back to top
Home Blog Page 672

પીએમ મોદી પ્લેન નહિ પણ ટ્રેનમાં પહોંચશે યુક્રેન, જાણો ટ્રેનની ખાસિયત

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડની મુલાકાતે છે. પોલેન્ડમાં આજે (22 ઓગસ્ટ) પીએમનો બીજો દિવસ છે. પોલેન્ડ પછી તેઓ યુક્રેનની એક દિવસીય મુલાકાત લેશે. છેલ્લા 30 વર્ષોમાં પહેલીવાર કોઇ ભારતીય પીએમ યુક્રેનની મુલાકાત લેશે. વડાપ્રધાનની યુક્રેન મુલાકાતની એક ખાસ વાત એ છે કે, તેઓ પ્લેનના બદલે ‘રેલ ફોર્સ વન’ નામની ટ્રેનમાં ત્યાં જશે. આ પાછળનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચે સતત ડ્રોન અને રોકેટ હુમલા પણ થતાં હોય છે. આ સ્થિતિમાં કોઇપણ વૈશ્વિક નેતા માટે પ્લેનમાં મુસાફરી કરવી ઘણી જોખમી છે, આ કારણસર પીએમ મોદી ટ્રેનથી યુક્રેન જશે.

PM Modi Highlights News Updates: PM Narendra Modi emplanes from Warsaw, to travel to Ukraine in second leg of his two-nation visit - The Economic Times

પીએમ મોદી જે ટ્રેનમાં મુસાફરી કરી યુક્રેન જવાના છે, તે કોઇ સામાન્ય ટ્રેન નથી. આ વિશેષ રૂપે ડિઝાઇન કરાયેલી એક લક્ઝુરિયસ ટ્રેન છે. પીએમ મોદી પહેલા વિશ્વના ઘણાં દિગ્ગજ નેતાઓ પણ આ ટ્રેનમાં મુસાફરી કરી ચુક્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તથા જર્મનીના ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝ પણ સામેલ છે.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટમાંથી નથી મળી રાહત

0

CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઈ છે. CBI દ્વારા વધુ સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો અને 5 સપ્ટેમ્બરે કેસની યાદી આપવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂનના રોજ કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ HCમાં દાખલ PIL પર 28 માર્ચે થશે સુનાવણી, CM પદેથી હટાવવાની કરી માંગ - Gujarati News | PIL filed in HC against Arvind Kejriwal to be heard tomorrow demanding

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, એક કેસમાં એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે અને બીજી અરજીનો જવાબ આપવા માટે CBIને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. જો કોઈ જવાબ હોય તો બે દિવસ પછી ફાઇલ કરે. આ બાબત 5 સપ્ટેમ્બર, 2024ના રોજ સૂચિબદ્ધ કરવામાં આવે. ધરપકડને પડકારવાની સાથે-સાથે કેજરીવાલે જામીન માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

CBIએ કેજરીવાલની અરજીનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. વિવાદાસ્પદ આબકારી નીતિના ઘડતર અને અમલીકરણમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતા CBIએ કહ્યું કે, તપાસ પૂર્ણ કરવા માટે કેજરીવાલની ધરપકડ જરૂરી હતી. ખાસ કરીને તેના કારણે કે પુરાવા હોવા છતાં તેઓ સહકાર આપી રહ્યો નહોતા. ગુરુવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેના જવાબમાં CBIએ કહ્યું કે, કેજરીવાલ ષડયંત્રનો ભાગ હતા.

આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલને લઈને એક કેમ્પેઈન લોન્ચ કર્યું હતું. પાર્ટીએ એક સુત્ર પણ આપ્યું હતું કે મનીષ સિસોદિયા આવ્યા, અરવિંદ કેજરીવાલ પણ આવશે. પાર્ટીએ જણાવ્યું કે તાનાશાકની જેલની દીવાલો તોડીને અરવિંદ કેજરીવાલ બહાર આવશે.

આ પણ વાંચો :-

40 ભારતીય મુસાફરોને કાઠમંડુ લઈ જતી બસ નદીમાં ખાબકી, 14ના મોત

0

નેપાળના તનહૂં જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય મુસાફરોને લઇ જઇ રહેલી બસ માર્સ્યાંગદી નદીમાં ખાબકી ગઇ છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ડીએસપી દીપુકમાર રાયે જાણકારી આપી હતી કે UP-FT-7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી ગઇ છે અને હવે નદીના કિનારે પડી છે.

Image

દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલ્યા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે. આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

પત્ની સાથે ઝગડો થતા સુરતની રેલવે લાઈનના થાંભલા પાર ચઢ્યો યુવક

સુરત રેલવે સ્ટેશન પર અજીબો ગરીબ ઘટના બની હતી. ધવલ જાદવ નામનો યુવાન સુરત રેલવે લાઇનના થાંભલા પર ચઢી ગયો હતો. ત્યારબાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો. નશાની હાલતમાં રહેલા યુવકને નીચે ઉતારવા માટે લોકોએ રાડા રાડ કરી મૂકી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, નશાની હાલતમાં રહેલો યુવક પથ્થરો લઈને ચડ્યો હોવાથી પથ્થરો ફેંકી રહ્યો હતો. જેથી ટ્રેનોને 3 કલાક માટે રોકવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે. આ કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે ઉપરાંત સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને RPFના જવાનો પણ દોડતા થઈ ગયા હતા. યુવકનું રેસ્ક્યૂ કરવા હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો.તે નશામાં હોવાથી હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી ડાન્સ કરતો હતો.

ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યા અને આ યુવકને સમજાવવા પ્રયાસ કર્યો હતો. છતાં પણ તે નહીં સમજતાં તેને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓએ તેને પકડી પાડ્યો હતો. રૂપિયા અને મોબાઇલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો. યુવકની પૂછપરછ કરતાં પોતે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો. યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી હતી.

ફાયર ઓફિસર મહેશ પટેલે કહ્યુ કે, ફાયરની ટીમ રાત્રે બે વાગ્યે પહોંચી હતી. ધવલ પાસે પથ્થર પણ હતો. જેથી મારી દેવાનો ડર હતો. 3 કલાક સુધી રેલ વ્યવહાર અટકતા ફાયર જવાન મુકેશ સૂર્યવંશી ઉપર ચઢ્યો હતો. 2 વાર યુવાને ફાયરના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. રેલવે એન્જીન અને સીડીની મદદથી તેને નીચે ઉતરવામાં આવ્યો હતો. 3 કલાકની જહેમદ બાદ ફાયરની ટીમે ધવલને નીચે ઉતાર્યો હતો. પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઇનના થાંભલા પર ચઢ્યો હતો.

આ પણ વાંચો :-

૨૩ ઓગસ્ટ, ૨૦૨૪ / શુક્રવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇરછા પ્રબ‍ળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્રે સંબંધિત કાયોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શકયતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી ધંધામાં રાહત.

‌મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આધાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી ધંધામાં પ્રગતિ થવાની આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણો નું સારૂફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્ક‌ઃ

આનંદ-ઉત્સાહ ભયો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાયોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શકયતા. સ્વાસ્થય સારૂં રહેશે.

‌સિંહઃ ‌

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનો ની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બયતી ના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંધર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે- અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

‌વૃ‌શ્ચિકઃ

નાના ભાઇ બહેન તરફથી ચિંતા રહે. અેમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલકતો થી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી- કફ ની શકયતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શકય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ધણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંઘો વધે. આવક વધે, ઝવેરાત- સોનું- ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

કોંગ્રેસની ન્યાયયાત્રા અમદાવાદ પહોંચી, સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભામાં જોડાશે

0

કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં બનેલ કરુણાંતિકાને લઈને મોરબીથી ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું. આ ન્યાય યાત્રા 280 કિલોમીટરનુ અંતર કાપીને આજે અમદાવાદ ખાતે પહોચી છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના કાર્યાલયથી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યાત્રા પહોચશે. આ ન્યાયયાત્રામાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જોડાયા છે.

Congress Nyaya Yatra will end in Ahmedabad | Congress: કોંગ્રેસની ન્યાય યાત્રાનો થયો ફિયાસ્કો, હવે ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થશે સમાપન

આજે બપોરે 3:00 વાગે રાજીવ ગાંધી ભવનથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા કાઢવામાં આવશે. આ પદયાત્રામાં લોકો ભાજપ સરકારમાં થયેલા ભ્રષ્ટ્રાચાર, અને તાજેતરમાં સેબી અંગેના હિડનબર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલા કૌભાંડના પ્લે-કાર્ડ સાથે જોડાશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભામાં જોડાશે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રસ્તા પર જઇને લોકોની વચ્ચે જઇને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.

અતિવૃષ્ટિથી નુકસાન, પાણી ભરાવવાની સમસ્યા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ન્યાય યાત્રા શરૂ કરી હતી. જ્યાં સરકાર લોકોના પ્રશ્નોને સાંભળતી નથી, ત્યાં કોંગ્રેસની ન્યાય યાત્રાના કારણે સરકારે એક્શનમાં આવી લોક સંવાદ કરવો પડ્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે ન્યાય યાત્રામાં એક ઘડો રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોના પ્રશ્નો મેળવ્યા છે, આ પ્રશ્નોને કોંગ્રેસના નેતાઓ સરકાર સુધી પહોંચાડશે. અમને સંતોષ છે કે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો, જેને લોકોનો અવાજ સંભળાતો ન હતો તેમને સામેથી લોકોનો સંપર્ક કરવો પડ્યો.

આ પણ વાંચો :-

કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટની મમતા સરકારને ફટકાર

0

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા કેસમાં CBIએ નવો ખુલાસો કર્યો છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ડૉક્ટર પર ગેંગરેપ નથી થયો. સીબીઆઈના જણાવ્યા અનુસાર, સંજય રોય નામનો વ્યક્તિ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યામાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે 13 ઓગસ્ટે આ કેસની તપાસની જવાબદારી CBIને સોંપવામાં આવી હતી.

पश्चिम बंगाल में राष्ट्रपति शासन होगा लागू? सुप्रीम कोर्ट में शुरू हुई अहम सुनवाई

સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું કે સવારે 10:10 વાગ્યે હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે મહિલા અર્ધ-નગ્ન હાલતમાં પડી છે, મેડિકલ બોર્ડનું માનવું છે કે બળજબરી અને જીડીની શક્યતા છે. એન્ટ્રી બતાવે છે કે પોસ્ટમોર્ટમ બાદ આ વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તમારો રેકોર્ડ જોઈ રહ્યા છીએ. આ કોઈ અકુદરતી મૃત્યુ નહોતું. પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે FIR નોંધવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે તમે જીડી (જનરલ ડાયરી)માં અકુદરતી મૃત્યુ દાખલ કરી છે. આ પહેલા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. તપાસ એજન્સીએ સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં ફાઈલ કર્યો હતો. એજન્સીએ અત્યાર સુધીની તપાસ અંગે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી. સીબીઆઈએ પોલીસ તપાસમાં બેદરકારી અંગે કોર્ટને જાણ કરી હતી. તપાસ એજન્સીએ શંકાના આધારે પૂછપરછ કરાયેલા લોકોની વિગતો પણ સુપ્રીમ કોર્ટને આપી છે.

CJIએ પૂછ્યું કે આરોપીનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે. તેના પર એસજીએ કહ્યું કે તે અમને આપવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે આ કેસ ડાયરીનો ભાગ છે અને તેને રજૂ કરવામાં આવ્યો છે. સીબીઆઈના વકીલ એસ.જી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે 5માં દિવસે ક્રાઈમ સીનમાં પ્રવેશ્યા છીએ અને સીબીઆઈ માટે તપાસ શરૂ કરવી એક પડકાર છે અને ગુનાનું દ્રશ્ય બદલાઈ ગયું છે. એસજીએ કહ્યું કે અગ્નિસંસ્કાર પછી 11:45 વાગ્યે પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવી, પછી તેઓએ માતાપિતાને કહ્યું કે તે આત્મહત્યા છે, પછી મૃત્યુ અને પછી હોસ્પિટલમાં ડૉક્ટરના મિત્રોએ વીડિયોગ્રાફીનો આગ્રહ કર્યો અને આ રીતે તેમને પણ શંકા છે કે કંઈક છે.

આ પણ વાંચો :-

લદ્દાખના લેહમાં બસ ઊંડી ખીણમાં પડી જતાં છ લોકોના મોત, 22 ઘાયલ

0

લેહના ડરબુક વિસ્તારમાં ગુરુવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક બસ અથડાઈને 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. પ્રાથમિક માહિતી મળી રહી છે કે છ લોકો માર્યા ગયા છે. લગભગ 22 અન્ય લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

દુર્ઘટનાની માહિતી મળ્યા પછી, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં વ્યસ્ત છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકો ક્યાંથી આવતા હતા અને ક્યાં જતા હતા તે અંગેની માહિતી હાલ બહાર આવી નથી.

ઈજાગ્રસ્તોને લેહની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા માટે વહીવટીતંત્રે ત્રણ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. ભારતીય સેના, લદ્દાખ પોલીસ, મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જેમણે સાથે મળીને ઘાયલોને આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો :-

દેશમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, આ ત્રણ રાજ્યમાંથી 14 આતંકી ઝડપાયા

0

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી કુલ 14 આતંકવાદીઓને ઝડપી લઈને દેશમાં મોટાપાયે આતંકી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે, પોલીસે રાજસ્થાનના ભિવાડીમાંથી છ આતંકી પકડી પાડ્યા છે. તે ઉપરાંત ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાંથી બીજા આઠ આતંકવાદી ઝડપાયા છે.

ઝડપાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો ઉપરાંત આતંકવાદનો પ્રચાર-પ્રસાર કરતું સાહિત્ય પણ જપ્ત લેવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન અલ કાયદા વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી છે. રાંચી, કટક અને અલીગઢમાં દરોડા પાડીને આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે જેઓ જાહેર સ્થળોએ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ આતંકી જૂથનો નેતા રાંચીનો ડૉ. ઇશ્તિયાક છે જેણે ભારતમાં ખિલાફતની જાહેરાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ : લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઝડપાયા | 2 terrorists of Lashkar e Taiba arrested in Jammu and Kashmir - Gujarat Samachar

પ્રાથમિક તપાસ અનુસાર આ મૉડ્યૂલનું સંચાલન રાંચીનો ડૉ. ઇશ્તિયાક કરતો હતો. તે દેશના વિવિધ વિસ્તારમાં મોટી આતંકવાદી ગતિવિધિને અંજામ આપવાની ફિરાકમાં હતો. મૉડ્યૂલના સભ્યોને અલગ અલગ સ્થળો પર હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પોલીસે રાજસ્થાનના ભિવાડીથી હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેતા છ શંકાસ્પદની અટકાયત કરી છે.

શંકાસ્પદોની પૂછપરછ બાદ સ્પેશ્યલ સેલની ટીમે ઝારખંડ અને યુપીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કૂલ આઠ શંકાસ્પદની પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અત્યારે વિવિધ સ્થળો પર પૂછપરછ ચાલી રહી છે અને નેટવર્ક સાથે જોડાયેલા વધુ લોકોની ધરપકડ થઇ શકે છે. કેટલાક સ્થળો પર અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે અને હથિયાર, દારૂગોળો, જેહાદી અને આતંકી સાહિત્ય વગેરે સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અલકાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ વિરૂદ્ધ ઝારખંડમાં લોહરદગા, હજારીબાગમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

બિહારમાં ગમ્ખવાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોનાં કમકમાટીભર્યા મોત

0

બિહારના ભોજપુર જિલ્લામાં ગુરુવારે થયેલી માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા. જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. મામલો ગજરાજગંજ વિસ્તારનો છે. કાર સવાર તમામ લોકો વિંધ્યાચલથી માતા વિંધ્યવાસિની દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે તેમની કાર અચાનક ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. ઘટનાના સમયે કારમાં લગભગ સાત લોકો સવાર હતાં. તેમાંથી પાંચ લોકોના મોત નીપજ્યાં જ્યારે બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.

અમદાવાદ કચ્છ હાઈવે પર ભયાનક અકસ્માત, દલવાડી સમાજના ચાર લોકોને કાળ ભરખી ગયો | Horrific accident on Ahmedabad Dhrangadhra highway four people died - Gujarat Samachar

પોલીસના જણાવ્યા મુજબ ભોજપુર જિલ્લાના કમરિયા ગામના સાત લોકો મહિન્દ્રા એસયુવી કારથી વિંધ્યાચલ માતાના દર્શન કરવા માટે ગયા હતાં. ગુરુવારની સવારે આ તમામ લોકો પાછા ફર્યાં હતાં. આ દરમિયાન આરા-બક્સર ફોરલેન પર બીબીગંજ નજીક કાર ડ્રાઈવરનું નિયંત્રણ વાહનથી હટી ગયુ અને તે રસ્તાની વચ્ચે ડિવાઈડર સાથે ટકરાયું. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કારને સંપૂર્ણ નુકસાન થયું છે.

તમામ મૃતક અને ઈજાગ્રસ્ત અજીમાબાદ વિસ્તારના કમરિયાંવ ગામના રહેવાસી છે. એક જ પરિવારના આ લોકો વર્તમાનમાં પટના બેલી રોડ સ્થિત પોતાના મકાનમાં રહે છે. મૃતકોમાં માતા-પિતા, ભાઈ-બહેન અને એક માસૂમ બાળકનું મોત નીપજ્યું, જ્યારે ઘરની પુત્રવધૂ અને એક બાળકી ઈજાગ્રસ્ત છે. બંનેને આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભૂપ નારાયણસ (56), રેણુ દેવી (50), વિપુલ પાઠક (28) વર્ષ લગભગ, અર્પિતા પાઠક (25) અને હર્ષ પાઠક (3) સામેલ છે.

આ પણ વાંચો :-