મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. અર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઇ-બહેનોના સ્વભાવ માં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.
વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકત થી લાભ, નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધા માં સફળતા મળતી જણાય.
મિથુનઃ
સ્વભાવમાં જીદ્દી પણું વઘતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મન દુઃખના પ્રસંગ ઉદ્ભવે. આરોગ્ય સારૂં રહેશે.
કર્કઃ
આનંદ ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે અચાનક ધનલાભ ના યોગ છે.પરિવારમાં વાદવિવાદ વધતા જણાય. દગા ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે.્મત્રો તરફથી લાભ મળતો જણાશે.
સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વઘતી જણાશે. સાથે સાથે રંગીન તત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એથીચેન્જ તથા કેમીસ્ટના ધંધા વાળા માટે
શુભ.
કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષર્પોર્ટ-ઇર્મ્પોર્ટના ધંધા માં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.
તુલાઃ
પરોપકારની ભાવના વઘે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.
વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણો માંથી સામાન્ય ફાયદો થતા જણાય. આરોગ્ય સારૂં રહે.
ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.
મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.
કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શાર બજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે, સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી કફ રહેતા જણાય.
મીનઃ
સેવા દ્રારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે નવી વિદ્યા પાપ્ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો મોટે ખુબ સરસ દિવસ જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

કમલા બેનીવાલનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ માત્ર ઝુનઝુનુમાં જ થયું હતું. તેમને અર્થશાસ્ત્ર,
આ સબમરીનને પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે, જેથી વિશ્વને ખ્યાલ આવે કે ભારત પણ આ પ્રકારની સબમરીન જાતે તૈયાર કરી શકે છે. જેનો ફાયદો માત્ર સમુદ્રી તપાસમાં જ નહીં પણ ચૂપચાપ દરિયાની અંદર યુદ્ધ લડવા માટેની ક્ષમતામાં વધારો કરે છે. જે
સૌર તોફાન એટલે સૂર્યની સપાટી પર થતા વિસ્ફોટો કલાકના કેટલાક લાખ કિલોમીટરની ઝડપે વાતાવરણમાં ફેલાય છે. આવા સૌર વાવાઝોડા અવકાશમાંથી કણોને શોષીને આગળ વધે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ પૃથ્વી સાથે અથડાય છે, ત્યારે તેઓ સેટેલાઇટ નેટવર્ક, ટીવી, 
જોબ ગુમાવ્યા પછી તમારી પાસે ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ હોય છે. તેમાં કેટલાક વિકલ્પોનો વિચાર કરી શકો છો. જેમ કે નોનઈમિગ્રન્ટ સ્ટેટસમાં ચેન્જ કરવા માટે તમે અરજી કરી શકો. સ્ટેટસના એડજસ્ટમેન્ટ માટે અરજી કરી શકો. ત્રીજું, અત્યંત વિકટ પરિસ્થિતિ એટલે કે કમ્પેલિંગ સર્કમસ્ટેન્સિસ માટે અરજી ફાઈલ કરી શકો. અને છેલ્લે, તમે એમ્પ્લોયરને ચેન્જ કરવા માટે
અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને
ગયા વર્ષે યોજવામાં આવેલ
નાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે 
ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫ અને ૧૬ મેના રોજ ઓફલાઈન રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઑફલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ 