Home Blog Page 711

બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથ

0

હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને તેમના હાથમાં ભગવદ ગીતા અને બાઈબલ બંને સાથે પદના શપથ લીધા છે. આ પ્રતીકાત્મક કાર્ય વિવિધ ધર્મો માટે તેમનો આદર દર્શાવે છે. તેમના સમાવેશી અભિગમ માટે જાણીતા, બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં ગીતા પર ચર્ચા કરનાર પ્રથમ સાંસદ તરીકે ઈતિહાસ રચ્યો હતો. બ્લેકમેનનો હાથમાં ગીતા અને બાઈબલ સાથે શપથ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Video: Indian-Origin British MP Shivani Raja Takes Oath On Bhagavad Gita In UK Parliament - News18શિવાની રાજાએ તેના શપથ ગ્રહણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેણે હજારો ભારતીયોના દિલ જીતી લીધા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું કે, લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવી એ સન્માનની વાત છે. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રતિ શપથ લેતી વખતે ગર્વની લાગણી થાય છે.

શિવાની રાજાએ ૧૪,૫૨૬ મત મેળવ્યા હતા અને વિપક્ષી ઉમેદવાર રાજેશ અગ્રવાલને ૪,૪૨૬ મતોથી હરાવ્યા હતા. જો કે, આ સીટ ૧૯૮૭થી લેબર પાર્ટીનો ગઢ રહેલી છે, પરંતુ શિવાની રાજાએ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવ્યો હતો. માત્ર શિવાની રાજા જ નહીં પરંતુ ભારતીય મૂળના ૨૬ લોકોએ UKની ચૂંટણી જીતી હતી. UKમાં ૬૫૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં લેબર પાર્ટીએ ૪૧૨ બેઠકો જીતી હતી, જ્યારે બીજી તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર ૧૨૧ બેઠકો મળી હતી.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ મૂર્મુ ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે રમ્યા બેડમિંટન

0

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બુધવારે ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા હતા. આ મેચ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં યોજાઈ હતી. બેડમિન્ટન રમતી વખતે રાષ્ટ્રપતિ મૂર્મુએ અનુભવી ખેલાડીની જેમ ઘણા શાનદાર શોટ રમીને શ્રેષ્ઠ રમત રમી હતી.

રાષ્ટ્રપતિના ઓફિસિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ મૂર્મુ અને સ્ટાર સાયના નેહવાલ સાથે બેડમિન્ટનની મેચ રમતા જોવા મળી રહ્યા છે. મેચ પહેલા બુધવારે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રતિષ્ઠિત ડ્યુરન્ડ કપ, પ્રેસિડેન્ટ કપ અને શિમલા ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.

રાષ્ટ્રપતિ સચિવાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘રાષ્ટ્રપતિનું આ પ્રેરણાદાયી પગલું એવા સમયે ભારતના બેડમિન્ટન સુપરપાવર તરીકે ઉભરી રહ્યું છે જ્યારે મહિલા ખેલાડીઓ વિશ્વ મંચ પ્રતિભા બતાવી રહ્યા છે.’

સાઇના નેહવાલે પણ રાષ્ટ્રપતિ સાથે રમવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. નેહવાલે પોતાના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ભારતના રાષ્ટ્રપતિ સાથે રમવું મારા માટે સન્માનની વાત છે. આ મારા જીવનનો ઘણો યાદગાર દિવસ છે. મારી સાથે બેડમિન્ટન રમવા માટે રાષ્ટ્રપતિનો ખૂબ ખૂબ આભાર.

આ પણ વાંચો :-

૧૧ જુલાઈ, ૨૦૨૪ / આ રાશિ માટે ગુરૂવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબર વધતુ જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનુ પ્રમાણ ઘટે. માતાની ‌તબિયત નું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ

સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.નવા વાહનની ખરીદી શકય બને. ટ્રાવે‌લીંગ ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનનૂ પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

‌મિથુનઃ

પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોના ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર જંગમ‌ મિલકત થી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ

સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિધ્ધાંત વાદી વલણ પેદા થાય. આર્થિક દૃષ્ટિએ તથા પારિવારીક રીતે દિવસ દરમ્યાન આનંદ. દામપત્ય જીવન માં મધુરતા નો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

‌સિંહઃ

સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યકિત તરફ આકર્ષણ વધે. ક‌ુદરતનું સાન્નિધ્ય માણવાનો યોગ બને છે. શેર બજાર, કેમીસ્ટસ એડવોકેટ, તેમજ સેનેટરી લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ

સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યાર બાદ આવક વધે. એંજીનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇના ધંધામાં લાભ મ‍ળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ ‌

બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્ય ના નિર્ણયો બપોર સુધીમાં લઇ લેવા પિતાની તબિયત સાચવવી. યશ, પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃ‌શ્ચિકઃ

નોકરી ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ સહકાર મ‍ળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ

પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રીય થઈ શકાય. ભાગ્યનો સાથ મ‍ળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મ‍ળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથી ની તબિયત નું ધ્યાન રાખવું ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માન ને હાનિ પહોંચે એવા પ્રસંગનુ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ ‌

વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાં નો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફ‍ળ થતાં જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય, શરદી, ખાસી, તાવથી પરેશાની રહે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ

મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મ‍ળે. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

મહિલા IRS અધિકારીએ કરાવ્યું લિંગ પરિવર્તન, સિવિલ સર્વિસના ઈતિહાસનો પહેલો કિસ્સો

0

સિવિલ સર્વિસના ઈતિહાસમાં કદાચ આ પ્રકારનો પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં એક મહિલા IRS અધિકારીએ લિંગ પરિવર્તન કરાવીને પુરુષ બન્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના રેવન્યુ ડિપાર્ટમેન્ટે મંગળવારે તેને મંજૂરી આપી છે. વિભાગે કહ્યું કે, હવે સંબંધિત મહિલા અધિકારી મિસ એમ અનુસૂયા હવે મિસ્ટર એમ અનુકથિર સૂર્યા તરીકે ઓળખાશે અને તેમની ઓળખાણ મહિલાને બદલે પુરુષ તરીકે કરવામાં આવશે.

હૈદરાબાદમાં ચીફ કમિશનર ઑફ કસ્ટમ્સ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)માં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ નિભાવતા એમ. અનુસૂયાએ લિંગ પરિવર્તન કરાવ્યું છે. ત્યારબાદ તેમણે નાણા મંત્રાલયમાં નામ બદલવાની તેમજ લિંગ કોલમમાં પણ સ્ત્રીના બદલે પુરુષ કરવાની વિનંતી કરી હતી. જે મંત્રાલય દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. તેમણે પોતાનું નામ એમ. અનુસૂયામાંથી અનુકથિર સૂર્યા કર્યું છે.

ડિસેમ્બર ૨૦૧૩માં સૂર્યાએ ચેન્નાઈમાં આસીસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ૨૦૧૮માં તેઓ ડેપ્યુટી કમિશનર બન્યા, તેમજ હવે ગયા વર્ષે તેમનું પોસ્ટિંગ હૈદરાબાદ કરવામાં આવ્યું હતું. સૂર્યાએ ચેન્નઈમાં મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઈલેકટ્રોનિકસમાં ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી, ભોપાલમાંથી સાયબર લો અને સાયબર ફોરેન્સિકમાં પીજી ડિપ્લોમા કર્યું હતું.

૧૫ એપ્રિલ, ૨૦૧૪ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતમાં ત્રીજા લિંગને માન્યતા આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, લિંગ ઓળખ એ વ્યક્તિગત પસંદગી છે કે વ્યક્તિ ‘સર્જરી કરાવે છે કે નહીં.’ ઓડિશામાં એક પુરૂષ વાણિજ્યિક કર અધિકારીએ ઓડિશા ફાઇનાન્સિયલ સર્વિસિસમાં નોકરીમાં જોડાયાના પાંચ વર્ષ પછી, 2015માં તેનું લિંગ બદલીને સ્ત્રી બનવાનું નક્કી કર્યું હતું. તે પણ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

દિલ્હી આપના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સહિત ત્રણ ધારાસભ્યો જોડાયા ભાજપમાં

0

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. આગામી વિધાનસભા પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ, વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીના આનંદ અને આપ કાઉન્સિલર ઉમેદ સિંડ ફોગાટ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

aam-aadmi-party-mla-kartar-singh-tanwar-and-former-mla-raj-kumar-anand-join-the-bharatiya-janata-party-latest-news-in-gujarati-360544

તાજેતરમાં એપ્રિલ મહિના દરમિયાન રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે, રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. BJPના બાંસુરી સ્વરાજે આ સીટ પર ૮૭,૩૭૦ વોટથી જીત મેળવી હતી. તેમને ૪,૫૩,૧૮૫ મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી ૩,૭૪,૮૧૫ મતો સાથે બીજા ક્રમે છે.

પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ​​કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે, તેમણે રાજીનામું એટલા માટે આપ્યું કારણ કે તેઓ પોતાનું નામ ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર’ સાથે જોડાવા માંગતા ન હતા.

આ પણ વાંચો :-

લિકર પોલિસી કેસમાં EDએ ચાર્જશીટમાં કેજરીવાલ અને આપને બનાવ્યાં આરોપી, જાણો સમગ્ર ઘટના ?

0

દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં EDએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા છે. આટલું જ નહીં, EDએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી.

Arvind Kejriwal Arrest News: અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, આતિશીની પણ ધરપકડ થઈ - BUSINESS GUJARAT

અરવિંદ કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વચ્ચેની વોટ્સએપ ચેટની વિગતો ચાર્જશીટમાં આપવામાં આવી છે. એવો આરોપ છે કે, કે કવિતાના પીએ વિનોદ મારફત ગોવાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને ૨૫.૫ કરોડ રૂપિયા મોકલ્યા હતા. EDનું કહેવું છે કે ચેટથી સ્પષ્ટ છે કે વિનોદ ચૌહાણના અરવિંદ કેજરીવાલ સાથે સારા સંબંધો હતા.

દિલ્હી સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી. આ માટે પાટનગરમાં ૩૨ ઝોન બનાવવામાં આવ્યા હતા. દરેક ઝોનમાં ૨૭ દુકાનો ખોલવાની હતી. કુલ ૮૪૯ દુકાનો ખોલવાની હતી. દિલ્હી સરકારે નવી દારૂની નીતિમાં તમામ ૧૦૦ ટકા દુકાનોને ખાનગી બનાવી દીધી છે. સરકારે કહ્યું કે આમ કરીને સરકારને ૩૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. તેમણે કહ્યું કે અગાઉ કોન્ટ્રાક્ટરો L-૧ લાયસન્સ માટે ૨૫ લાખ રૂપિયા ચૂકવતા હતા, પરંતુ નવી પોલિસીમાં તેમને ૫ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. જો કે, આ નીતિને કારણે સરકાર અને જનતા બંનેને નુકસાન થયું હોવાનો આરોપ હતો.

આ પણ વાંચો :-

ખાન યુનિસમાં શાળા પર ઈઝરાયેલનો હુમલો, ૨૭ લોકોના મોત

દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ શહેરમાં એક શાળાને નિશાન બનાવીને ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને કેટલાક અન્ય ઘાયલ થયા. વાસ્તવમાં, જ્યારે ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે કેટલાક લોકો સ્કૂલ કેમ્પસમાં તંબુઓમાં રહેતા હતા. સુરક્ષા સૂત્રોએ મંગળવારે શિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ઇઝરાયેલના વિમાનોએ અલ-અવદા સ્કૂલના ગેટને મિસાઇલ વડે નિશાન બનાવ્યું. ખાન યુનિસના પૂર્વમાં આવેલા અબાસન અલ-કબીરા શહેરમાં સેંકડો વિસ્થાપિત લોકો રહે છે.

Gaza માં ભયાનક નરસંહાર, ઈઝરાયેલના હવાઈ હુમલામાં 50 પેલેસ્ટાઈની ના મોત - SATYA DAY

નાસિર હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, આ હુમલો દક્ષિણી શહેર ખાન યુનિસ નજીક અબાસનમાં અલ-અવદા સ્કૂલના ગેટ પર થયો હતો. હમાસ સંચાલિત પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા હતા.

સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પેલેસ્ટિનિયન કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, ડઝનેક મૃતદેહો લોહીથી લથપથ જમીન પર પડેલા જોવા મળે છે. તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. સૂત્રોએ શિન્હુઆને જણાવ્યું કે આ વિસ્તારમાં વિસ્થાપિત લોકોની મોટી ભીડને કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડના પાતાળ ગંગા વિસ્તારમાં ભૂસ્ખલન, જોશીમઠ-બદ્રીનાથ હાઈવે બંધ

0

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં મોટા ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ ભૂસ્ખલનની ઘટના પાતાળ ગંગામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર બની હતી. ભૂસ્ખલનનો વીડિયો ચોંકાવનારો છે. વીડિયોમાં પહાડનો મોટો ભાગ તૂટીને નીચે આવી રહ્યો છે. રોડનો મોટો ભાગ તેની ઝપેટમાં આવી ગયો હતો. ભૂસ્ખલન બાદ રસ્તાના મોટા ભાગ પર માત્ર ધૂળના વાદળો જ દેખાતા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલની ઘટનાઓ વધી રહી છે. ચમોલી જિલ્લામાં પ્રવાસીઓની નજર સામે ભયાનક ભૂસ્ખલન થતાં લોકો ભયભીત બન્યા હતા. થોડી જ ક્ષણોમાં પહાડનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. લોકોએ આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ભૂસ્ખલન થયા બાદ પર્વતનો કાટમાળ રસ્તા પર પડ્યો હતો. આ કારણે જોશીમઠ-બદ્રીનાથ (NH-૭) હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.

જોશીમઠ બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો. અગાઉ પણ ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ચોમાસા દરમિયાન ઘણા પહાડોમાં તિરાડ જોવા મળે છે. ઉત્તરાખંડમાં ચોમાસું બરાબર જામ્યું છે. અને વરસાદ પડી રહ્યો છે. નદીઓ બે કાંઠે વહી રહીછે. અને છેલ્લા ઘણા દિવસોથી, ભૂસ્ખલન અને કાટમાળને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો :-

જામનગરમાં આકાશમાંથી વીજળી પડવાથી ત્રણ લોકોના મોત

0

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જગ્યાએ મેઘ મહેર થઈ રહી છે. પણ સાથે સાથે વીજળી પડવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે હાલાર પંથકમાં વીજળીએ ૩ લોકોના ભોગ લીધા છે.

27 killed in lightning strikes as rain batters Gujarat - Rediff.com

સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી ન હતી. પરંતુ દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સિસ્ટમ સક્રિય બનતા મેઘરાજાનું આગમન થયું હતું. સૌરાષ્ટ્ર પંથકમાં મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે જાન માલને ભારે નુકસાન થયું હતું. તો વીજળી પડતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત પણ નીપજ્યા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા અને ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા પોતાની વાડીમાં બપોરના સમયે કામ કરી રહ્યા હતા, આ દરમિયાન વીજળી પડતા તેઓનું મોત થયું હતું. તો નરમાણા ગામમાં દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત પર વીજળી પડતા તેમનું પણ ઘટના સ્થળે મોત થયું હતું.

આ ઉપરાંત દોઢિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનીષાબેન નામની મહિલા પર વીજળી પડવાથી તેમનું પણ મોત થયું હતું. જ્યારે ખેતીકામ કરતા અલ્પેશ નામનો યુવાન વીજળીથી ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતા

0

મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ માપવામાં આવી છે. આ ભૂકંપ સવારે ૭.૧૪ કલાકે આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Earthquake Today: Two earthquakes were reported in Arunachal Pradesh | Earthquake Today: મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, 10 મિનિટની અંદર બે વખત આવ્યો ભૂકંપ

પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-