CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઈ છે. CBI દ્વારા વધુ સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો અને 5 સપ્ટેમ્બરે કેસની યાદી આપવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂનના રોજ કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, એક કેસમાં એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે અને બીજી અરજીનો જવાબ આપવા માટે CBIને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. જો કોઈ જવાબ હોય તો બે દિવસ પછી ફાઇલ કરે. આ બાબત 5 સપ્ટેમ્બર, 2024ના રોજ સૂચિબદ્ધ કરવામાં આવે. ધરપકડને પડકારવાની સાથે-સાથે કેજરીવાલે જામીન માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
CBIએ કેજરીવાલની અરજીનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. વિવાદાસ્પદ આબકારી નીતિના ઘડતર અને અમલીકરણમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતા CBIએ કહ્યું કે, તપાસ પૂર્ણ કરવા માટે કેજરીવાલની ધરપકડ જરૂરી હતી. ખાસ કરીને તેના કારણે કે પુરાવા હોવા છતાં તેઓ સહકાર આપી રહ્યો નહોતા. ગુરુવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેના જવાબમાં CBIએ કહ્યું કે, કેજરીવાલ ષડયંત્રનો ભાગ હતા.
આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલને લઈને એક કેમ્પેઈન લોન્ચ કર્યું હતું. પાર્ટીએ એક સુત્ર પણ આપ્યું હતું કે મનીષ સિસોદિયા આવ્યા, અરવિંદ કેજરીવાલ પણ આવશે. પાર્ટીએ જણાવ્યું કે તાનાશાકની જેલની દીવાલો તોડીને અરવિંદ કેજરીવાલ બહાર આવશે.
આ પણ વાંચો :-