Home Blog Page 710

દીકરો જેને માટે શહીદ થયો ત્યાજ સ્થાયી થવાની સુરતના પરિવારને ઇચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન રશિયન પ્રમુખે યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા ભારતીય સૈન્ય સહાયકોને વહેલી તકે મુકત કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીયોના પરિવારને વળતર પેકેજ અને રશિયાની નાગરિકતાની ઓફર કરી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે ભારત બેવડી નાગરિકતાનો સ્વીકાર કરતું નથી. આ દરમિયાન ૬ મહિના પૂર્વે યુક્રેનના હવાઇ હુમલામાં માર્યા ગયેલા વેલંજા નજીકના ઉમરાના હેમિલ માંગુકિયાના પિતા અશ્વિન માંગુકિયાએ રશિયાનું નાગરિકત્વ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ, સુરત, ભારતીય યુવાનો, નાગરિકત્ત્વ, વળતર, બીબીસી ગુજરાતી

માર્ચમાં જ્યારે અશ્વિનભાઇ તેમના પુત્ર હેમિલનો મૃતદેહ લેવા માટે રશિયા ગયા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે તેમના પરિવારને વળતર પેટે ૧.૩ કરોડ રૂપિયા અને રશિયાની નાગરિકતા અપાશે. એટલું જ નહીં પરિવારના સગીર બાળકને તેના ૧૮ વર્ષ થતાં સુધી માસિક ૧૮ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવાશે.

પણ ચોંકાવનારી વાત એ છે કે જેમણે પોતાનો પુત્ર યુક્રેન યુદ્ધમાં ગુમાવ્યો તે અશ્વિનભાઈ હવે સહપરિવાર ભારત છોડીને રશિયામાં સ્થાયી થવા માંગે છે. તેમણે અને તેમનાં પત્નીએ રશિયાના નાગરિક બનવાનું મન બનાવી લીધું છે.

માંગુકિયાએ જણાવ્યું હતું કે તેમણે રશિયામાં મારું બેન્ક ખાતું ખોલાવી આપ્યું હતું, જેમાં તેમણે મારા ખાતામાં ૪૫ લાખ રૂપિયા પણ ડિપોઝિટ કર્યા હતા. મારા દીકરાનાં લગ્ન પણ થયાં ન હતાં. રશિયન નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા કરવા માટે મારે અનેકાનેક વખત રશિયાનો પ્રવાસ કરવો પડશે. જોકે આ સમયે હેમિલની સાથે ચાર ભારતીયો યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો :-

ટેનામેન્ટ્સની જમીનોની માલિકી કોની? સભ્યો રિ-ડેવલપમેન્ટ કેમ નહીં કરી શકે?

રિ-ડેવલપમેન્ટના નામે બિલ્ડરોને વધારાનું અને કોમર્શિયલ બાંધકામ શા માટે આપવામાં આવે છે અને આવા બાંધકામો વેચીને થતી કમાણીનો ટેનામેન્ટ્સ માલિકોનો હિસ્સો કેમ નહીં?

ટેનામેન્ટ્સ જર્જરિત થાય, પોપડા ખરવા માંડે એકાદ-બે કે સામૂહિક મોતની ઘટનાઓ બને ત્યાર પછી જ ઉતારી પાડવાની પ્રક્રિયા કેમ કરાય છે? ખરેખર તો બાંધકામના સમયે જ બિલ્ડિંગનું આયુષ્ય નક્કી થઈ જતું હોય છે

ગરીબ, મજબૂર લોકોને ટેનામેન્ટસ દાનમાં કે મફત આપવામાં આવતા નથી, રૂપિયા વસુલીને આપવામાં આવતી મિલકતના ધારકનો ટેનામેન્ટ્સની જમીનની માલિકીમા રાસુકો હક્ક કેમ નહીં?

અન્ય ખાનગી મિલકતો પણ જર્જરિત થાય છે, તૂટી પડે છે ત્યાં કેમ સરકારી તંત્રો દોડી જતા નથી? બલ્કે મિલકત માલિકો સામે ગુના નોંધીને ડરાવવામાં આવે છે તો સરકારી તંત્રો કેમ જવાબદાર નહીં?

વૃદ્ધ થવું એ માત્ર સજીવ નહીં, નિર્જીવ માટે પણ એટલું જ સનાતન સત્ય છે. સજીવ વૃધ્ધ થાય એટલે મૃત્યુ પામે છે અને નિર્જીવ વૃદ્ધ થાય એટલે તૂટી પડે છે અને નામશેષ થઇ જાય છે.

આ ક્રમ સમગ્ર સૃ‌િષ્ટમાં લાગુ પડે છે અને ઇતિહાસ રચાતાં રહે છે પરંતુ આ બધાની વચ્ચે લાગણી, પ્રેમ, લગાવ સહિત અનેક પરિબળો વણાયેલા હોય છે. શેરી, મહોલ્લામાં રહેતો પરિવાર ઠેકાણું બદલે કે મિલકત તૂટી પડે ત્યારે પરિવાર ઉપરાંત તેમની સાથે સંકળાયેલા તમામ દુઃખની લાગણી અનુભવે છે. નવા ઘરમાં જવાનો ભલે આનંદ હોય, પરંતુ જૂના ઘરનો દરવાજો છોડવાનું આસાન નથી અને જ્યારે મજબૂરીવશ ઘર-પરિવાર છોડવાનું આવે ત્યારે વ્રજાઘાત થાય છે.

ગરીબો માટે ઘરનું ઘર હોવાનું સપનું જીવનની શ્રેષ્‍ઠ ઘટના હોય છે. ભલે એક રૂમ અને રસોડાનું ઘર હોય, પરંતુ માથે છત હોવાનો અહેસાસ ભૂખ્યા પેટે પણ આનંદ કરાવે છે. આપણા વડાપ્રધાન ભલે ભારતને વિશ્વની બીજા કે ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવાનાં બણગાં ફૂંકતા હોય, પરંતુ એક હકીકત એ પણ છે કે ભારત આજે પણ ગરીબ દેશ છે. કરોડો પરિવારો પાસે રહેવા માટે એક રૂમ-રસોડાનું કહેવા પૂરતું રહેવા માટે પોતીકું ઘર નથી, દેશના ૮૦ કરોડ લોકોને પાંચ કિલો અનાજ મફત આપવું પડે છે. આવી હાલત હોવા છતાં વિશ્વની હરોળની આર્થિક સત્તાની ‘ડીંગ’ હાકવા કરતા પહેલાં દેશના ગરીબ, મજબૂર, પરિવારોને પોતાનું કહી શકાય એવું છાપરું આપવામાં આવશે તો પણ ગરીબો એવું માની લેશે કે ભારત દેશ વિશ્વમાં સૌથી મહાન દેશ છે.

ખેર, પાછલાં કેટલાંક વર્ષોથી આવાસ યોજના નામે કરોડો લોકોના મનમાં ‘ઘરનું ઘર’ ના સપનાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોને મકાનો પણ મળ્યાં છે અને મળી રહ્યાં છે? પરંતુ આ બહુમાળી ઇમારતોની હાલત કેવી છે તેની કાળજી લેવાની ભાગ્યે જ કોઈએ દરકાર કરી હશે.

ઘરવિહોણા લોકોને આવાસ યોજના નામે લલચાવી મતો મેળવવાનો આખો ખેલ ચાલી રહ્યો છે. પરંતુ બીજી તરફ વર્ષો પુરાણી વસાહતો ‘રિ-ડેવલપમેન્ટ’ના નામે ઉતારી પાડી પુનઃનિર્માણના નામે કરોડોના સોદા કરવામાં આવે છે. એક હરીભરી વસાહતને તોડી પાડી શો‌િપંગ સેન્ટર કે કોમર્શિયલ બિ‌િલ્ડંગો બનાવી બિલ્ડરોને અધધ કમાણી કરવાની તક આપવામાં આવે છે. આ કમાણીમાં ‘અન્ય’ની કેટલી ભાગીદારી હશે એ કહેવાની જરૂર નથી.

ખરેખર તો મિલકત બિસ્માર થવાની શરૂઆત થાય એ દિવસથી જ રિપે‌િરંગ સહિતનાં પગલાં ભરવામાં આવે તો મિલકતો ધસી પડવાની ઘટનાઓનો જ છેદ ઉડાવી શકાય, પરંતુ કમનસીબે આવું થતું નથી. પહેલા છતના પોપડા પડે. બાલ્કની તૂટી પડે, કોલમ ફાટવાની શરૂઆત થાય અને એકાદ-બે કે સામૂહિક મોતની ઘટના બને ત્યાર પછી જ આપણા સમાજસેવકો, રાજકીય આગેવાનો આળસ ખંખેરીને ઊભા થાય છે. મૃતકને શ્રદ્ધાંજલિ આપવાનો ડ્રામા કરવામાં આવે છે.

