Home Blog Page 666

૩૧ ઓગસ્ટ, ૨૦૨૪: શનિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

દિવસ દરમ્યાન નવી શકિતનો સંચય થતો જણાય. પરિવારના તામામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણ થી લાભ મળતો જણાય, પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ

પરિવારમાં વિખવાદ થવાની શકયતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશકેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંઘો ન બગડે અેનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજમાં શોખ માં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભ દાયક પૂરવાર થાય.

કર્કઃ

અભ્યાસ, ગ્રહણશકિત વધે. બીજાની નકલ કરવાની ઇરછા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પાણીઓ-પશુઓને ધંધા વાળા ને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ

રોગ પ્રતિકારક શકિત નબળી પડતી જણાય. શરદી-ખાંસી નો ઉપપ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય અેનું ધ્યાન રાખવું આકસ્મિક ધનહાનિ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિધાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ધટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યા મુલતવી રાખવા.

તુલાઃ

વિચારવાયુ નું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધ. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કયું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મ‍ળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ

આજે આપને માટે સૈથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભળજો શરદી-ખાંસી, તાવ થી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ધરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ

આજે આપે પત્નિની તબિયત નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શકય હોય ત્યાં સુધી પત્નિ એ બહાર નીકળવાનું ટાળવું થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જ‍ળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ

મકકમ મનોબ‍ળના દર્શન થશે. તકલીફનો હિંમત થી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ, શરદી, ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગ થી લાભ.

મીનઃ

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયની સાવચેતી રાખવી. પેટના રોગો થી સાચવવું. મિત્રો થી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી, ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, અેકસપોર્ય-ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ દેશના રાજ્યની આર્થિક હાલત બગડી, CM અને મંત્રીઓ 2 મહિના નહીં લે પગાર

0

હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુએ રાજ્યની ખરાબ આર્થિક સ્થિતિથી નિપટવા એક મોટું એલાન કર્યું છે. CM સુખવિંદર સિંહ સુખુ કેબિનેટ સહિત બે મહિના સુધી વેતન-ભથ્થાં ના લેવાનું એલાન કર્યું છે. રાજ્ય પર રૂ. 87,000 કરોડનાં દેવાં છે, જે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા સુધી વધીને રૂ. 94,992 કરોડ થઈ જશે. આમ રાજ્યમાં દરેક વ્યક્તિ પર રૂ.1.17 લાખનું દેવું છે.

CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે જૂન, 2022 પછી GST વળતર બંધ થવાને કારણે રાજ્યને આવકમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે રાજ્યને વાર્ષિક રૂ 2500થી 3000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને કારણે રાજ્યને રૂ. 2000 કરોડનો બોજ પડ્યો છે. આ આર્થિક પડકારો અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર નીકળવું સરળ નહીં હોય.

તેમણે કહ્યું હતું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. વર્ષ 2023-24માં મહેસૂલી ખાધ ગ્રાન્ટ રૂ. 8058 કરોડ હતી, જે આ વર્ષે ઘટીને રૂ. 6258 કરોડ થઈ છે. એટલે કે રૂ. 1800 કરોડનો ઘટાડો થયો છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યની નબળી નાણાકીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખુએ જણાવ્યું હતું કે વર્ષ 2023-24 માટે મહેસૂલ ખાધ ગ્રાન્ટ (RDG) રૂ. 8,058 કરોડ હતી, જે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1,800 કરોડ ઘટીને રૂ. 6,258 કરોડ થઈ છે. “મહેસૂલી ખાધની અનુદાન 2025-26માં રૂ. 3,000 કરોડ ઘટીને માત્ર રૂ. 3,257 કરોડ થશે, જે આપણા માટે આપણી જરૂરિયાતોને પૂરી કરવાનું વધુ મુશ્કેલ બનાવશે,” તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

ઝારખંડના ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન ભાજપમાં જોડાયા

0

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચા 28 ઓગસ્ટે ચંપાઈ સોરેને જેએમએમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ચંપાઇ સોરેનને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન અને ભૂતપૂર્વ ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ ભાજપમાં સામેલ થતા સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચાને મોટો ઝટકો લાગ્યો છે. ચંપઈ સોરેન આગામી એક-બે દિવસમાં દિલ્હી જવાના છે અને અહીં તેઓ ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના કેટલાક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી ભાજપની સભ્યપદ લઈ શકે છે. તેમની સાથે અનેક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ચંપઈ સોરેનને CM પદેથી હટાવવાને કારણે નારાજ છે. થોડા મહિના પહેલાં CM હેમંત સોરેન જમીન કૌભાંડમાં જેલમાં ધકેલાયા હતા અને તેમને સ્થાને ચંપઈ સોરેનને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. જોકે જેલમાં પાંચ મહિના રહ્યા બાદ હેમંત 28 જૂને મુક્ત થતાં ચંપઈ સોરેનને CM પદેથી હટાવી પોતે CM થયા હતા ત્યારથી ચંપઈ સોરેન નારાજ હોવાનું કહેવાય છે.

ચંપઈ સોરેન બે ફેબ્રુઆરીથી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના CM રહ્યા હતા. તેમની ગણતરી JMMના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. તેઓ સાત વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 1991માં પ્રથમ વખત સરાયકેલા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા. તેમને પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપાઈ હતી.ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યની કુલ 82 વિધાનસભા બેઠકોમાંથી જેએમએમ 27 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે.

આ પણ વાંચો :-

છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી પાડવા મુદ્દે વડાપ્રધાનએ માંગી માફી

0

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી પાડવાનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે. રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે જ્યારે પીએમ મોદી મહારાષ્ટ્રના પાલઘર પહોંચ્યા ત્યારે તેમણે પોતાના સંબોધન દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને સ્ટેજ પર હાથ જોડીને માથું નમાવ્યું અને કહ્યું, ‘હું માથું નમાવીને શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગું છું.’

‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન 1 - image

મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.

આ પહેલા વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.

વાધવન પોર્ટને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન ખાતે ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે, જે તમામ સિઝનમાં કાર્યરત રહેશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 76,220 કરોડ રૂપિયા છે. આમાં જમીન સંપાદનનો ખર્ચ પણ સામેલ છે. તેમાં કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ્સ અને અન્ય કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડમાં બાંધકામ સામેલ હશે.
આ સાથે, વાધવન પોર્ટને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે જોડવા અને તેને હાલના રેલ નેટવર્ક અને આગામી સમર્પિત રેલ ફ્રેટ કોરિડોર સાથે જોડવાની યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે.

અત્યાધુનિક ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ વાધવન પોર્ટમાં નવ કન્ટેનર ટર્મિનલ હશે. આ દરેક 1,000 મીટર લાંબી હશે. કોસ્ટલ બર્થમાં ચાર મલ્ટીપર્પઝ બર્થ, ચાર લિક્વિડ કાર્ગો બર્થ, એક રો-રો બર્થ અને એક કોસ્ટ ગાર્ડ બર્થનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટની ક્ષમતા (સંચિત) વાર્ષિક 298 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હશે. આમાં અંદાજે 23.2 મિલિયન TEU (આશરે 20 ફૂટ) કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે. વાધવન પોર્ટ પૂર્ણ થયા બાદ વિશ્વના ટોચના દસ બંદરોમાં સામેલ થશે.

આ પણ વાંચો :-

ગણેશ ઉત્સવ નિમિત્તે મહારાષ્ટ્ર માટે 342 ટ્રેન દોડાવાશે

0

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગણપતિ ઉત્સવને લઇને 342 સ્પેશિયલ ટેનો ચલાવવાની જાહેરાત કરી છે. ભારતીય રેલવે આવતા મહિને 7મી સપ્ટેમ્બરથી રાઢ થતા ગણપતિ ઉત્સવના અવસર પર આ વિરોષ ટ્રેનોનું સંચાલન કરો મહત્વનું છે કે ગણશોત્સવને લઈને મુંબઈથી કૉકણ જનારા ભકત્તો વધારે હોય છે. જેના કારણે વધારાની ટ્રેન સેવાની જરૂર પડે છે. શરૂઆતમાં 300 વધારાની ટ્રેનોની માંગ હતી પરંતુ હવે ભીડને જોતા રેલ્વેએ આ ટેનોની સંખ્યા વધારીને 342 કરવાનો નિર્ણય લીધો છે.

