ગુજરાત એસટીમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ગુજરાત એસટી વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટર કક્ષાની ભરતી બહાર પાડવામાં આવી છે. સંસ્થા દ્વારા અગાઉની ભરવા પાત્ર કુલ ૩૩૪૨ જગ્યાઓને બદલે કુલ ૨૩૨૦ જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવામાં આવી છે.
ગુજરાત એસટી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
પોસ્ટ | કંડક્ટર કક્ષા |
જગ્યા | ૨૩૨૦ |
શૈક્ષણિક લાયકાત | ધોરણ ૧૨ પાસ |
વય મર્યાદા | ૧૮થી ૩૪ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૭ જુલાઈ ૨૦૨૪ |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
ગુજરાત એસટી ભરતી પોસ્ટ અંગે વિગતે માહિતી
કેટેગરી | જગ્યા |
બિનઅનામત | ૯૫૩ |
E.W.S. | ૨૩૧ |
સા.શૈ. પછાત વર્ગ | ૬૨૬ |
અનુ.જાતિ | ૧૬૨ |
અનુ.જન.જાતિ | ૩૪૮ |
માજી સૈનિક | ૨૩૨ |
દિવ્યાંગ | ૯૨ |
નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા નિગમની કંડક્ટર કક્ષામાં One arm (OA), One Leg (OL), Both Arm (BA), Both Leg (BL), One Arm leg (OAL), Both leg one Arm (BLOA), Both Leg Arm (BLA) પ્રકારની દિવ્યાંગતા (મેડીકલ બોર્ડના અભિપ્રાયને આધારે) ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે તે માટે મંજૂરી આપેલ હોઈ, તે મંજૂરી મુજબની જ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જાહેરાત ક્રમાંક GSRTC/૨૦૨૩૨૪/૩૨ કંડક્ટર કક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત Re-Open કરવામાં આવે છે.
આ સાથેની સુચનાઓ મુજબ સંબંધિત ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૩/૭/૨૦૨૪ થી ૧૭/૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો :-