Home Blog Page 772

ગુજરાતમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલ આગાહી

0

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી સાત દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતની બાજુમા ચાર સાયક્લોનિક સરક્યુલેશ બની રહ્યા છે. ત્યારે આજથી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતનાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહીઃ Gujaratના આ જિલ્લાઓમાં Rain મચાવશે કહેર : Weather Forecastહવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળેલા છે, જેનાથી વહેલું ચોમાસું બેસશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં ૧૬ મેથી હલચલ જોવા મળશે અને ૨૪ મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. ૮ જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ ૧૦૬ ટકા થવાની શક્યતા છે. ગુજરાતમાં ૭૦૦mm કરતા વધારે વરસાદ થશે.

દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૧૨ તારીખે મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત સહિતના જિલ્લામાં તથા ૧૩ તારીખે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર, નર્મદા સુરત તથા ડાંગ અને તાપી સહિતના જિલ્લામાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં પણ પવનની ગાજવીજ રહશે. ઉત્તર ભારતમાં ખતરનાક ગાજવીજ પવન રહશે. જેની અસર ગુજરાતમાં સરહદના ભાગો મહારાષ્ટ્રના ભાગોમાં દેખાશે. આ બાદ ૧૪ થી ૧૭ મેંના રોજ આકરી ગરમી રહશે.

આ પણ વાંચો :-

આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! મિલ્ક ફેટ અને સોડિયમની માત્રા આપી શકે આવી ગંભીર બીમારી

surat-news-a-quantity-87-5-kg-of-seized-ice-cream-was-destroyed-328064સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ૮ દિવસ અગાઉ શહેરની ૨૮ દુકાનોમાંથી આઇસક્રીમનાં નમૂનાં લેવાયા હતાં. પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યાં હતાં. જેમાંથી ૧૦ દુકાનોનાં આઇસક્રીમનાં નમૂનાં ફેલ નીકળ્યા છે. જેથી દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ આ ઓછી ગુણવતા વાળા આઈસક્રિમ ગંભીગ બીમારી આપી શકે છે.

ઉનાળાની સિઝનમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે સુરતમાં મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગત ૩૦ એપ્રિલથી ૨ મે સુધી સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈસ્ક્રીમનુ વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આઈસ્ક્રીમના નમુના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી ૧૦ નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડયા નથી.

10 દુકાનોનાં નમૂનાં ફેલ ગયાં

  • સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ- ગાયત્રી નગરની સામે એલએચ રોડ
  • માધવ આઈસ્ક્રીમ- નાના વરાછા ચોપાટી સામે
  • ચાંદામામા આઈસ્ક્રીમ – સિદ્ધેશ્વર સોસાયટી પાસે વેડરોડ
  • સંતકૃપા આઈસ્ક્રીમ – જનતા નગર સોસાયટી પાસે, એલએચરોડ
  • પ્રાઈમ નેચરલ-પરસુરામ ગાર્ડન પાસે અડાજણ
  • રાધે પાર્લર – પરસુરામ ગાર્ડન પાસે અડાજણ
  • શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ-નવજીવન સોસાયટી પાસે વેડરોડ
  • ઉમિયા એજન્સી – વરીયાવ રોડ, ગોકુલધામ સોસાયટી પાસે
  • વાડીલાલ એન્ટરપ્રાઈઝ લી. કતારગામ કાંસા નગર
  • બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલેટી-કલ્યાણ નગર સોસાયટી પાસે પુણા સીમાડા રોડ

આ ઉપરાંત કુલ ૮૭૫ કી.ગ્રા. સીઝ કરેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જે આઈસ્ક્રીમના નમુના ધારાધોરણ મુજબ માલુમ પડયા નથી તેમાં મિલ્ક ફેટની માત્રા ૧૦ ટકા હોવી જોઈએ જે ઓછી જણાય આવેલ છે તેમજ આઈસ્ક્રીમના નમુનામાં ટોટલ સોલીડની માત્રા ૩૬ ટકા હોવી જોઈએ જે ઓછી જણાય આવી છે.

આ પણ વાંચો :-

સુપ્રીમની રાહત, અરવિંદ કેજરીવાલનો શરતી જમીન ઉપર છૂટકારો

0

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. જોકે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.

ચૂંટણીના ઘમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઇ રહેલા સીએમ અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીનનો આદેશ કર્યો છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી ઇડીએ અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત હવે દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાની તૈયારી છે. આવું પહેલીવાર થશે કે જ્યારે કોઇ રાજકીય પાર્ટીને કોઇ આપરાધિક કેસમાં આરોપી બનાવવામાં આવશે.

કેજરીવાલે ૨જી જૂનના રોજ સરેન્ડર રવાનું રહેશે. કેજરીવાલ હવે જેલ બહાર આવશે. જ્યારે EDએ વચગાળાના જામીનનો વિરોધ કરવા ઉપરાંત પૂરક ચાર્જશીટ દાખલ કરી કેજરીવાલ તથા તેમની આમ આદમી પાર્ટીને ઘેરવાની પૂરી યોજના તૈયાર કરી હતી. EDએ કેજરીવાલને શરાબ કૌભાંડના મુખ્ય કિરદાર ગણાવ્યા હતા.

દિલ્હી દારૂ કૌભાંડ મામલે આજે વધુ એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. કવિતાના જામીન કેસમાં હાઈકોર્ટે EDને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. દિલ્હીની વિવાદાસ્પદ આબકારી નીતિ અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાની જામીન અરજી નીચલી વિશેષ અદાલતે ફગાવી દીધી છે. આ આદેશને કવિતાએ હાઇકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ઇડીની દલીલો માનતાં કવિતાને જામીન આપવાની મનાઇ કરી દીધી હતી. હવે કવિતા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકશે.

આ પણ વાંચો :-

આજથી અમદાવાદ એરપોર્ટથી વડોદરાવચ્ચે GSRTCની વોલ્વો બસ સેવા શરૂ

0

આજથી અમદાવાદ એરપોર્ટ-વડોદરા વચ્ચે GSRTCની વોલ્વો બસ દોડશે. તેથી ગુજરાતના દરેક મુસાફરને અમદાવાદ એરપોર્ટ તો આવવુ જ પડે છે. પરંતું અહી સુધી પહોંચવા માટે અને એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ ઘર સુધી પહોંચવા માટે તેમને કેબ કે ટેક્સી બુક કરાવવી પડતી હોય છે. આવામા એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અનોખી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવેથી અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરાની એસટીની એસી વોલ્વો બસ સેવા આજથી શરૂ થઈ રહી છે. દિવસમાં એસટીની આવી બે બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા જશે.

GSRTC seeks govt nod to increase fleet size to 8,700 buses | Ahmedabad News - The Indian Expressઅમદાવાદ એરપોર્ટથી સવારે ૬ વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે ૮:૩૦ કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે ૧૧:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે ૧:૩૦ કલાકે વડોદરા પહોંચશે. જ્યારે વડોદરાથી બપોરે ૩:૧૫ કલાકે બસ અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે, જે સાંજે ૫:૪૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે. જ્યારે અન્ય બસ સાંજે ૭:૩૦ કલાકે વડોદરાથી રવાના થશે જે રાત્રે ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે.

ગતરોજ જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરાયો છે, જેના ભાગરૂપે નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેજ રીતે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એ.સી.સીટર બસનો શુભારંભ કરાયો છે. હવે આ પ્રકરણમાં આગળ અમદાવાદ એરપોર્ટથી વડોદરાની બસ કનેક્ટિવિટી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો :-

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની લીલીઝંડી, ઢગલાબંધ અરજીઓ ફગાવી

0

ગુજરાત હાઇકોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિરૂદ્ધ અરજીઓ કરવામાં આવી હતી પરંતુ આ તમામ અરજીઓને ફગાવી દેવમાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટે લીલીઝંડી આપી હતી. હાઈકોર્ટે કાયદા પરનાં તમામ આક્ષેપો ફગાવ્યા હતા. તેમજ કાયદાને પડકારતી અરજીઓમાં કાયદાની કેટલીક કલમો ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધાઁ માયીની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની બંધારણીયતાને માન્યતા આપી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય, 32 જિલ્લામાં કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે - Gujarati News | Historic decision by the Gujarat High Court proceedings will ...ગુજરાત રાજયમાં લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબિશન એકટની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ૧૫૦ થી વધુ પિટિશનો ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ફ્ગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની સંબંધિત જોગવાઇઓને કાયદેસર અને બહાલ રાખી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્ત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા હતા.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ કોઇપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર કે અન્ય મૂળભૂત અધિકારોનુ કોઇપણ રીતે હનન કરતો નથી. આ કાયદા કે તેની જોગવાઇઓના કારણે બંધારણની કલમ-૧૩,૧૪,૧૯,૨૦ કે ૨૧નો ભંગ થતો નથી. આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે ત્યારે બંધારણની કલમ- ૨૫૪ દ્વારા અસર પામતી હોય તેવું પણ કહી શકાય નહી. કારણ કે, આ કાયદો અને તેની જોગવાઇઓ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાંખવા લાગુ પડાયો છે.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, લોક પ્રતિનિધિઓ દ્વારા બનાવવામાં આવેલા આ કાયદામાં કોઈપણ પ્રકારની ત્રુટિ જણાતી નથી. વિધાનસભામાં પસાર કરાયેલા કાયદામાં થયેલી સજાની જોગવાઈ એ લોક પ્રતિનિધિઓની વિવેકબુધ્ધિ અને હાલના સમયની જરૂરિયાત પ્રમાણે કરાઈ હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું.

આ પણ વાંચો :-

કેજરીવાલને મળશે જામીન કે નહીં, સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી

0

સુપ્રીમ કોર્ટ આજે કથિત દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલની ૨૧ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેંચ તેમના વચગાળાના જામીનના કેસની સુનાવણી કરશે. ઈડીએ ગુરુવારે અરવિંદ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને નવું સોગંદનામું દાખલ કર્યું હતું.

Arvind Kejriwal to get interim bail today? SC likely to pronounce verdict on Delhi CM bail plea today - BusinessToday

EDએ કેજરીવાલની ૨૧ માર્ચે લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી હતી. EDએ તેમને ૨૨ માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે દિલ્હીના સીએમને ૨૮ માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા, જે બાદમાં ૧ એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. ૧ એપ્રિલે કોર્ટે તેમને ૧૫ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યા હતા.

ઈડીએ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો સખત વિરોધ કર્યો છે. તપાસ એજન્સીએ કહ્યું કે, ચૂંટણી લડવા માટે પણ વચગાળાના જામીન આપી શકાય નહીં. ED અનુસાર, કોઈપણ રાજનેતા સામાન્ય માણસ કરતાં વધુ અધિકારો મેળવી શકતા નથી. ઘણા નેતાઓ PMLએ હેઠળ જેલમાં છે, જો અરવિંદ કેજરીવાલને આ રીતે જામીન આપવામાં આવશે, તો તે બધા પણ આ જ કારણસર વચગાળાના જામીન માંગવા લાગશે. આજ સુધી કોઈ રાજકારણીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મળ્યા નથી. ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવાથી એક દાખલો બેસશે જેના હેઠળ રાજકારણીઓ ગુના કરશે અને ચૂંટણીની આડમાં તપાસથી બચવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો :-

RTC બસમાં લોકો સાથે મુસાફરી જોવા મળ્યા રાહુલ ગાંધી અને CM રેવંત રેડ્ડી

0

લોકસભાની ચૂંટણીના ૩ચરણની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. હવે ચોથા ચરણનું મતદાન ૧૩ મેના રોજ થશે. બધી રાજનીતિક પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. આ ક્રમમા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક સાથે TSRTC બસમાં ફરતા દેખાયા હતા. કોંગ્રેસ નેતાએ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજ્યની સરકારી બસમાં મુસાફરી કરી બધાને ચોકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીન પોતાની વચ્ચે જોઈને ચોકી ગયા હતા અને ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.

રાહુલ ગાંધીએ મુસાફરો ભરેલી સરકારી બસમાં કરી યાત્રા,જુઓ વીડિયોબસમાં રાહુલની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી પણ હાજર હતા. મલ્કાજગીરી લોકસભા મતવિસ્તારના સરૂરનગરમાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી રાહુલ તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં સવાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુસાફરોમાં ‘પંચ ન્યાય’ બ્રોશરનું વિતરણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસ મુસાફરી યોજનાના અમલીકરણ અંગે લોકો પાસેથી માહિતી લીધી હતી.

હૈદરાબાદ, તેલંગાણામાં, કોંગ્રેસના નેતા અને વાયનાડ અને રાયબરેલી બેઠકોથી પાર્ટીના લોકસભા ઉમેદવાર, રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જન જાથા સભામાં ભાગ લીધો હતો.

દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણામાં લોકસભાની કુલ ૧૭ બેઠકો છે. આ તમામ ૧૭ લોકસભા સીટો પર ૧૩ મેના રોજ ચોથા તબક્કામાં એક સાથે મતદાન થશે. રાજ્યમાં મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને ચંદ્રશેખર રાવની BRS વચ્ચે છે. આ વખતે ભાજપ પણ રાજ્યમાં શક્ય તેટલી વધુ બેઠકો જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

‘ઈફ્કો’માં જયેશ રાદડિયાની નાફરમાનીને ભાજપમાં બળવો નહીં તો બીજુ શું કહી શકાય?

  • ઈફ્કોના ડિરેક્ટર્સની ચૂંટણી પક્ષનો મેન્ડેટ બિપિન પટેલના નામનો હતો છતાં જયેશ રાદડિયાએ ઉમેદવારી ચાલુ રાખવા સાથે ૧૧૩ મતોથી ચૂંટાઈ પણ આવ્યા જ્યારે પક્ષના ઉમેદાવરને ૬૭ મતો મળ્યા હતા
  • જયેશ રાદડિયાની દાવેદારી અંગે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ પણ વાકેફ હતા અને પોરબંદરમાં સાથે બેસીને ભોજન પણ લીધું હતું
  • ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના દાવા મુજબ જયેશ રાદડિયાની દાવેદારી અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને જાણ કરવામાં આવી હતી છતા બિપિન પટેલના નામનો મેન્ડેટ આપ્યો હતો
  • ભાજપના આદેશ બાદ ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી બિપિન પટેલને ટેકો જાહેર કરી દીધો હતો અને વિવાદમાંથી ખસી ગયા હતા
લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન અને ભાજપના ‌શીર્ષસ્થ નેતાગીરીના મૌન વચ્ચે ગુજરાત ભાજપમાં ગેર‌શિસ્તનો ભય અનુભવાઈ રહ્યો છે. દેશના ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝ કો.ઓ. ‘ઈફ્કો’ના ‌ડિરેક્ટર્સની જાહેર કરાયેલી ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ દ્વારા ‌બિ‌‌પિન પટેલ (અમદાવાદ-ગોતા)ના નામનો મેન્ડેટ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં પૂર્વ મંત્રી જયેશ રાદ‌ડિયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ૧૧૩ મતોથી ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલને માત્ર ૬૭ મતો મળ્યા હતા!!
સામાન્ય સંજોગોમાં ભાજપના નેતૃત્વ દ્વારા અપાયેલા આદેશનું અક્ષરશઃ પાલન કરવામાં આવે છે. ઉમેદવાર ગમતો ન હોય તો પણ પક્ષનો આદેશ હોવાથી ચૂંટી લાવવામાં આવે છે. પરંતુ ‌શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં હવે ક્રમશઃ નાફરમાનીનો દૌર શરૂ થયો છે કારણ ગમે તે હોય, પરંતુ ભાજપમાં હવે કેડરબદ્ધ ‌શિસ્ત રહી છે. ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં આ વખત ભાજપ કાર્યકરોનું ઝનૂન જોવા મળ્યું નહોતું. લગભગ દરેક કાર્યકર ક્યાંક ને ક્યાંક નારાજ દેખાતો હતો. માત્ર કાર્યકર જ નહીં પક્ષના આગલી હરોળના હોદ્દેદારો પણ અંગત રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. થોડા ‌દિવસ પહેલા એક અ‌ધિકારીના ‌નિવૃ‌િત્ત સમયે યોજવામાં આવેલા સમારોહમાં ઉપ‌સ્થિત રહેલા આગલી હરોળના આગેવાને ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ આગેવાનને પક્ષ માટે પોતાની જાત ઘસી નાંખી હોવાનો વસવસો હતો.
તેમના જ શબ્દોમાં કહીએ તો હવે ભાજપમાં ‘મઝા’ રહી નથી. ભાજપમાં જ જન્મેલા કાર્યકરો પણ નાખુશ અને વેદના વ્યક્ત કરતા અવારનવાર સાંભળ‍વા મળે છે અને આ ‌નિ‌ષ્ક્રિયતાની અસર ચૂંટણીના મતદાન ઉપર જોવા મળી હતી અને હજુ તો પ‌રિણામ બાકી છે. ઘણી બેઠકો એવી હશે. જ્યાં હાર-જીતના આંકડા કટોકટ હશે. અલબત્ત અન્ય પક્ષમાંથી તોડી લાવવામાં આવેલા લોકોને કેસ‌રિયો ખંભે નાંખતાની સાથે જ જો પક્ષમાં અને સરકારમાં મહત્ત્વનું સ્થાન મળી જવાનું હોય તો સ્વાભા‌વિક નારાજગી થવાની જ. વલસાડ બેઠકના ઉમેદવારની પસંદગી સામે પણ ખુદ ભાજપના લોકોએ વસવસો વ્યક્ત કર્યો હતો અને એ વસવસો સ્વાભા‌વિક હતો. અલબત્ત આ ઘટનાઓ હજુ શરૂઆત છે, ભાજપ ‌શિસ્તના દંડાના જોરે નહીં ગમતા લોકોની પસંદગી અને નહીં ગમતા ‌નિર્ણયો લેવાનું ચાલુ રાખશે તો ભાજપની છાવણીમાં ગમે ત્યારે ‌વિસ્ફોટ થવાનો ઈન્કાર કરી શકાય તેમ નથી. ચૂંટણીના પ્રારંભે પક્ષના ઉમેદવારો સામે અનેક જગ્યાએ બળવા જેવી ‌સ્થિ‌તિનું ‌નિર્માણ થયું હતું. વડોદરા અને બનાસકાંઠાના ઉમેદવાર બદલવામાં આવ્યા, પરંતુ વલસાડ સ‌હિત અન્ય બેઠકોના ઉમેદવારોના પ્રશ્ને ભાજપના નેતૃત્વનું મૌન અને અ‌નિર્ણાયકતાએ લોકોની નારાજગીને વધુ બળ આપવાનું કામ કર્યું હતું. કદાચ ભાજપના જોરે આવા ઉમેદવારો ચૂંટાઈ જશે તોપણ લોકોનાં મનમાં ધૂંધવાતા રોષને શાંત કરી શકાશે નહીં. આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક નારાજગીનો પડઘા ચોક્કસ પડતા રહેશે.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર રૂપાલા સામેના ક્ષ‌ત્રિયોના રોષને થાળે પાડી શકાયો હોત, પરંતુ નારાજ ક્ષ‌ત્રિયોને સમજાવી શકે એવા લોકોને મહત્ત્વ જ આપવામાં આવ્યું નહોતું અને જેને જવાબદારી સોંપી હતી તેઓ કંઈ ઉકાળી શક્યા નહોતા અને પ‌રિણામ એ આવ્યું કે રાજકોટથી શરૂ થયેલ નારાજગીનો દોર આખા ગુજરાતમાં ફરી વળ્યો હતો અને ભાજપના અપપ્રચાર માટે પક્ષ‌વિરોધી અને પોતીકા અસંતુષ્ટોને મુદ્દો મળી ગયો હતો. ક્ષ‌ત્રિયોના આંદોલને મતદારો ઉપર કેટલી અસર કરી હતી તેનો ચૂંટણીનાં પ‌રિણામો વખતે ખ્યાલ આવશે, પરંતુ ક્ષ‌ત્રિયોનો મુદ્દો દેશવ્યાપી બની ગયો હતો એ હકીકત છે.
‘ઈફ્કો’ દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા છે અને આ સંસ્થાના ચેરમેન તરીકે પૂર્વ સાંસદ ‌દિલીપ સંઘાણી ફરજ ‌નિભાવી રહ્યા છે. ‌દિલ્હી ખાતે બોર્ડની છેલ્લી મિટિંગ મળી ત્યારે જ ‌ડિરેક્ટર્સ માટે જયેશ રાદ‌ડિયાએ દાવેદારી કરી હોવાની ગુજરાત ભાજપ અધ્યક્ષને જાણ કરવામાં આવી હતી. પરંતુ સહકારી સંસ્થાઓમાં ભાજપના સભ્યોને ઉમેદવારી કરવા માટે પક્ષનો ‘મેન્ડેટ’ આપવાની શરૂઆત કરવામાં આવી હોવાથી ભાજપ અધ્યક્ષે અમદાવાદના ‌બિ‌પિન પટેલ(ગોતા)ના નામનો મેન્ડેટ આપ્યો હતો, પરંતુ પક્ષના મેન્ડેન્ટ પૂર્વે જયેશ રાદ‌ડિયાએ દાવેદારી નોંધાવી દીધી હતી અને ‘ઈફ્કો’ના ચેરમેન ‌દિલીપ સંઘાણીએ પક્ષના અધ્યક્ષને જાણ પણ કરી હતી.
ખરેખર તો પક્ષના ‘મેન્ડેટ’ બાદ ‌બિ‌પિન પટેલ ‌સિવાયના જયેશ રાદ‌ડિયા અને પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈતી હતી, પરંતુ જયેશ રાદ‌ડિયાએ પોતાની દાવેદારી ચાલુ રાખી હતી, જ્યારે ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલને પોતાનો ટેકો જાહેર કરીને પોતાની જાતને ‌વિવાદથી દૂર કરી લેવા ઉપરાંત પક્ષના આદેશને માથે ચઢાવી લીધો હતો. આ તરફ ભાજપના સત્તાવાર ઉમેદવાર ‌બિ‌પિન પટેલ અને ભાજપના જ પૂર્વમંત્રી જયેશ રાદ‌ડિયા વચ્ચે થયેલી સ્પર્ધામાં જયેશ રાદ‌ડિયાને ૧૧૩ મતો અને ‌બિ‌પિન પટેલને ભાજપના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં માત્ર ૬૭ મતો મળ્યા હતા!! કુલ ૧૮૨ મતદારો પૈકી ૧૮૦ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. બે સભ્યો ‌વિદેશમાં હોવાથી મતદાન કરી શક્યા નહોતા.