In last 10 years, Indian Railways built 31,000 km of tracks: Ashwini Vaishnaw - PUNE PULSE

ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવના અવસર પર ચલાવવામાં આવનારી આ વિશેષ ટ્રેનોની જાહેરાત મુંબઈના બાંદ્રા ટર્મિનલથી ગોવાના મડગાંવ સુધી ચાલતી નવી દ્વિ-સાપ્તાહિક ટ્રેન સેવાના પ્રારંભ દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ પિયૂપ ગોયલ પણ હાજર હતા. આ નવી દ્વિ-સાપ્તાહિક સેવા મુંબઈના પશ્ચિમી ઉપનગરો અને કોંકણ ક્ષેત્ર વચ્ચે કનેક્ટિવિટી સુધારશે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મહારાષ્ટ્રના રેલ્વે નેટવર્ક માટે 2024-25નું બજેટ વધારીને 15,940 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે 2014માં તે માત્ર 1.71 કરોડ રૂપિયા હતું. છેલ્લા દાયકામાં, રાજ્યમાં 1830 કિલોમીટરના નવા ટ્રેક નાખવામાં આવ્યા છે, જે શ્રીલંકાના કુલ રેલ્વે નેટવર્ક કરતાં વધુ છે.. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) અને 318 રેલવે ક્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ મહારાષ્ટ્રના રેલ માળખાને વધુ વેગ આપશે.

મહારાષ્ટ્રના રેલવે નેટવર્ક અંગે વાત કરતા રેલવે પ્રધાને કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મહારાષ્ટ્રમાં 1,830 કિલોમીટરના રેલવે નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે શ્રીલંકાના રેલવે નેટવર્ક કરતા પણ વધારે છે. હાલના તબક્કે મહારાષ્ટ્રમાં 81,580 કરોડ રુપિયાના મૂલ્યના 5,877 કિલોમીટરના 41 રેલવે પ્રોજેક્ટને પાર પાડવા માટે કમર કસવામાં આવી રહી છે.

મધ્ય રેલવેના હેરિટેજ રેલવે સ્ટેશન સીએસએમટીને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનના માફક ડેવલપ કરવામાં આવશે. હાલના તબક્કે મહારાષ્ટ્રમાં 5,600 કરોડના રુપિયાના ખર્ચે 318 ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

‘NCP નેતાની સાથે બેસતાં જ ઉલટી થાય છે’ શિંદેના મંત્રીના નિવેદન પર વિવાદ

0

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે. તેમનું કહેવું છે કે, ‘હું ક્યારેય એનસીપી સાથે જોડાયો નથી. આટલું જ નહિ તેમણે એમ પણ કહ્યું હતું કે NCP સાથે બેસી રહેવાથી જ મારા શરીરમાં વિચિત્ર હલચલ થાય છે.

ધારાશિવમાં એક બેઠક દરમિયાન તાનાજી સાવંતે કહ્યું, ‘હું એક કટ્ટર શિવસૈનિક છું. કોઈપણ જે કટ્ટર શિવસૈનિક છે તે ક્યારેય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે બેસી શકે નહીં. શરૂઆતથી આજ સુધી એનસીપીની માત્ર સાથે બેસી રહેવાથી જ મને અસ્વસ્થતા અનુભવવા લાગી છે. અમારા બંનેના વિચારો અલગ હોવાથી હું શરૂઆતથી જ સહન કરી શકતો નથી, તેમાં કોઈ શંકા નથી. આજે પણ જ્યારે હું કેબિનેટની બેઠકમાં હાજરી આપું છું ત્યારે તેમાંથી બહાર આવ્યા પછી મને વૉમિટ જેવું થાય છે અને આ વાસ્તવિકતા છે કારણ કે વિચાર ક્યારેય એક દિવસમાં અચાનક બદલાઈ શકતા નથી. એવું નથી કે તમે હંમેશા અલગ રહો અને અચાનક કહો કે બધું જ કહી દો અને ચાલો સાથે મળીને કામ કરીએ…આવું ન થઈ શકે. આ જ હકીકત છે.’

