આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સીક્રેટ કેમેરો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે એક વિદ્યાર્થિનીએ આ સીક્રેટ કેમેરાની નોંધ લીધી તો તેણીએ તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. કેમેરામાં રેકોર્ડ કરવામાં આવેલી કેટલીક ફૂટેજ બોયઝ હોસ્ટેલમાં શેર પણ કરવામાં આવી છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીઓ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું છે. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે એક વિદ્યાર્થીની અટકાયત કરી હતી, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલી ગુડલવાલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ગર્લ્સ હોસ્ટેલમાં સીક્રેટ કેમેરો લગાવવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતાં જ વિદ્યાર્થીનીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીનીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ ગઈ અને ‘અમને ન્યાય જોઈએ’ના નારા લગાવવા લાગી. વિદ્યાર્થિનીઓએ ગોપનીયતાનો ભંગ કરનારા અને વીડિયો શેર કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વિરોધ થતો હોવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલાની તપાસ કરી, ત્યારબાદ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જોકે, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ મામલે પૂછપરછ અને તપાસ કરી રહી છે.
એન્જિનિયરિંગ કોલેજમાં વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ ‘વી વોન્ટ જસ્ટિસ‘ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પ્રાઈવસીનો ભંગ કરનારા અને વિડિયો ફૂટેજ શેર કરનારા સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલાની તપાસ કરીને એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર મામલે પૂછપરછ અને તપાસ કરી રહી છે. ગુડલાવલેરુ કોલેજ ઑફ એન્જિનિયરિંગમાં બનેલી આ ઘટના બાદ પોલીસે કેસ નોંધ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે ગર્લ્સ હોસ્ટેલની તપાસ કરવામાં આવી ત્યારે કોઈ છુપાયેલો કેમેરા મળ્યો નહોતો. પોલીસે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફની હાજરીમાં આરોપીના લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી હતી. પરંતુ કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કોઈપણ ખોટા કામ કરનારની ઓળખ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :-