વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડની મુલાકાતે છે. પોલેન્ડમાં આજે (22 ઓગસ્ટ) પીએમનો બીજો દિવસ છે. પોલેન્ડ પછી તેઓ યુક્રેનની એક દિવસીય મુલાકાત લેશે. છેલ્લા 30 વર્ષોમાં પહેલીવાર કોઇ ભારતીય પીએમ યુક્રેનની મુલાકાત લેશે. વડાપ્રધાનની યુક્રેન મુલાકાતની એક ખાસ વાત એ છે કે, તેઓ પ્લેનના બદલે ‘રેલ ફોર્સ વન’ નામની ટ્રેનમાં ત્યાં જશે. આ પાછળનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચે સતત ડ્રોન અને રોકેટ હુમલા પણ થતાં હોય છે. આ સ્થિતિમાં કોઇપણ વૈશ્વિક નેતા માટે પ્લેનમાં મુસાફરી કરવી ઘણી જોખમી છે, આ કારણસર પીએમ મોદી ટ્રેનથી યુક્રેન જશે.
પીએમ મોદી જે ટ્રેનમાં મુસાફરી કરી યુક્રેન જવાના છે, તે કોઇ સામાન્ય ટ્રેન નથી. આ વિશેષ રૂપે ડિઝાઇન કરાયેલી એક લક્ઝુરિયસ ટ્રેન છે. પીએમ મોદી પહેલા વિશ્વના ઘણાં દિગ્ગજ નેતાઓ પણ આ ટ્રેનમાં મુસાફરી કરી ચુક્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તથા જર્મનીના ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝ પણ સામેલ છે.
આ પણ વાંચો :-