મૃતકના સગાઓને થોડી ઘણી સરકારી, આર્થિક સહાય કરવામાં આવે અને પછી જ આખી ઇમારતનું પુનઃનિર્માણ કરવાનો ખેલ શરૂ થાય છે. પરંતુ પુનઃનિર્માણ મૂળભૂત ઢાંચા સાથે અને સરકારી ખર્ચે કરવાને બદલે કોઈ બિલ્ડર સાથે ‘તોડ’ કરવામાં આવે છે અને હયાત કરતાં વધુ બાંધકામ કરવાની અને વધારાની મિલકતો વેચીને કમાણી કરી લેવાનું આખું ‘ચોકઠું’ ગોઠવવામાં આવે છે.

ખરેખર તો કોઈ બહુમાળી બિ‌િલ્ડંગમાં માત્ર ફલેટનું વેચાણ કરવામાં આવતું નથી. ફલેટ ખરીદનાર સભ્યને બિ‌િલ્ડંગની જમીનની પણ માલિકી આપવામાં આવે છે અને મિલકતના દસ્તાવેજમાં પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ સરકારી આવાસોમાં ધરાર ઉલટી ગંગા છે. સરકાર અને મહાપાલિકા ઇચ્છે ત્યારે બહુમાળી ઇમારત ટેનામેન્ટ્સનું ગમે ત્યારે ‘‘રિ-ડેવલપમેન્ટ’’ કરાવી શકે છે. અને કહેવાતું ટેન્ડ‌િરંગ કરીને પોતાની પસંદગીના બિલ્ડરને રિ-ડેવલપમેન્ટની કામગીરી સોંપવામાં આવે છે.

ખરેખર આ અધિકાર ટેનામેન્ટ્સમાં રહેતા પરિવારોનો છે કારણ, આ ટેનામેન્ટ તેમને દાનમાં આપવામાં આવતા નથી. ચોક્કસ રકમ વસૂલ કરવામાં આવે છે. વળી સરકાર કે મહાનગરપાલિકા બેંકમાંથી નાણાં ઉઠાવી લે છે અને ટેનામેન્ટ ધારક લોનના હપ્‍તા ભરતો રહે છે. હવે સ્થિતિ સાવ સ્પષ્ટ છે. ટેનામેન્ટનું રિ-ડેવલપમેન્ટ સરકાર દ્વારા કઈ હેસિયતથી કરવામાં આવે છે. વળી રિ-ડેવલપમેન્ટ કરનાર બિલ્ડરને કોમર્શિયલ ઉપરાંત વધારાનું બાંધકામ (FSI) શા માટે આપવામાં આવે છે? બદલાયેલા નિયમો મુજબ વધારાનું બાંધકામ મળવાપાત્ર હોય તો એ ટેનામેન્ટ ધારકોનું છે. કારણ, ટેનામેન્ટ અને જમીનની માલિકી ટેનામેન્ટધારકોની છે.

પાછલા કેટલાક સમયથી સુરત સહિત રાજ્યના અન્ય નગરોમાં શહેરોમાં જર્જરિત ટેનામેન્ટ્સ ઉતારી પાડવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈએ ભાગ્યે જ આવાસમાં રહેતા ગરીબ, મધ્યમવર્ગી લોકોની લાગણીને સમજવાની કોશિશ કરી હશે બલ્કે પોલીસફોર્સને સાથે રાખીને પરિવારોને ડરાવીને મકાનો ખાલી કરાવવામાં આવે ત્યારે પીડિત પરિવારના મન-હૃદય ઉપર ઝિંકાતા હથોડાની વેદના ભાગ્યે જ કોઈ સમજી શકતું હશે.

સરકારનો મતલબ જ પ્રજાના હિતના રખેવાળ તરીકેનો છે, પરંતુ સત્તાની ખુરસીમાં ચઢી બેઠેલાઓને લોકોનો આર્તનાદ સંભળાતો નથી, ગામના સરપંચથી શરૂ કરીને છેક મુખ્યમંત્રીના દરબાર સુધી રજૂઆત કરવા જતા ગરીબોને, પીડિતોને ઘણી વખત ચોકિયાતો ઘર-ઓ‌િફસમાં ઘૂસવા પણ દેતા નથી. પછી પ્રજાની વેદના ક્યાંથી સંભળાય? આ તરફ સરકારી બાબુઓ રિ-ડેવલપમેન્ટ કે સંપાદનની ફાઇલો લઈને શાસકોની સહીઓ કરાવીને ખેલ પાડતા રહે છે અને ગરીબોનો આત્મા ગુંગળાઈને મરી જાય છે.

હકીકતમાં કોઈપણ આવાસ, મકાનન‌ું નિર્માણ કરવામાં આવે એ દિવસે જ તેની ‘મૃત્યુ‌િતથિ’ એટલે કે અૅક્સપાયરી ડેટ નક્કી થઈ જતી હોય છે પરંતુ જ્યાં સુધી જર્જરિત ઇમારતો ધસી પડે નહીં અને અનેકનાં મોત થાય નહીં ત્યાં સુધી તંત્ર હરકતમાં આવતું નથી.

૧૨ જુલાઈ, ૨૦૨૪/ શુક્રવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક વાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય.

‌મિથુનઃ

વાહન સુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્ક‌ઃ

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

‌સિંહઃ ‌

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

‌વૃ‌શ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ. સ્મૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

ગુજરાતમાં કુલ ૨૩૨૦ જગ્યાઓ માટે GSRTC કંડક્ટર ભરતી ૨૦૨૪

0

ગુજરાત એસટીમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ગુજરાત એસટી વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટર કક્ષાની ભરતી બહાર પાડવામાં આવી છે. સંસ્થા દ્વારા અગાઉની ભરવા પાત્ર કુલ ૩૩૪૨ જગ્યાઓને બદલે કુલ ૨૩૨૦ જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવામાં આવી છે.

GSRTC Conductor Recruitment 2023 Apply Online Driver 7404 Posts

ગુજરાત એસટી ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટ કંડક્ટર કક્ષા
જગ્યા ૨૩૨૦
શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ પાસ
વય મર્યાદા ૧૮થી ૩૪
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૪
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in

ગુજરાત એસટી ભરતી પોસ્ટ અંગે વિગતે માહિતી

 

કેટેગરી જગ્યા
બિનઅનામત ૯૫૩
E.W.S. ૨૩૧
સા.શૈ. પછાત વર્ગ ૬૨૬
અનુ.જાતિ ૧૬૨
અનુ.જન.જાતિ ૩૪૮
માજી સૈનિક ૨૩૨
દિવ્યાંગ ૯૨

નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા નિગમની કંડક્ટર કક્ષામાં One arm (OA), One Leg (OL), Both Arm (BA), Both Leg (BL), One Arm leg (OAL), Both leg one Arm (BLOA), Both Leg Arm (BLA) પ્રકારની દિવ્યાંગતા (મેડીકલ બોર્ડના અભિપ્રાયને આધારે) ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે તે માટે મંજૂરી આપેલ હોઈ, તે મંજૂરી મુજબની જ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જાહેરાત ક્રમાંક GSRTC/૨૦૨૩૨૪/૩૨ કંડક્ટર કક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત Re-Open કરવામાં આવે છે.

આ સાથેની સુચનાઓ મુજબ સંબંધિત ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૩/૭/૨૦૨૪ થી ૧૭/૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો :-

સુરતમાં ટેનામેન્ટ ખાલી કરાવવા મેગા ડ્રાઈવ, ૫૦૦થી વધુ પોલીસ તૈનાત

0

સુરતના સચિનના પાલીમાં ૬ માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે મોરચો માંડવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રિંગરોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવતાં નહોતા. જેથી આજે પોલીસના ૫૦૦ જવાનો સહિતના કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.

સુરતના રીંગરોડ જેવા પ્રાઈમ લોકેશન પર આવેલા માનદરવાજા ટેનામેન્ટ અને શોપિંગ સેન્ટર સમય જતાં જર્જરિત થતા વર્ષ ૨૦૧૬થી નોટિસ આપવાની કામગીરી શરૂ થઈ હતી. ગુજરાત સરકારના ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટને ગ્રહણ નડી રહ્યું છે અને એક બે નહીં પરંતુ સાત-સાત વખત ટેન્ડર બહાર પાડ્યા છે પરંતુ તેમાં હજી સુધી એક પણ એજન્સીની ઓફર મળી નથી. હાલમાં સાતમી વાર ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં ઓનલાઈન ટેન્ડરમાં બે એજન્સીની ઓફર આવી હતી. પરંતુ આ એજન્સી ઓફલાઈન આવી ન હતી જેના કારણે હવે આઠમી વાર ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી છે.

માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે ૩૫૦ જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ ૧૦૦ કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને ૫૦૦ કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.

આ પણ વાંચો :-

કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના પાંચેય કાર્યકરોની જામીન અરજી ફગાવી

0

ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુધર્મ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.

Congress office stone pelting case Bail denied to five Congress workers

જામીન અરજીની સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.આમ પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી છે હવે તેમણે જેલમાં રહેવું પડશે.૧ જુલાઈની મોડી રાતના ચાર વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં. કેટલાંક પોસ્ટર પર કાળો સ્પ્રે માર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એસીપી, કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત સાત લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના ૨૦૦થી ૨૫૦ જેટલા અને ભાજપના ૧૫૦-૨૦૦ કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં અલગ-અલગ કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો :-

સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ AAPના તમામ પદ પથી આપ્યું રાજીનામું

સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડિયાએ આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગિતા ન હોય તેવી વાત કરીને તેમણે રાજીનામું ધરી દીધું હતું.

સુરતમાં રાજકીય ખળભળાટ, કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા દિનેશ કાછડિયાનું તમામ હોદ્દા પરથી રાજીનામું 1 - image

ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’ને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુરજાત AAP માં પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ પાર્ટીના તમામ પદ પથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ રાજીનામું આપવાની સાથે ચોંકાવના કારણ પણ જણાવ્યું છે. રાજીનામામાં તેમણે લખ્યું કે, ‘રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમ જ છેલ્લા એક વર્ષના મારા આ પાર્ટી સાથેના કાર્યાનુભવોને જોતાં AAP, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું…’

તેઓએ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ. સવિનય… હું દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષના મારા આ પાર્ટી સાથેના કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું.

આ પણ વાંચો :-

NEET-UG: CBIએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કર્યો, શું પરીક્ષા ફરી લેવાશે?

0

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGમાં થયેલી ગેરરીતિઓ નકારણે પરીક્ષા રદ કરી ફરીવાર યોજવાની માગ કરતી અનેક અરજીઓ પર વધુ સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે.

દરેકને સન્માન સાથે મરવાનો અધિકાર છે, સુપ્રીમ કોર્ટ ઈચ્છામૃત્યુના નિયમોમાં સુધારો કરવા તૈયાર છે - Gujarati News | Supreme Court is ready to amend the rules of euthanasia ...

મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGના કથિત પેપર લીક કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આજે (૧૧ જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં ફાઈલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે NEET UG કેસની સુનાવણી શુક્રવારે (૧૨ જુલાઈ) એટલે કે આવતીકાલ સુધી મોકૂફ રાખી છે. અરજદારોને કેન્દ્ર અને એનટીએ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર તેમના જવાબો ફાઈલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે. NTAએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર તૈયાર કરવા માટે કડક સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે. ઘણા વિષય નિષ્ણાતોની હાજરીમાં પેપરો તૈયાર કરવામાં આવે છે. તેઓ સીલબંધ કરવમાં રાખવામાં આવે છે. સીસીટીવી કેમેરા હેઠળ પ્રિન્ટીંગ કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા હેઠળ અને જીપીએસ ટ્રેકર અને ડીજીટલ લોક સાથે પેપર મોકલવામાં આવે છે.

આ પણ વાંચો :-

ICAI અને CA ફાઈનલ પરિણામ જાહેર, આ રીતે જોઈ શકો છો તમારું પરિણામ

0

ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ-૨૦૨૪ના પરિણામો આજે, ૧૧ જુલાઈએ જાહેર કર્યા છે. આ પરિણામમાં મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. ઈન્ટરમાં ઑલ ઈન્ડિયા ફર્સ્ટ અને સેકન્ડ રેંકમાં રાજ્યના ત્રણ વિદ્યાર્થી છે જેમાં ભિવંડીનો દુશાગ્ર રૉય પહેલા અને કોલાનો ગુજરાતી વિદ્યાર્થી યુગ કારિયા અને ભાયંદરનો યજ્ઞ ચંદોક બીજા ક્રમાકે છે.

ICAI CA Result 2024: 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ 1 - image

જ્યારે ફાયનલની વાત કરીએ તો ઑલ ઈન્ડિયા ટૉપરમાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા અને સેકન્ડ રેકમાં નવી દિલ્હીની વર્ષા અરોરાનું નામ ઝળક્યું છે જ્યારે ઑલ ઈન્ડિયા થર્ડ રેંકમાં મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ અને નવી મુંબઈના ઘીલમન સલીમ અંસારીનો સમાવેશ થાય છે.

ICAI CA ફાઇનલ, ઇન્ટર રિઝલ્ટ ૨૦૨૪ કેવી રીતે ચેક કરવું?

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ icai.org, icai.nic.in પર જાઓ.
  • ત્યાં ICAI CA ફાઇનલ, ઇન્ટર રિઝલ્ટ ૨૦૨૪ લિંક પર ક્લિક કરો.
  • એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો.
  • રિઝલ્ટ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
  • તેને ચેક અને તેને ડાઉનલોડ કરી લો.

આ જ રીતે સીએ ઈન્ટરમીડિયએટ મે ૨૦૨૧ની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે ૫૩૮ (૮૯.૬૭%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે. તેના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ ૫૨૬ (૮૭.૬૯%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ ૫૧૯ (૮૬.૫૦%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.

આ પણ વાંચો :-