એનસીપીએ આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસેથી જવાબ પણ માંગ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જૂથના એમએલસી અમોલ મિતકારીએ કહ્યું હતું કે, ‘તાનાજી સાવંતને ખબર નહી કેમ ઉલટી જેવું થાય છે. તાનાજી આરોગ્ય મંત્રી છે અને તેમના સ્વાસ્થ્યને તેની સાથે કંઈક લેવાદેવા હોઈ શકે છે. પરંતુ મહાયુતિમાં હોવાને કારણે જ તેમને ઉબકા આવે છે, તો આનું કારણ શું હોઈ શકે તે તો એકનાથ શિંદે જ કહી શકે છે.’

આ પણ વાંચો :-

ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં સીક્રેટ કેમેરોથી ખળભળાટ, વિદ્યાર્થિનીઓમાં રોષ

0

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સીક્રેટ કેમેરો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે એક વિદ્યાર્થિનીએ આ સીક્રેટ કેમેરાની નોંધ લીધી તો તેણીએ તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. કેમેરામાં રેકોર્ડ કરવામાં આવેલી કેટલીક ફૂટેજ બોયઝ હોસ્ટેલમાં શેર પણ કરવામાં આવી છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીઓ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું છે. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે એક વિદ્યાર્થીની અટકાયત કરી હતી, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલી ગુડલવાલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ગર્લ્સ હોસ્ટેલમાં સીક્રેટ કેમેરો લગાવવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતાં જ વિદ્યાર્થીનીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીનીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ ગઈ અને ‘અમને ન્યાય જોઈએ’ના નારા લગાવવા લાગી. વિદ્યાર્થિનીઓએ ગોપનીયતાનો ભંગ કરનારા અને વીડિયો શેર કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વિરોધ થતો હોવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલાની તપાસ કરી, ત્યારબાદ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જોકે, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ મામલે પૂછપરછ અને તપાસ કરી રહી છે.

એન્જિનિયરિંગ કોલેજમાં વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ ‘વી વોન્ટ જસ્ટિસ‘ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પ્રાઈવસીનો ભંગ કરનારા અને વિડિયો ફૂટેજ શેર કરનારા સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલાની તપાસ કરીને એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર મામલે પૂછપરછ અને તપાસ કરી રહી છે. ગુડલાવલેરુ કોલેજ ઑફ એન્જિનિયરિંગમાં બનેલી આ ઘટના બાદ પોલીસે કેસ નોંધ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે ગર્લ્સ હોસ્ટેલની તપાસ કરવામાં આવી ત્યારે કોઈ છુપાયેલો કેમેરા મળ્યો નહોતો. પોલીસે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફની હાજરીમાં આરોપીના લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી હતી. પરંતુ કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કોઈપણ ખોટા કામ કરનારની ઓળખ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

પત્રકારત્વ વિભાગમાં કોલેજ કે ટશનબાઝ સ્પર્ધા યોજાઇ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ અને 95 રેડ એફએમ રેડિયો ચેનલ, સુરતના સંયુક્ત ઉપક્રમે આજે રોજ યુનિવર્સિટીના પ્રાર્થના ખંડ ખાતે સવારે 10.30 વાગેથી થી બપોરે 01.00 વાગ્યા દરમિયાન કોલેજ કે ટશનબાઝ-2024 નામે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ એન ચાવડા અને યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો. રમેશદાન ગઢવીની પ્રેરણાથી અને પત્રકારત્વ વિભાગના વડા ડો. ભરત ઠાકોરની રાહબારીમાં યોજાઇ હતી.

