ગીર સોમનાથમાં આજે ભૂંકપના આંચકા આવ્યા હતા. ૪ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો ૩.૭ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની નોંધાઈ હતી. તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા.
આજે તાલાલા તાલુકામાં બપોરનાં ૩:૧૪ કલાકે અને ૩:૧૮ કલાકે ભૂંકપનાં આંચકા આવ્યાં હતાં. તાલાલાથી ૧૨ અને ૧૩ કિલો મીટરનાં અંતરે ભૂંકપનાં આંચકા આવ્યાં હતાં. એક આંચકાની તીવ્રતા ૩.૭ અને બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની હતી. તેમજ ઉંચાઇ ૬.૩ કિમી અને ૭.૦ કિમી હતી. આ ભૂંકપની વિગત સિસ્મોલોજી વિભાગે જાહેર કરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને તાલાલાના આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલાના આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ચાર મિનિટના અંતરમાં બે આંચકા આવ્યા આવ્યાં હતાં.
- ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર
ભારતમાં નીરવ વિરુદ્ધ છેતરપિંડીના ત્રણ કેસ છે.
પરશોત્તમ રુપાલાએ મતદાન બાદ મોટું નિવદેન આપ્યુ છે. રૂપાલાએ વધુમાં જણાવ્યુ કે, મારા વ્યક્તવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાહક રહેતા હતા તેના બદલે હું જ્યારે ઉમેદવાર હોવ ત્યારનું મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર બન્યુ છે. જેની સઘળી જવાબદારીને હું સ્વીકારું છુ. અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે પણ ક્ષત્રિય સમાજ સામે
હવે સવાલો ઉઠી રહ્યા છે કે
પહેલા આચારસંહિતાના નામે વેક્સીન સર્ટિફિકેટ પરથી મોદીજીનો ફોટો હટાવી લેવાયો અને હવે (સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ઉત્પાદન થયું હોવાથી મોદીજી અને એમના સમર્થકો જેના જનક હોવાનો લીંબડ જશ ખાટતા હતા એવી) કોવિશિલ્ડની જનક કંપની
મેષ
રાજ્યગૃહ 
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીજીની જેમ માથે ટકો અને હાથમાં લાકડી સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. ફોર્મ ભર્યુ ત્યારથી નૈષધભાઈ આ પહેરવેશમાં છે. જે આજે પણ મતદાન વખતે દેખાયો હતો.મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે, તમામ નાગરિકોએ બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.