Home Blog Page 712

ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવતનું નિધન

0

ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવત (૬૮)નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ધારાસભ્ય શૈલારાણી બે દિવસથી મેક્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. તેમની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. આ પછી તેમની સર્જરી થઈ.

ધારાસભ્ય શૈલારાણીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તે વર્ષ ૨૦૧૨માં વિધાનસભામાં પહોંચ્યા હતા. હરીશ રાવતની સરકાર દરમિયાન કોંગ્રેસમાં બળવો થયો ત્યારે શૈલરાણી પણ પાર્ટીના ૯ વરિષ્ઠ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કેદારનાથ સીટ પરથી

કરોડરજ્જુના ફ્રેક્ચર પછી તેણીની સર્જરી બાદ ધારાસભ્ય શૈલરાણી સ્વસ્થ થયા નથી. શૈલારાણી રાવત ૨૦૧૭માં ચૂંટણી પ્રચાર દરમિયાન પડી ગઈ હતી, જેના કારણે તેમને આંતરિક ઈજા થઈ હતી. તેમને કેન્સર પણ થઈ ગયું હતુ. લગભગ ત્રણ વર્ષ સુધી સારવાર બાદ, તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા અને ફરીથી રાજકારણમાં સક્રિય થયા.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શૈલારાણી રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે કેદારનાથ વિધાનસભાથી લોકપ્રિય ધારાસભ્ય શૈલા રાણી રાવતનું નિધન અત્યંત પીડાદાયક છે. તેમનું નિધન પાર્ટી અને પ્રદેશના લોકો માટે અપૂરણીય ક્ષતિ છે.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટ: ‘મુસ્લિમ મહિલા પતિ પાસેથી ભરણપોષણ ભથ્થાની માંગ કરી શકશે

0

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એવી મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે જેમના તલાક થઈ ગયા છે. કોર્ટે બુધવારે ચુકાદામાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ તેમના પતિ વિરુદ્ધ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણ-પોષણ માટે અરજી દાખલ કરી શકે છે.

Can a 15-year-old Muslim girl get married? | ૧૫ વર્ષની મુસ્લિમ યુવતી કરી શકે લગ્ન?

જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે અલગ અલગ પણ એક જેવો જ ચુકાદો આપ્યો હતો. દેશની સૌથી મોટી કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે અમુક પતિ એવા તથ્યથી વાકેફ નથી કે પત્ની એક ગૃહિણી હોય છે પણ આ હોમ મેકર્સની ઓળખ ભાવનાત્મક અને અન્ય રીતે તેમના પર જ નિર્ભર હોય છે.

કોર્ટે કહ્યું કે એક ભારતીય વિવાહિત મહિલાએ એ તથ્ય પ્રત્યે સાવચેત થવાની જરૂર છે જે આર્થિક રીતે સ્વતંત્ર નથી. આ પ્રકારના આદેશથી સશક્તિકરણનો અર્થ એ છે કે તેમની સંસાધનો સુધી પહોંચ જળવાઈ રહે. અમે અમારા ચુકાદામાં ૨૦૧૯ના કાયદા હેઠળ ગેરકાયદે તલાકના પાસાઓ પણ ઉમેર્યા છે. અમારો નિષ્કર્ષ છે કે સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ તમામ મહિલાઓ (લિવ ઈન સહિત અન્ય) પર આ ચુકાદો લાગુ પડે, ન કે ફક્ત વિવાહિત મહિલાઓ પર.

આ પણ વાંચો :-

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત, ૧૮ લોકોના મોત, ૨૦થી વધુ ઘાયલ

0

ઉન્નાવમાં લખનઉ-આગરા એક્સપ્રેસ વે નજીક બુધવાર સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેહટા મુજાવર ક્ષેત્રમાં ગઢા ગામ નજીક એક સ્લીપર બસ તેની આગળ ચાલતા દૂધના ટેન્કરમાં ઘૂસી ગઇ હતી. દુર્ઘટનામાં એક બાળક સહિત ૧૮ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જોકે ૨૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. એસડીએમ નમ્રતા સિંહે પહેલા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સીએચસીમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટરોને પણ સારવારમાં ઝડપ દાખવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ડબલ ડેકર બસ (UP૯૫ T ૪૭૨૦) બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. સવારે સાડા ચાર વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ઝડપી ટેન્કરે તેને ઓવરટેક કરવા જતાં ધડાકા સાથે બસ સાથે અથડાઇ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડબલ ડેકર બસ ઘણી વખત પલટી ગઈ અને બે ભાગમાં તૂટી ગઈ. આ ઘટનાની જાણકારી મળતા જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ ૧૮ લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે.

