કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં બનેલ કરુણાંતિકાને લઈને મોરબીથી ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું. આ ન્યાય યાત્રા 280 કિલોમીટરનુ અંતર કાપીને આજે અમદાવાદ ખાતે પહોચી છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના કાર્યાલયથી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યાત્રા પહોચશે. આ ન્યાયયાત્રામાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જોડાયા છે.
આજે બપોરે 3:00 વાગે રાજીવ ગાંધી ભવનથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા કાઢવામાં આવશે. આ પદયાત્રામાં લોકો ભાજપ સરકારમાં થયેલા ભ્રષ્ટ્રાચાર, અને તાજેતરમાં સેબી અંગેના હિડનબર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલા કૌભાંડના પ્લે-કાર્ડ સાથે જોડાશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભામાં જોડાશે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રસ્તા પર જઇને લોકોની વચ્ચે જઇને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.
અતિવૃષ્ટિથી નુકસાન, પાણી ભરાવવાની સમસ્યા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ન્યાય યાત્રા શરૂ કરી હતી. જ્યાં સરકાર લોકોના પ્રશ્નોને સાંભળતી નથી, ત્યાં કોંગ્રેસની ન્યાય યાત્રાના કારણે સરકારે એક્શનમાં આવી લોક સંવાદ કરવો પડ્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે ન્યાય યાત્રામાં એક ઘડો રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોના પ્રશ્નો મેળવ્યા છે, આ પ્રશ્નોને કોંગ્રેસના નેતાઓ સરકાર સુધી પહોંચાડશે. અમને સંતોષ છે કે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો, જેને લોકોનો અવાજ સંભળાતો ન હતો તેમને સામેથી લોકોનો સંપર્ક કરવો પડ્યો.
આ પણ વાંચો :-