત્રોને જે સમસ્યા સર્જાઈ તે મુદ્દે પણ માફી માંગુ છું. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને ફરી પાછી હું માફી માંગીને મિચ્છામી દુક્કડમ કહું છું. મને આદેશ છે બાકીના ચાર ચૂંટણી ચરણોમાં પ્રવાસ માટે પણ તારીખ હજુ આવી નથી. મોટા ઉદ્યોગો સૌરાષ્ટ્ર-કચ્છમાં આવે એવાં પ્રયાસ એક જન પ્રતિનિધિ તરીકે ચોક્કસ કરીશ.

આ પણ વાંચો :-

ચૂંટણી વચ્ચે બસપા પ્રમુખની ‘ભત્રીજા’ આકાશ સામે મોટી કાર્યવાહી, જાણો શું

0

માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટર અને પોતાના ઉત્તરાધિકારીના પદ પરથી હટાવી દીધો છે. BSPના પ્રમુખ માયાવતીએ ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ પોતાનો નિર્ણય પરત ખેચી લીધો છે. માયાવતીએ કહ્યું કે પરિપકવ થવા સુધી આકાશ આનંદને બન્ને મહત્ત્વની જવાબદારીથી અલગ રાખવામાં આવશે.

Mayawati's political misfit nephew Akash Anand removed as national coordinatorહવે સવાલો ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણી વચ્ચે બસપામાં આ મોટા ફેરબદલનું કારણ શું છે. જ્યારે આકાશ આનંદને લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેને ખાસ કરીને યુપીમાં ભારે આકર્ષણ મળી રહ્યું હતું. લોકો તેમની સભાઓમાં તેમને સાંભળવા આવતા હતા. બધાને લાગ્યું કે બસપા ફરી મોમેન્ટમ પાછું મેળવી રહી છે. પરંતુ આકાશ આનંદના છેલ્લાં કેટલાક નિવેદનોથી બસપાને ઘણું નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે.

આકાશ આનંદે કહ્યું હતું કે ભાજપની સરકારને બુલડોઝરની સરકાર કહેવામાં આવતા પીએમ મોદી વિપક્ષી દળોને સવાલ કરી રહ્યાં છે પરંતુ આ વાસ્તવમાં બુલડોઝરની નહીં આતંકવાદીઓની સરકાર છે. આ સરકારે દેશની જનતાને ગુલામ બનાવીને રાખી છે. ભાજપ સરકારને આતંકવાદી કહેવામાં આવતા ભાજપે આકાશ આનંદ વિરૂદ્ધ સીતાપુરમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

માયાવતીએ જણાવ્યું હતું કે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને મારા ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સુધી તેમને પૂર્ણ બહુમતી ન મળે પાર્ટી અને ચળવળના મોટા હિતને ધ્યાનમાં રાખીને તેમને આ બે મહત્વની જવાબદારીઓથી દૂર રાખવામાં આવે છે. માયાવતીએ કહ્યું હતું કે તેમના પિતા આનંદ કુમાર પહેલાની જેમ પાર્ટી અને આંદોલનમાં તેમની જવાબદારીઓ નિભાવતા રહેશે. બસપાની નેતાગીરી પાર્ટી અને આંદોલનના હિતમાં અને બાબાસાહેબ ડો. આંબેડકરના આદર્શોને આગળ લઈ જવા માટે કોઇ પણ પ્રકારનું બલિદાન આપવામાં શરમાશે નહીં.

આ પણ વાંચો :-

ગંભીર આડઅસર બાદ AstraZenecaનો મોટો નિર્ણય, દુનિયાભરમાંથી કોરોનાની રસી મંગાવી

0

કોરોના વાયરસની રસી કોવિશિલ્ડ હાલમાં ઘણા વિવાદોમાં છે. ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની આ રસીનો ઉપયોગ ભારતમાં પણ કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો હતો. એવા અહેવાલો છે કે આ રસીની કેટલીક ગંભીર આડઅસર હવે જોવા મળી રહી છે.

પહેલા આચારસંહિતાના નામે વેક્સીન સર્ટિફિકેટ પરથી મોદીજીનો ફોટો હટાવી લેવાયો અને હવે (સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ઉત્પાદન થયું હોવાથી મોદીજી અને એમના સમર્થકો જેના જનક હોવાનો લીંબડ જશ ખાટતા હતા એવી) કોવિશિલ્ડની જનક કંપની એસ્ટ્રાઝેનેકાએ ઘટેલી માંગના બહાને વિશ્વભરના બજારોમાંથી પોતાની રસી પરત ખેંચવાનું શરૂ કરી દીધું છે.

એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત કોરોના વેક્સિન ભારતમાં કોવિશીલ્ડ નામે રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ વૈશ્વિક સ્તરે તેણે બનાવેલી કોરોના વેક્સિનને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. અગાઉ, કંપનીએ કોર્ટના દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન લોહીના ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર કરી શકે છે. જોકે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે વ્યવસાયિક કારણોસર કોવિશીલ્ડ વેક્સિનને બજારોમાંથી દૂર કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે હાલમાં વેક્સિન ઉત્પાદન કે સપ્લાય બંધ જ છે.

AZN લિમિટેડ એ પણ માહિતી આપી હતી કે તે યુરોપમાં વેક્સઝેવરિયા રસીની માર્કેટિંગ અધિકૃતતા પાછી ખેંચી લેશે. કંપનીના નિવેદન અનુસાર, “કોરોના રોગચાળા પછી ઘણી કોવિડ -19 રસી બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, અપડેટેડ રસી પણ બજારોમાં ઉપલબ્ધ છે.” એસ્ટ્રાઝેનેકાએ એમ પણ કહ્યું કે આ કારણોસર તેની વેક્સજાવરિયા રસીની માંગમાં ઘટાડો થયો છે. આ જ કારણ છે કે હવે તેનું ઉત્પાદન કે સપ્લાય કરવામાં આવી રહ્યું નથી.

આ પણ વાંચો :-

૦૮ મે, ૨૦૨૪/ આજ બુધવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભ

ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવંુ. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુન

નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્ક

માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂં રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહ

આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યા

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલા

જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જ‍ળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિક

આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરીધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધન

થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકર

માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભ

પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતુ જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીન

દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

કોંગ્રેસ પાર્ટી છોડીને આવેલા રાધિકા ખેરા ભાજપમાં જોડાયા

0

લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રાધિકા ખેડા અને અભિનેતા શેખર સુમન બંને મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખેરાએ છત્તીસગઢ કોંગ્રેસના સંચાર વિભાગના અધ્યક્ષ સુશીલ આનંદ શુક્લા પર ગંભીર આરોપ લગાવતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

Radhika Khera who left Congress joined BJPશેખર સુમન વેબ સીરિઝ હીરામંડીને લઇને ચર્ચામાં છે. શેખર સુમન હવે ભાજપમાં જોડાઈ ગયા છે. શેખર સુમને વર્ષ ૨૦૦૯માં શત્રુઘ્ન સિંહા સામે પટના સાહિબથી ચૂંટણી લડી હતી. શેખર સુમને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વિનોદ તાવડેની હાજરીમાં બીજેપીનું સભ્યપદ લીધું હતું. શેખર સુમન એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે દેશમાં પહેલેથી જ લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જો કે, શેખર સુમન ભવિષ્યમાં ચૂંટણી લડશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.

રાધિકા ખેરાએ કહ્યું હતું કે મેં હંમેશા સાંભળ્યું છે કે કોંગ્રેસ રામ વિરોધી, સનાતન વિરોધી અને હિંદુ વિરોધી છે, પરંતુ મેં ક્યારેય આ વાત સાચી માની નહોતી. મહાત્મા ગાંધી દરેક બેઠકની શરૂઆત ‘રઘુપતિ રાઘવ રાજા રામ’થી કરતા હતા, પણ મને સત્ય ત્યારે ખબર પડી જ્યારે હું મારી દાદી સાથે રામ મંદિર ગઇ અને ત્યાંથી પાછી ફર્યા પછી મેં મારા ઘરના દરવાજા પર ‘જય શ્રી રામ’ ઝંડો લગાવ્યો અને ત્યારપછી કોંગ્રેસ પાર્ટી મને નફરત કરવા લાગી. જ્યારે પણ હું તસવીરો કે વીડિયો પોસ્ટ કરતી ત્યારે મને ઠપકો આપવામાં આવતો અને પૂછવામાં આવતું કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે હું અયોધ્યા કેમ ગઇ.

આ પણ વાંચો :-

ભાજપ-કોંગ્રેસના આ દિગ્ગજોએ કર્યું મતદાન, જાણો ઇલેક્શનની લેટેસ્ટ અપડેટ

0

અદાણી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે ​​ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો. તેમણે ગુજરાતના અમદાવાદમાં તેમના વિસ્તારના મતદાન મથકમાં પોતાનો મત આપ્યો. લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમદાવાદમાં લાઈનમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો.

રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવાસસ્થાનેથી ૭ના ટકોરે ઢોલ નગરા સાથે મતદાન કરવા નીકળ્યા હતાં. પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. પીપલોદ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં. સામાન્ય લોકોને સાથે ગૃહરાજ્ય મંત્રી લાઈનમાં ઉભા રહ્યા હતાં. મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી સૌ કોઈને મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું હતું.

કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. અમિત શાહે લોકોને મત આપવા અપીલ કરી હતી કે, ગાંધીનગર લોકસભાના મારા વ્હાલા ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને ખાસ આગ્રહ કરવા માંગુ છું કે તમારા એક મતમાં મોટી તાકાત છે. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, તમારો એક મત ગાંધીનગરને ભારતનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવી શકે છે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરનાર સરકાર બનાવશે, દેશ પર નજર ઉઠાવનારાઓના ઘરમાં ઘૂસીને તેમનો સફાયો કરવાની તાકાતવાળી સરકાર બનાવશે અને વર્લ્ડ ક્લાસ હાઈવે, રેલવે અને એરપોર્ટસ આપવાવાળી સરકાર બનાવશે. એટલે જ તમારા મતની તાકાતને ઓળખો અને અવશ્ય મતદાન કરો તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રાજકોટ બેઠકનાં ઉમેદવાર રૂપાલાએ પરિવાર સાથે અમરેલીમાં મતદાન કર્યું હતું. અમરેલીનાં ઈશ્વરીયા ગામે પરષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરષોત્તમ રૂપાલા રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે.

નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીજીની જેમ માથે ટકો અને હાથમાં લાકડી સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. ફોર્મ ભર્યુ ત્યારથી નૈષધભાઈ આ પહેરવેશમાં છે. જે આજે પણ મતદાન વખતે દેખાયો હતો.મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે, તમામ નાગરિકોએ બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ વિજય રૂપાણીઓએ નિવેદન આપ્યું હતું કે, વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. ૪૦૦ પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે. ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરૂ છું.

વોટ આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી મેનેજમેન્ટ પાસેથી વિશ્વની લોકશાહીઓને શીખવા જેવું છે. ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓ માટે કેસ સ્ટડી છે. લગભગ ૬૪ દેશોમાં ચૂંટણી છે અને તે બધામાં સરખામણી થવી જોઈએ. આ વર્ષ લોકશાહીની ઉજવણી જેવું છે. હું ફરીથી દેશવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરું છું.

આ પણ વાંચો :-