Home Blog Page 665

ગૌમાંસ ખાવાની શંકામાં પરપ્રાંતિય શ્રમિકની હત્યા, પાંચ લોકોની ધરપકડ

0

હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. જ્યાં ગૌમાંસ ખાવાની શંકામાં પરપ્રાંતિય શ્રમિકને ઢોર માર મારી હત્યાના કેસમાં પોલીસે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા બે કિશોરોની પણ ધરપકડ કરાઈ છે. અહેવાલો અનુસાર, શ્રમિકની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિક તરીકે થઈ છે.

મારી પત્ની સામે જુએ છે, કહીને યુવાન પર પાઇપ વડે હુમલો કર્યો | Attacked the young man with a pipe saying "My wife looks on " - Gujarat Samachar

અહેવાલો અનુસાર, હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં 27મી ઓગસ્ટે ગૌમાંસ ખાવાની શંકામાં બે શ્રમિકને ટોળાએ નિર્દયતાથી ઢોર માર મારવામાં આવ્યા હતો. જેમાં પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય શ્રમિકનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ મામલે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે પીડિત સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા અને બાદમાં તેને ઢોર માર માર્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું કે સાબીર મલિકના બીફ ખાવાની શંકા હતી. આ અંગે ગૌ રક્ષક જૂથના સભ્યો સક્રિય બન્યા હતા. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે છેતરપિંડીથી સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા. આ પછી આરોપીઓએ તેને ખૂબ માર માર્યો હતો.

તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્લાસ્ટિકના કચરો અને ભંગારનો વ્યવહાર કરતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બે સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશ હૉસ્પિટલોમાં સુરક્ષા વધારવા માટે નાયબ મુખ્યમંત્રીએ માર્ગદર્શિકા જારી

0

ઉત્તર પ્રદેશમાં આરોગ્ય વિભાગ કોલકાતામાં મહિલા ડૉક્ટરની સાથે બનેલી અમાનવીય ઘટનાને પગલે એલર્ટ મોડ પર છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, વિભાગે રાજ્યની હોસ્પિટલોને તાત્કાલિક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ, નાયબ મુખ્યમંત્રીએ રાજયના હોસ્પિટલોના મેનેજમેન્ટને ચોકસાઈથી સૂચનાઓ આપી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, “હૉસ્પિટલ સ્ટાફની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

Image

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કેટલાક લોકો જેમના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી, તેઓ માત્ર રાત્રે આરામ કરવા માટે હોસ્પિટલમાં રહેતા હોય છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. જો હોસ્પિટલ પરિસરમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સામે હિંસા થાય છે, તો હોસ્પિટલના ઈન્ચાર્જ અને તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા FIR દાખલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોલકતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં એક ડૉક્ટર સાથે થયેલી અમાનવીય ઘટનાને લઇને સમગ્ર દેશમાં ડૉક્ટર્સ અને ખાસ કરીને સામાન્ય લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ ઘટનામાં પ્રિન્સિપલના વ્યવહારથી સૌ કોઇ ચોંકી ગયા છે. કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોયની આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં પીજી ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ પછી 9 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રોયને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે, 14 ઓગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટે CBIને આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી લેવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

હિમાચલ પ્રદેશમાં જળપ્રલયથી તબાહી, 72 રસ્તાઓ બંધ

0

હિમાચલ પ્રદેશમાં વરસાદને પગલે 72 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક હવામાન કચેરીએ 2 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, બંધ કરાયેલા 72 રસ્તાઓમાંથી 35 શિમલામાં, 15 મંડીમાં, 9 કુલ્લુમાં અને ઉના, સિરમૌર અને લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં એક-એક રસ્તા છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદને કારણે 10 વીજળી અને 32 પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, 27 જૂને ચોમાસાના આગમનથી, રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 150 લોકોના મોત થયા છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હજારો કરોડોનું નુકસાન થયું Heavy Rains In Himachal Pradesh Caused Losses Worth Thousands Of Crores

વરસાદના કારણે રાજ્યને 1265 કરોડનું નુકસાન થયું છે. શુક્રવાર સાંજથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. સુંદરનગરમાં 44.8 મિલીમીટર (મીમી), શિલારુમાં 43.1 મીમી, જુબ્બરહટ્ટીમાં 20.4 મીમી, મનાલીમાં 17 મીમી, શિમલામાં 15.1 મીમી, સ્લેપરમાં 11.3 મીમી અને ડેલહાઉસીમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. સ્થાનિક હવામાન કચેરીએ 2 સપ્ટેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ‘યલો’ ચેતવણી જારી કરી છે. બીજી તરફ વરસાદથી પીડિત ગુજરાતમાં ‘અસના’ તોફાનને કારણે ભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાત પહેલાથી જ ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે અને હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. તે જ સમયે, કર્ણાટકમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યો અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, ઓડિશા સહિત પાંચ પૂર્વી રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં હવામાન સામાન્ય રહેવાની ધારણા છે. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું અસના પણ ઓમાન તરફ વળ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો :-

પતંજલિ પાછું ભેરવાયું

0

બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. દિલ્હી હાઇ કોર્ટ દ્વારા એ ફરિયાદને ધ્યાનમાં રાખીને નોટિસ જાહેર કરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ દ્વારા પતંજલિ, દિવ્ય ફાર્મસી, બાબા રામદેવ, કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવી છે. આ વિશેની હિયરીંગ નવેમ્બરમાં કરવામાં આવશે.

Patanjali Divya Dant Manjan: पंतजलि दिव्य दंत मंजन है मांसाहारी!

જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ દ્વારા પતંજલિ, દિવ્ય ફાર્મસી, બાબા રામદેવ, કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવી છે. આ વિશેની હિયરિગ નવેમ્બરમાં કરવામાં આવશે.

આ ફરિયાદ વકીલ યતિન શર્માએ દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે દિવ્ય દંતમંજનના પેકેટ પર ગ્રીન ડોટ દેખાડવામાં આવી રહ્યું છે. ગ્રીન ડોટનો મતલબ વેજિટેરિયન છે, પરંતુ આ દંતમંજનમાં માછલીના અંશો મળી આવ્યા છે. આ અવશેષ નોન-વેજની કેટેગરીમાં આવે છે. આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કાયદા મુજબ દવાને વેજ અથવા તો નોન-વેજની કેટેગરીમાં રાખવાની જરૂર નથી. જોકે આ દંતમંજન પર ગ્રીન ડોટ છે, જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ ખોટી રીતે બ્રેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરનાર અને તેની ફેમિલીની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ધર્મમાં માનતા હોવાથી તેઓ ફક્ત વેજિટેરિયન વસ્તુનો જ ઉપયોગ કરે છે. જોકે તેમને જ્યારે ખબર પડી કે આ દંતમંજનમાં માછલીના અંશ મળી આવ્યા છે તો તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. માછલીમાં આવતાં એક અંશનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં દંતમંજનને લાયસન્સ આપનાર કર્મચારીઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે જ એમાં જે અધિકારીની ભૂલ હોય એને દંડ કરવાની પણ માગ કરવામાં આવી છે. આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પતંજલિની સત્તાવાર વેબસાઇડ પર પણ આ દંતમંજનને વેજિટેરિયન કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

RBIએ યુકો બેંક સામે લગાવ્યો રૂ.268 કરોડનો દંડ, જાણો આ છે કારણ ?

0

બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોના ઉલ્લંઘનના મામલામાં જાહેર ક્ષેત્રની બેંક શૂં બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને તેની સૂચનાઓનું પાલન ન કરવા બદલ RBIએ UCO બેંક પર 2,68,30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે.

UCO Bank announces financial results for the quarter, posts impressive profit - The Statesman

RBIના જણાવ્યા અનુસાર, યુકો બેંક પર બેકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ની કલમ 26ખ્ખી જોગવાઈઓ, એડવાન્સ પરના વ્યાજ દરો, બેંકના ચાલુ ખાતામાં શિસ્ત, ડિપોઝિટ પરના વ્યાજ દરો અને છેતરપિંડી વર્ગીકરણ અને વાણિજ્યિક બેંકોના રિપોટિંગ અને પસંદગી માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. RBI દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનું પાલન ન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. RBIએ કહ્યું કે તેણે આ કાર્યવાહી તેને આપવામાં આવેલી સત્તા હેઠળ કરી છે.

RBIએ કહ્યું કે બેકની સુપરવાઇઝરી તપાસ બાદ તેને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી હતી. બેંકને નોટિસ મોકલીને પૂછવામાં આવ્યું કે શા માટે તેના પર મહત્તમ દંડ ન લગાવવામાં આવે. નોટિસના બેંકના જવાબ પછી, RBIને જાણવા મળ્યું કે દંડ લાદવાની કાર્યવાહી કરવી જોઈએ, જેના પછી બેંક પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો.

