દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ શહેરમાં એક શાળાને નિશાન બનાવીને ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને કેટલાક અન્ય ઘાયલ થયા. વાસ્તવમાં, જ્યારે ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે કેટલાક લોકો સ્કૂલ કેમ્પસમાં તંબુઓમાં રહેતા હતા. સુરક્ષા સૂત્રોએ મંગળવારે શિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ઇઝરાયેલના વિમાનોએ અલ-અવદા સ્કૂલના ગેટને મિસાઇલ વડે નિશાન બનાવ્યું. ખાન યુનિસના પૂર્વમાં આવેલા અબાસન અલ-કબીરા શહેરમાં સેંકડો વિસ્થાપિત લોકો રહે છે.
નાસિર હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, આ હુમલો દક્ષિણી શહેર ખાન યુનિસ નજીક અબાસનમાં અલ-અવદા સ્કૂલના ગેટ પર થયો હતો. હમાસ સંચાલિત પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા હતા.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પેલેસ્ટિનિયન કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, ડઝનેક મૃતદેહો લોહીથી લથપથ જમીન પર પડેલા જોવા મળે છે. તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. સૂત્રોએ શિન્હુઆને જણાવ્યું કે આ વિસ્તારમાં વિસ્થાપિત લોકોની મોટી ભીડને કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
આ પણ વાંચો :-