ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ-૨૦૨૪ના પરિણામો આજે, ૧૧ જુલાઈએ જાહેર કર્યા છે. આ પરિણામમાં મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. ઈન્ટરમાં ઑલ ઈન્ડિયા ફર્સ્ટ અને સેકન્ડ રેંકમાં રાજ્યના ત્રણ વિદ્યાર્થી છે જેમાં ભિવંડીનો દુશાગ્ર રૉય પહેલા અને કોલાનો ગુજરાતી વિદ્યાર્થી યુગ કારિયા અને ભાયંદરનો યજ્ઞ ચંદોક બીજા ક્રમાકે છે.
જ્યારે ફાયનલની વાત કરીએ તો ઑલ ઈન્ડિયા ટૉપરમાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા અને સેકન્ડ રેકમાં નવી દિલ્હીની વર્ષા અરોરાનું નામ ઝળક્યું છે જ્યારે ઑલ ઈન્ડિયા થર્ડ રેંકમાં મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ અને નવી મુંબઈના ઘીલમન સલીમ અંસારીનો સમાવેશ થાય છે.
ICAI CA ફાઇનલ, ઇન્ટર રિઝલ્ટ ૨૦૨૪ કેવી રીતે ચેક કરવું?
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ icai.org, icai.nic.in પર જાઓ.
- ત્યાં ICAI CA ફાઇનલ, ઇન્ટર રિઝલ્ટ ૨૦૨૪ લિંક પર ક્લિક કરો.
- એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો.
- રિઝલ્ટ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
- તેને ચેક અને તેને ડાઉનલોડ કરી લો.
આ જ રીતે સીએ ઈન્ટરમીડિયએટ મે ૨૦૨૧ની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે ૫૩૮ (૮૯.૬૭%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે. તેના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ ૫૨૬ (૮૭.૬૯%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ ૫૧૯ (૮૬.૫૦%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.
આ પણ વાંચો :-