હિટ એન્ડ રન કેસમાં શિવસેના નેતા અને તેના ડ્રાઈવરની ધરપકડ, પુત્ર હજુ પણ ફરાર

Share this story

મુંબઈના વરલી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. વરલીના કોલીવાડામાં રહેતા માછીમાર પતિ-પત્ની પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વા માછલી લેવા માટે સસૂન ડોક ગયા હતા. માછલીઓથી ભરેલા તેના સ્કૂટર સાથે પરત ફરતી વખતે તેને એક BMW કારે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વરલી પોલીસના જણાવ્યું મુજબ પતિ-પત્નીના સ્કૂટરને ટક્કર મારનાર BMW કારને મિહિર શાહ નામનો યોવક ચલાવી રહ્યો હતો. મિહિરના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્કૂટરને ટક્કર મારનાર કાર રાજેશ શાહના નામે રજીસ્ટર્ડ છે. તેમજ અકસ્માત બાદ મિહિરને ભાગવામાં મદદ કરવાના આરોપમાં તેમને કસ્ટડીમાં લીધા છે.

અધિકારીઓ અનુસાર, મિહિર શાહ દેશ છોડીને ભાગવાની શક્યતાઓ હોવાથી મુંબઈ પોલીસે રવિવારે સાંજે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યું છે. આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને શોધવા માટે છ ટીમો બનાવવામાં આવી છે. પોલીસને શંકા છે કે અકસ્માત સમયે મિહિર નશામાં હતો તેમજ અકસ્માતના થોડા સમય પહેલા તે જુહુના એક બારમાં હતો.

આ પણ વાંચો :-