દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં EDએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા છે. આટલું જ નહીં, EDએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી.
અરવિંદ કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વચ્ચેની વોટ્સએપ ચેટની વિગતો ચાર્જશીટમાં આપવામાં આવી છે. એવો આરોપ છે કે, કે કવિતાના પીએ વિનોદ મારફત ગોવાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને ૨૫.૫ કરોડ રૂપિયા મોકલ્યા હતા. EDનું કહેવું છે કે ચેટથી સ્પષ્ટ છે કે વિનોદ ચૌહાણના અરવિંદ કેજરીવાલ સાથે સારા સંબંધો હતા.
દિલ્હી સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી. આ માટે પાટનગરમાં ૩૨ ઝોન બનાવવામાં આવ્યા હતા. દરેક ઝોનમાં ૨૭ દુકાનો ખોલવાની હતી. કુલ ૮૪૯ દુકાનો ખોલવાની હતી. દિલ્હી સરકારે નવી દારૂની નીતિમાં તમામ ૧૦૦ ટકા દુકાનોને ખાનગી બનાવી દીધી છે. સરકારે કહ્યું કે આમ કરીને સરકારને ૩૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. તેમણે કહ્યું કે અગાઉ કોન્ટ્રાક્ટરો L-૧ લાયસન્સ માટે ૨૫ લાખ રૂપિયા ચૂકવતા હતા, પરંતુ નવી પોલિસીમાં તેમને ૫ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. જો કે, આ નીતિને કારણે સરકાર અને જનતા બંનેને નુકસાન થયું હોવાનો આરોપ હતો.
આ પણ વાંચો :-