જેમાં યુનિવર્સિટીના વિભિન્ન વિભાગોના બસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ સાત શ્રેણીઓ રાખવામાં આવી હતી. આ શ્રેણીઓમાં એકલ ગાયન, મ્યુઝિક બેન્ડ, એકલ નૃત્ય, સમૂહ નૃત્ય, એકલવાદ્ય, વાદ્ય બેન્ડ અને અન્ય શ્રેણી એમ કુલ સાત શ્રેણીઓનો સમાવેશ થતો હતો. સ્પર્ધામાં કુલ 15 પ્રતિસ્પર્ધીઓએ ભાગીદારી નોંધાવી હતી. તેમના પ્રદર્શનના અંતે નિર્ણાયક એવા 95 રેડ એફએમ રેડિયો ચેનલ, સુરતના રેડિયો જોકી શ્રી ઉત્સવ રાવલે વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. તેમાં પત્રકારત્વ વિભાગનો વિદ્યાર્થી દર્શિત ગેડિયા પ્રથમ ક્રમે, ગુજરાતી વિભાગની વિદ્યાર્થીની નંદની સોલંકી બીજા ક્રમે અને અંગ્રેજી વિભાગની વિદ્યાર્થીની સ્મૃતિ મયકર ત્રીજા ક્રમે રહી હતી. આ તમામ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્રોથી અને સ્પર્ધાના અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સુરતના ધારાસભ્યએ ખાડારાજના ત્રાસથી મનપા કમિશનરને પત્ર લખ્યો

સુરત મહાનગરપાલિકા માટે રસ્તાના પ્રશ્ન બાબતે એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે ત્રસ્ત ખરાબ રસ્તાના કારણે થયા છે. વરાછાના ધારાસભ્યએ વધુ એક પત્ર લખ્યો છે. શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે. પત્ર લખી તંત્રના કાન આમળવાનો ફરી પ્રયાસ કર્યો છે. ખાડાઓથી લોકો ત્રાહિમામ, છતાં મનપાનું તંત્ર મૂર્છા અવસ્થામાં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે અને ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા તેમણે પત્રમાં માગ કરી છે.

એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે. પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં થઈ રહ્યો છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પ્રસાર થાય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વક્રી રહી છે. વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી. પરંતુ હજી સુધી શહેરના મોટાભાગના રસ્તાઓ રિપેર થયા નથી. મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, તેના કારણે હતા એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં શહેરના રસ્તાઓ થઈ ગયા છે.

આ પણ વાંચો :-

નકલી પોલીસે સુરતના લોકો પાસેથી આ રીતે પડાવ્યા 1.73 લાખ રૂપિયા

સુરત શહેરના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળાનગર સોસાયટીમાં 39 વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો. આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખસો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. એક શખ્સ દાદરમાં ઉભો હતો. આ અજાણ્યા શખસોએ પોતે ડી-સ્ટાફવાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસ હોવાની જાણ થતા જ તમામ મિત્રો હાંફળા-ફાંફળા થઈ ગયા હતા.

પોલીસની ઓળખ આપનાર શખસોએ એ સમયે જે સ્થિતિમાં બેસ્યા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે, તેમ કહીને ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા 1.73 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી. ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી. આ સાથે જુગારનો મોટો કેસ કરીને ન્યૂઝ પેપરમાં આપવાની વાત કરીને ધમકાવવામાં આવ્યા હતા. આ ચાર અજાણ્યા પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરથી ઓફિસની બહાર લઈ જતા હતાં અને જુગારનો મોટો કેસ કરવાનો છે, તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે? પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો? તે પૂછતા હતા.

આ દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું. જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો? તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમને 1.73 લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી. જેથી અજાણ્યા શખસે રૂપિયા લઇ લીધા હતા અને મોબાઈલ, બાઈકની ચાવી પરત આપી દીધી હતી.અને કોઈને આ વાતની જાણ ન કરવા જણાવ્યું હતું.

અજાણ્યા શખસો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી. જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી. ત્યારબાદ આ આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર, આકાશ વાઘેલા, લલિત, હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં મુખ્ય આરોપી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી.

આ પણ વાંચો :-