આ પણ વાંચો :-

આસામમાં પૂરની ભયાનક સ્થિતિ, મૃત્યુઆંક ૭૨ પર પહોંચ્યો, કાઝીરંગામાં ૧૩૭ પ્રાણીઓના મોત

0

આસામમાં પૂરના વિનાશનો સામનો લોકોની સાથો સાથ પ્રાણીઓ પણ કરી રહ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના કારણે અત્યાર સુધીમાં અંદાજે ૧૩૭ જંગલી પ્રાણીઓના મોત થયા છે. જેમાંથી ૧૦૪ ડોગ ડીયર, ૬ ગેંડા અને ૨ સાંભર પાણીમાં તણાઈ ગયા છે. પૂરને કારણે વધુ છ લોકોના મોત થયા હતા. હવે કુલ મૃત્યુઆંક ૭૨ પર પહોંચી ગયો છે.

flood-in-assam-27-lakh-people-affected-137-animals-died-in-kaziranga-360028

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ધુબરીમાં બે અને ગોલપારા, ગોલાઘાટ, શિવસાગર અને સોનિતપુરમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં તાજેતરમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને ૭૨ થયો છે. બીજી તરફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં બ્રહ્મપુત્રા અને તેની કેટલીક ઉપનદીઓ, બરાક અને કુશિયારા નદીઓ વિવિધ સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ પૂરનો કહેર હજુ સમાપ્ત થયો નથી.

તાજેતરની માહિતી અનુસાર, કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલા વિનાશક પૂરમાં ૬ ગેંડા સહિત કુલ ૧૩૭ જંગલી પ્રાણીઓના મોત થયા છે. કેએનપીના અધિકારીઓએ મીડિયાને આ માહિતી આપી છે. નેશનલ પાર્કના અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, અત્યાર સુધીમાં બે ગેંડાના બાળકો સહિત ૯૯ પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં પૂરના કારણે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. રાજ્યમાં હજુ પણ ૨૮ જિલ્લામાં ૨૨.૭૪ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. ગોલપારા, નાગાંવ, તલબારી, કામરૂષ, મોરીગાંવ, ડિબ્રુગઢ, સોનિતપુર, લખીમપુર, દક્ષિણ સલમારા, ધુબરી, જોરહાટ, ચરાઈદેવ, હોજાઈ, કરીમગંજ, શિવસાગર, બોંગાઈગાંવ, બરપેટા, ઘેમાજી, ડેલાકાડી, ગોલાગડાટ સહિત ઘણા જિલ્લાઓ પ્રભાવિત છે. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, કટોકટી સેવાઓ, સ્થાનિક વહીવટીતંત્ર, ભારતીય સેના અને અર્ધ લશ્કરી દળોની બચાવ ટીમો રાજ્યના વિવિધ વિસ્તારોમાં બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

આ પણ વાંચો :-

કચ્છ કાંડમાં પકડાયેલી મહિલા કિન્સ્ટેબલના જમીન રદ

0

કચ્છમાં ભચાઉ પોલીસ પર થાર કાર ચડાવી દેવાના પ્રયાસ મામલે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ભચાઉ પોલીસ પર બુટલેગર દ્વારા જે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો તેમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સવાર હતી. તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી જામીન પર છુટકારો થયો હતો. જો કે, આ આદેશની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરતા સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે. પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે.

કચ્છના ભચાઉમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા થાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં બુટલેગરના રિમાન્ડ મંજૂર થયા હતા.

લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ભચાઉની નીચલી અદાલતે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. આ આદેશ સામે પોલીસે ભચાઉની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની ગઈકાલે થયેલી સુનાવણી બાદ આજે લેડી કોન્સ્ટેબલને પહેલાં મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. આદેશના પગલે હવે ફરી લેડી કોન્સ્ટેબલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે

ભચાઉ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ અનુસાર, ચાર દિવસ પહેલાં રાત્રિના અરસામાં મોટી ચીરઈ ગામનો ૩૦ વર્ષીય બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા કે જેના વિરુદ્ધ ૧૬ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. એમાં ૪ ગુના કામે તેને પકડવાનો બાકી હોઈ એલસીબી અને ભચાઉ પોલીસની ટીમ આરોપીને પકડવા પ્રયત્નમાં હતી. એ દરમિયાન એલસીબીએ ભચાઉ પોલીસને વાકેફ કરી હતી અને આરોપી સફેદ કલરની કાર સાથે સામખિયાળી બાજુથી ગાંધીધામ તરફ જતો હોવાની બાતમી મળી હોવાનું કહ્યું હતું.

ભચાઉ પોલીસે ધોરીમાર્ગ પરના ચોપડવાબ્રિજ પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન સફેદ થાર આવતી દેખાતાં તેને હાથ અને લાકડી વડે પોલીસે રોકાવી હતી, પરંતુ કાર ઊભી રહેવાના બદલે ફરજ પર રહેલી પોલીસ ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે કારમાં સવાર યુવરાજસિંહ અને ગાંધીધામ સીઆઇડી ક્રાઇમની ૩૪ વર્ષીય લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરીને ઝડપી પાડી બંને સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. થારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો.

આ પણ વાંચો :-

હિટ એન્ડ રન કેસમાં શિવસેના નેતા અને તેના ડ્રાઈવરની ધરપકડ, પુત્ર હજુ પણ ફરાર

0

મુંબઈના વરલી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. વરલીના કોલીવાડામાં રહેતા માછીમાર પતિ-પત્ની પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વા માછલી લેવા માટે સસૂન ડોક ગયા હતા. માછલીઓથી ભરેલા તેના સ્કૂટર સાથે પરત ફરતી વખતે તેને એક BMW કારે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વરલી પોલીસના જણાવ્યું મુજબ પતિ-પત્નીના સ્કૂટરને ટક્કર મારનાર BMW કારને મિહિર શાહ નામનો યોવક ચલાવી રહ્યો હતો. મિહિરના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્કૂટરને ટક્કર મારનાર કાર રાજેશ શાહના નામે રજીસ્ટર્ડ છે. તેમજ અકસ્માત બાદ મિહિરને ભાગવામાં મદદ કરવાના આરોપમાં તેમને કસ્ટડીમાં લીધા છે.

અધિકારીઓ અનુસાર, મિહિર શાહ દેશ છોડીને ભાગવાની શક્યતાઓ હોવાથી મુંબઈ પોલીસે રવિવારે સાંજે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યું છે. આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને શોધવા માટે છ ટીમો બનાવવામાં આવી છે. પોલીસને શંકા છે કે અકસ્માત સમયે મિહિર નશામાં હતો તેમજ અકસ્માતના થોડા સમય પહેલા તે જુહુના એક બારમાં હતો.

આ પણ વાંચો :-

સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ ફયુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બનાવી, જાણો રેન્જ અને ફીચર

સુરતમાં ત્રણ વિદ્યાર્થીઓએ અનોખી કાર બનાવી છે, આ કાર જયારે રસ્તા પર દોડે છે ત્યારે તેને જોઇને લોકો આરચર્યચકિત થઈ જાય છે. કારણ કે આ કારની ડીઝાઈન સામાન્ય કારો કરતા સંપૂર્ણ અલગ છે. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ ફયુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બનાવી છે. આ કાર સિંગલ ચાર્જમાં ૮૦ કિલોમીટર ચાલે છે અને ૩૫ કિમીની સ્પીડે છેડે છે. ૬૫ હજારતા ખર્ચે વિદ્યાર્થીઓએ આ કાર તૈયાર કરી છે.

ટેકનોલોજીના યુગમાં માર્કેટમાં અલગ અલગ પ્રકારની ડીઝાઈન અને સુવિધાવાળી કારો રસ્તામાં ઘર જોવા મળે છે. પરંતુ સુરતમાં ત્રણ વિદ્યાર્થીઓએ એક અનોખી કાર બનાવી છે. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી ઓ શિવમ મૌર્ય, સંગમ મિશ્રા અને દિલજીત દ્વારા સુરતમાં ફયુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બતાવવામાં આવી છે. આ કારની ખાસિયતની જો વાત કરીએ તો સૌ પ્રથમ તેની ડીઝાઈન આકર્ષણનું કેન્દ્ર બને છે તો બીજી તરફ આ સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વ્હિકલ છે. વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ કાર બતાવવામાં આવી છે.

વિદ્યાર્થી શિવમ મોર્યાએ જણાવ્યું હતું કે હું બીટેકમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છું. અમે અવાર નવાર યુનિક અને નવી વસ્તુઓ બનાવતા રહીએ છીએ. અગાઉ પણ અમે કેટલાક પ્રોજેક્ટ બનાવ્યા હતા પરંતુ અમે વિચાર્યુ કે ભવિષ્યમાં કામ આવે એવા પ્રોજેક્ટ પર કામ કરીએ. જે ભવિષ્યમાં ચાલે અને એવો પ્રોજેક્ટ જે કોઈએ અત્યાર સુધી બનાવ્યો ના હોય. તેથી અમે આ કન્સ્પેટ પર કામ કરવાનું શરુ કર્યું હતું પ્લાનિંગ કરતા કરતા અમારા મગજમાં આવ્યું કે ફયુચર કન્સ્લેટ વ્હીકલ બનાવીએ જે ભવિષ્યમાં ચાલે. આ કચેટને લઈને તેના પર કામ કરવાનું શરુ કર્યું હતું. એકથી દોઢ મહિનો કામ કરીને કારની ડીઝાઈન પૂર્ણ કરી હતી. બાદમાં કમ્પ્લેટ કરીને રોડ પર ટેસ્ટીંગ કરવામાં અમને બેથી ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો,

આ પણ વાંચો :-

શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? ચોક્કસ તારીખ, જાણો વિશેષ મહત્વ

0

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે. આ મહિનામાં જલાભિષેક, દૂધ અભિષેક અને બેલપત્ર, ધતુરા વગેરે ભગવાન શિવને અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.

શ્રાવણ મહિનો વાર તહેવાર | Shravan month What special festival

આ સાથે સુખ, સમૃદ્ધિ અને ઈચ્છિત પરિણામ મેળવવા માટે આશીર્વાદ આપવામાં આવે છે. આ સાથે જ શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું પણ આગવું મહત્વ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પૂર્ણ ૫ શ્રાવણ સોમવાર આવી રહ્યા છે. ચાલો જાણીએ કે પહેલો શ્રાવણ સોમવાર ક્યારે છે.

ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત બે અલગ-અલગ દિવસે થાય છે ઉત્તર ભારતમાં ગુજરાતી કેલેન્ડર કરતા ૧૫ દિવસ પહેલા શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ૨૨ જુલાઈથી શરૂ થશે અને ૧૯ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે.

શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ક્યારે?

  • પ્રથમ સોમવાર – ૫ ઓગસ્ટ
  • બીજો સોમવાર -૧૨ ઓગસ્ટ
  • ત્રીજો સોમવાર – ૧૯ ઓગસ્ટ
  • ચોથો સોમવાર – ૨૬ ઓગસ્ટ
  • પાંચમો સોમવાર – ૨ સપ્ટેમ્બર

શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ છે. શવનના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી કુંડળીના દરેક દોષથી મુક્તિ મળે છે. તેનાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો :-

જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલો, ૫ જવાન શહીદ, ૬ ઘાયલ

0

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં ૫ જવાન શહીદ થયા છે અને ૬ જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવ્યું છે.

Encounter begins in Jammu and Kashmir's Doda hours after attack on Army outpost - India Today

આ મામલે માહિતી આપતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું, “કઠુઆના માચેડી વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે, જ્યારે એટલા જ જવાન ઘાયલ થયા છે. જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક હુમલા બાદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ બાદ આજનો હુમલો થયો છે. શનિવારથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક પેરા-ટ્રૂપર સહિત બે જવાન શહીદ થયા હતા અને અન્ય એક જવાન ઘાયલ થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેક આતંકી હુમલા થયા છે. ગયા મહિને, રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે તે ખાઈમાં પડી ગઈ હતી અને નવ લોકોના મોત થયા હતા. આ પછી તરત જ બે સશસ્ત્ર આતંકવાદીઓ એક ગામમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એક જવાન શહીદ થયો.

આ પણ વાંચો :-

મોંઘવારીનો વધુ એક માર! ટામેટાના ભાવ ૧૦૦ને પાર પહોંચ્યા

0

રાજ્યમાં મોઇવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ પર ભારે માર પડ્યો છે. એક સપ્તાહમાં શાકમાર્કેટમાં ૨૦ રૂપિયાના ટામેટાનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે. ભીંડાના રૂપિયા ૨૫થી રૂપિયા ૩૫તા ભાવે મળતા હતા તે હવે વધીને રુપિયા ૭૦ થી ૯૦ પહોંચ્યો છે. જ્યારે અન્ય શાકભાજીના પણ ભાવમાં વધારો થયો છે.

To Control Tomato's Price Hike, Centre Plans To Procure It From Other States

ટામેટાના ભાવમાં વધારો થવાનું કારણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ગરમીમાં વધારો અને ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવા મોટા ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં ગરમી વધવાને કારણે ટામેટાંની આવકમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.

આખા દેશમાં ટામેટાં સહિત બધા જ શાકભાજીના ભાવ વધી રહ્યા છે અને હરિયાણાના કરનાલમાં શાકભાજીના ભાવ અચાનક સાતમા સ્તરે પહોંચી ગયા છે. ૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લાલ ટામેટાં ૮૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, લીલા વટાણા જે ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા તે હવે ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સાથે જ દિલ્હી-એનસીઆર અને મુંબઈ જેવા મેટ્રો શહેરો સહિત ઘણા શહેરોમાં ટામેટાની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :-