ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં મોટા ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ ભૂસ્ખલનની ઘટના પાતાળ ગંગામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર બની હતી. ભૂસ્ખલનનો વીડિયો ચોંકાવનારો છે. વીડિયોમાં પહાડનો મોટો ભાગ તૂટીને નીચે આવી રહ્યો છે. રોડનો મોટો ભાગ તેની ઝપેટમાં આવી ગયો હતો. ભૂસ્ખલન બાદ રસ્તાના મોટા ભાગ પર માત્ર ધૂળના વાદળો જ દેખાતા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલની ઘટનાઓ વધી રહી છે. ચમોલી જિલ્લામાં પ્રવાસીઓની નજર સામે ભયાનક ભૂસ્ખલન થતાં લોકો ભયભીત બન્યા હતા. થોડી જ ક્ષણોમાં પહાડનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. લોકોએ આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ભૂસ્ખલન થયા બાદ પર્વતનો કાટમાળ રસ્તા પર પડ્યો હતો. આ કારણે જોશીમઠ-બદ્રીનાથ (NH-૭) હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
જોશીમઠ બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો. અગાઉ પણ ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ચોમાસા દરમિયાન ઘણા પહાડોમાં તિરાડ જોવા મળે છે. ઉત્તરાખંડમાં ચોમાસું બરાબર જામ્યું છે. અને વરસાદ પડી રહ્યો છે. નદીઓ બે કાંઠે વહી રહીછે. અને છેલ્લા ઘણા દિવસોથી, ભૂસ્ખલન અને કાટમાળને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		