આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. આગામી વિધાનસભા પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ, વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીના આનંદ અને આપ કાઉન્સિલર ઉમેદ સિંડ ફોગાટ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
તાજેતરમાં એપ્રિલ મહિના દરમિયાન રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે, રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. BJPના બાંસુરી સ્વરાજે આ સીટ પર ૮૭,૩૭૦ વોટથી જીત મેળવી હતી. તેમને ૪,૫૩,૧૮૫ મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી ૩,૭૪,૮૧૫ મતો સાથે બીજા ક્રમે છે.
પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજકુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે, તેમણે રાજીનામું એટલા માટે આપ્યું કારણ કે તેઓ પોતાનું નામ ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર’ સાથે જોડાવા માંગતા ન હતા.
આ પણ વાંચો :-