આ બધાની વચ્ચે નવાઈ પમાડનારી બાબત એ હતી કે ચૂંટણીપ્રચાર દર‌મિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અ‌મિત શાહ પોરબંદર ખાતે ‌દિલીપ સંઘાણી અને જયેશ રાદ‌ડિયાને મળ્યા હતા અને સાથે ભોજન પણ લીધું હતું. વળી, રાદ‌ડિયાએ ‘ઈફ્કો’ના ડિરેક્ટર તરીકે ફરી વખત દાવેદારી કરી હોવાની અ‌મિત શાહને જાણ પણ હતી અને તેમ છતાં જયેશ રાદ‌ડિયાએ પક્ષના ‘મેન્ડેટ’ની અવગણના કરી હોવાની ઘટના લોકો માટે નહીં, ખુદ ભાજપની નેતાગીરી માટે મનોમંથન કરવા જેવી છે. વળી, ૧૮૦ સભાસદ મતદારો પૈકી ૧૧૩ મતદારોએ જયેશ રાદ‌ડિયાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઘટના પણ સૂચક કહી શકાય.
‘ઈફ્કો’ના ‌ડિરેક્ટર્સની ચૂંટણીમાં ભાજપ પક્ષના આદેશની ઉપરવટ જઈને જયેશ રાદ‌ડિયાએ કરેલી દાવેદારી અને ૧૮૦ પૈકી ૧૧૩ મતોથી ચૂંટાઈ આવવાની ઘટનાએ સહકારીક્ષેત્રમાં ધંૂધવાતા અસંતોષને માથું ઊંચકવા માટે બળ આપવાનું કામ કર્યું હતું. દ‌‌િક્ષણ ગુજરાતમાં અનેક સહકારી સંસ્થાઓ પથરાયેલી છે અને સહકારી માળખું જ ભાજપની જીત માટેનો મુખ્ય આધાર છે. સહકારી સંસ્થાઓમાં રાજકીય દર‌મિયાનગીરી કોઈને ગમતી નથી પરંતુ સત્તા આગળ શાણપણ દાખવવાની કોઈ ‌હિંમત કરતું નથી, પરંતુ જયેશ રાદ‌ડિયાએ પક્ષના આદેશની પરવા કર્યા વગર પોતાની દાવેદારી ચાલુ રાખીને ભાજપના નેતૃત્વ સામે ચોક્કસ પડકાર ફેંકવાનું કામ કર્યું છે. આમ પણ જયેશ રાદ‌ડિયા મનમાની કરવા માટે ખૂબ જ જા‌ણીતા છે કારણ કે રાજકોટ અને જામકંડોરણા પંથકમાં જયેશ રાદ‌ડિયાની જબરજસ્ત ‘હાંક’ વાગતી આવી છે. તેમના પિતા અને સાંસદ ‌વિઠ્ઠલ રાદ‌ડિયા મૂળભૂત કોંગ્રેસી હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવને કારણે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હમણા થોડા વર્ષો પહેલાં તેમનું ‌નિધન થયું હતું.
ત્યારબાદ પુત્ર જયેશ રાદ‌ડિયાએ પણ ભાજપનો ‘પાલવ’ પકડીને મંત્રીપદ સુધી પહોંચી ગયા હતા. રૂપાણી સરકારના પતન વખતે અન્ય મંત્રીઓની સાથે જયેશ રાદ‌ડિયાનું પણ મંત્રીપદ ગયું હતું. પરંતુ રાજકોટ પંથકમાં તેમની પ્ર‌તિષ્ઠાને કોઈ આંચ આવી નથી. રાજકોટ ‌જિલ્લા સહકારી બેંક, રાજકોટ ખેતીવાડી માર્કેટ યાર્ડ સ‌હિત અનેક સહકારી સંસ્થાઓમાં જયેશ રાદ‌ડિયાનો દબદબો છે. રાજકોટથી નજીકના અંતરે આવેલા જામકંડોરણા ખાતેની તેમના ‌પિતા ‌વિઠ્ઠલ રાદ‌ડિયાએ શરૂ કરેલી ‌શિક્ષણ સંસ્થામાં પોતીકા પાટીદાર સમાજ અન્ય સમાજના સંતાનો પૂરેપૂરી સલામ‌તિ સાથે ‌‌ઉચ્ચ ‌શિક્ષણ મેળવી રહ્યા છે.
મતલબ જયેશ રાદ‌ડિયાની સામા‌જિક પ્ર‌તિષ્ઠા ગરનાર પર્વત જેટલી ઊંચી છે. ‘ઈફ્કો’ના ‌ડિરેક્ટર તરીકે તેમણે પક્ષના આદેશની ઉપરવટ જઈને કરેલી દાવેદારી ખરેખર તો ‘બળવો’ જ કહી શકાય, પરંતુ આ બળવાખોરી સામે પક્ષની નેતાગીરી હવે કેવા અને કેટલા ‘‌શિસ્તભંગ’ના પગલા ભરે છે એ જોવું રહ્યું.
પક્ષના ‌નિર્ણય ઉપર હવે સહકારી સંસ્થાઓની પણ નજર રહેશે.

અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ચારધામ યાત્રા શરૂ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા

0

ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદાર નગરી પહોંચી ગયા છે. આ દરમિયાન કેદાર શહેર જય કેદારના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ આજે ખૂલશે. જ્યારે બદ્રીનાથ મંદિરમાં ૧૨ મેથી દર્શન શરૂ થશે.

VIDEO : આજથી ચાર ધામ યાત્રા શરુ, હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથ ધામના ખુલ્યા કપાટકપાટ ખોલ્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ ૧૨મી મેના રોજ ખુલશે.

બદ્રીનાથને ચાર ધામોમાંથી એક મુખ્ય ધામ ગણવામાં આવે છે. તે હિમાલયની પર્વતમાળામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. આ મુખ્યત્વે ભગવાન વિષ્ણુનું મંદિર છે. અહીં નર અને નારાયણની પૂજા થાય છે. આ મંદિર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે – ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપ. બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ પ્રતિમાઓ છે, જેમાંથી સૌથી પ્રખ્યાત ભગવાન વિષ્ણુની પ્રતિમા છે.

આ પણ વાંચો :-

૧૦ મે, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃ‌દ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસ‌રિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભ

નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો ‌વિકસે. કલા કારીગીરીમાં પ્રગ‌તિ. આ‌‌ર્થિક ‌સ્થિરતા મળે. ધંધા-રોજગારમાં પ્રગ‌તિ થાય. અ‌‌ભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. ‌મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુન

આક‌સ્મિક ધનહા‌‌નિના થોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માન‌સિક ‌ચિંતા રહે. પ‌રિવારમાં શાંતિ જળવાશે. દુવાં સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્ક

દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન-પ‌રિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ‌ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહ

અ‌‌ભિમાનમાં વધારો થાય. ‌સ‌‌િદ્ધાંતવાદી વલણ રહે. ભાઇ-બહેન-પ‌રિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગ‌તિ થાય. અજાણી વ્ય‌ક્તિથી સાચવવું.

કન્યાઃ

‌દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સા‌હિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની ત‌બિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલા

સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂસ્વત લેવાથી દૂર રહેવું, અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળુ રહે. પાચન શ‌ક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃ‌શ્ચિક

વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અ‌‌નિ‌શ્ચિતતા રહે. અ‌‌‌ભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાથી ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધન

મન ઉપર ખોટા-નકારાત્મક ‌વિચારો હાવી થાય. પ‌રિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. ‌દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકર

‌દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આ‌‌ર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભ

નિર્ણય શ‌‌ક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પ‌તિ-પ‌ત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઇ જાય.

મીન

પ‌રિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કો‌ટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આક‌સ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં ‌દિવસ શાંતિથી પસાર કરી દેવો.