RBIના જણાવ્યા અનુસાર, યુકો બેંક તેની ફલોટિંગ રેટ પર્સનલ રિટેલ લોન અને એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે એમએસએમઈને આપવામાં આવેલી લોનને બેન્ચમાર્ક કરવામાં નિષ્ફળ રહી છે. આવા લોકોના કરન્ટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા જેમાં બેકિંગ સિસ્ટમનું એક્સ્પોઝર રૂ. 5 કરોડથી વધુ હતું. જે લોકો લાયક ન હતા તેમના નામે સેવિંગ ડિપોઝીટ ખાતા ખોલવામાં આવ્યા હતા. કેટલાક અનક્લેઈમ ફિક્સ ડિપોઝિટ બેલેન્સ સમાપ્તિના ત્રણ મહિનાની અંદર ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ ગયા છે, જેના પગલે તેઓ 10 વર્ષથી વધુ સમય સુધી દાવો વગરના રહ્યા. ઉપરાંત, બેંકે છેતરપિંડીના કેસોની જાણ અમલીકરણ એજન્સીઓને કરવામાં રસ દાખવ્યો ન હતો.

આ પણ વાંચો :-

કંગના રણૌતની ‘ઈમરજન્સી’ પર પ્રતિબંધ, ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ અટકાવવામાં આવ્યું

0

ભાજપનાં સાંસદ અને પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે જણાવ્યું કે તેની આગામી ફિલ્મ ‘ઈમર્જન્સી’ની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)એ ફિલ્મને મંજૂરી આપી હતી, પરંતુ તે પછી સર્ટિફિકેશન હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કંગનાની આ ફિલ્મ આગામી ૬ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી.

કંગનાએ 'ઇમરજન્સી' ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં તેણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ ‘ઈમરજન્સી’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. શીખ સમુદાયના લોકોનો આરોપ છે કે ફિલ્મમાં તેમના સમુદાયના લોકોની છબી ખોટી રીતે બતાવવામાં આવી છે. એમપીના જબલપુર શીખ સંગે શુક્રવારે જબલપુરમાં રેલી કાઢી અને કલેક્ટર કચેરી પહોંચી. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાના બળાત્કારના નિવેદન પર નિંદા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આવા વ્યક્તિને સંસદમાં બેસવા ન દેવો જોઈએ.

રોબર્ટ વાડ્રાએ કહ્યું, ‘તે (કંગના) એક મહિલા છે. હું તેમને માન આપું છું. પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવાને લાયક નથી. તેઓ શિક્ષિત નથી. મને લાગે છે કે તે લોકો વિશે વિચારતી નથી. તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે. તેઓએ મહિલાઓ વિશે વિચારવું જોઈએ. મારી અપીલ છે કે સમગ્ર દેશ એક સાથે આવે અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે આગળ વધે.

અહીં કંગના રનૌતે પોતાની ફિલ્મ ઈમરજન્સીના સર્ટિફિકેશન પરના પ્રતિબંધ પર સોશિયલ મીડિયા પર આવી છે અને કહ્યું છે કે, ઠએક અફવા ઉભી થઈ રહી છે કે અમારી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે, પરંતુ આ સાચું નથી, હકીકતમાં અમારી ફિલ્મ ક્લિયર થઈ ગઈ હતી પરંતુ તેની સર્ટિફિકેટ રોકી દેવામાં આવ્યું છે કારણ કે ઘણી ધમકીઓ આવી રહી છે, જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, સેન્સર બોર્ડને પણ ગંભીર ધમકીઓ મળી રહી છે, અમારા પર ઈન્દિરા ગાંધીની હત્યા ન બતાવવાનું દબાણ છે, પંજાબમાં રમખાણો ન બતાવવાનું, મને ખબર નથી કે શું બતાવવું, એવું શું થયું કે ફિલ્મ અચાનક બ્લેક આઉટ થઈ ગઈ, આ અવિશ્વસનીય છે, મને માફ કરજો.

આ પણ વાંચો :-

આજે PM મોદીત્રણ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના મુખ્ય માર્ગો પર દોડશે. ત્રણ નવી ટ્રેનો મેરઠ-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચેન્નાઈ-નાગરકોઈલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. ત્રણ નવા રૂટ ઘણા મુખ્ય ક્ષેત્રોમાં કનેક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારશે. આ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોની રજૂઆત ભારતના રેલ્વે નેટવર્કમાં નોંધપાત્ર પ્રગતિ હશે. આ વડા પ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુરૂપ છે.

PM Modi: आज से 3 नई वंदे भारत ट्रेन शुरू, पीएम मोदी देंगे हरी झंडी

ચેન્નાઈથી નાગરકોઈલ જતી વંદે ભારત ટ્રેન, ચેન્નાઈ એગમોરથી બુધવાર સિવાય દરરોજ દોડશે. આ ટ્રેન યાત્રાળુઓને મદુરાઈ અને કન્યાકુમારીના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે અનુકૂળ રહેશે. ટ્રેન નંબર 20627 ચેન્નાઈથી સવારે 5 વાગ્યે શરૂ થઈને બપોરે 1:50 વાગ્યે નાગરકોઈલ પહોંચશે, જેના સ્ટોપમાં વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને મદુરાઈ જેવા સ્થળો સામેલ છે.

મદુરાઈ અને બેંગલુરુ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ સુધી ચાલશે. આ ટ્રેન તમિલનાડુના મદુરાઈ અને કર્ણાટકના બેંગલુરુને જોડશે. ટ્રેન સવારે 5:15 વાગ્યે મદુરાઈથી નીકળી 1 વાગ્યે બેંગલુરુ પહોંચશે, જેમાં તે ડિંડીગુલ, તિરુચિરાપલ્લી અને સાલેમ જેવા શહેરોમાં રોકાશે.

મેરઠથી લખનૌ સુધીની વંદે ભારત ટ્રેન ધર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે, તે મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. ટ્રેન મેરઠ શહેરથી સવારે 6:35 વાગ્યે શરૂ થઈને 1:45 વાગ્યે લખનૌ પહોંચશે, જેમાં તે મુરાદાબાદ અને બરેલીમાં રોકાશે. આ ટ્રેન તીર્થસ્થળો વચ્ચે તીવ્ર મુસાફરી સુવિધા પૂરી પાડે છે.

આ પણ વાંચો :-

શંભુ બોર્ડરે ખેડૂત આંદોલનમાં પહોંચી વિનેશ ફોગાટ, કહ્યું- ‘દુઃખ થાય છે’

0

ખેડૂતોના આંદોલનના 200 દિવસ પૂરા થવા પર કુસ્તીબાજ વિનેશ ફોગાટ શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ સ્થળ પર પહોંચી હતી. તેણે કહ્યું, “તેઓ અહીં બેઠા છે તેને 200 દિવસ થઈ ગયા છે. તે જોઈને દુઃખ થાય છે. તેઓ બધા આ દેશના નાગરિક છે. ખેડૂતો દેશ ચલાવે છે. તેમના વિના કંઈ શક્ય નથી, એથ્લેટ પણ નહીં. જો તેઓ આપણને ખાવાનું નહીં ખવડાવે તો સ્પર્ધામાં ભાગ પણ નહીં લઈ શકીએ. ઘણી વખત આપણે લાચાર હોઈએ છીએ અને કંઈ કરી શકતા નથી. અમે આટલા મોટા સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, પરંતુ અમે અમારા પરિવાર માટે કંઈ કરી શકતા નથી. હું સરકારને વિનંતી કરું છું કે તેઓ તેમની વાત સાંભળે. તેણે છેલ્લી વાર પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે પોતાના વચનો પૂરા કરવા જોઈએ. જો લોકો આ રીતે રસ્તા પર બેસી રહેશે તો દેશ આગળ નહીં વધે.

આ પંચાયત દરમ્યાન હરિયાણા ચૂંટણીને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે, જેમાં વિનેશ ફોગાટ પણ સામેલ થવાની શક્યતા છે. ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આંદોલન શાંતિપૂર્ણ પરંતુ ખૂબ તીવ્રતાથી ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર તેમના સંકલ્પનું પરીક્ષણ કરી રહી છે અને હજી સુધી અમારી માગ સંતોષવામાં નથી આવી. વિનેશે કહ્યું હતું કે ખેડૂતોને બેઠા 200 દિવસ થયા છે, એ જોઈને દુઃખ થાય છે. તેઓ બધા દેશના નાગરિક છે. ખેડૂત દેશ ચલાવે છે. તેમના વિના કશું સંભવ નથી. ત્યાં સુધી એથ્લીટ પણ કંઈ નથી. જો તેઓ અમને નહીં ખવડાવે તો અમે સ્પર્ધામાં કંઈ નહીં કરી શકીએ. કેટલીય વાર અને અસહાય થતાં કશું નથી કરી શકતા, પણ અમે પરિવારને દુખી જોઈને પણ તેમના માટે કશું નથી કરી શકતા.

વિનેશ ફોગાટ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં અન્ય કુસ્તીબાજો સાથે બ્રિજભૂષણ સિંહ સામે હડતાળ પર બેસી ગઈ હતી. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે લાંબા સમય સુધી સતત વિરોધ કર્યો. તેમના પર જાતીય શોષણ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ કુસ્તી સંગઠનમાં બ્રિજ ભૂષણના વર્ચસ્વને ખતમ કરી શક્યા ન હતા. આને લગતું એક પોસ્ટર પણ ચર્ચામાં હતું. આ પછી વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને તેની સફર શરૂ કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી. જોકે તેનું વજન 50 કિલોથી વધુ વધી ગયું હતું. તેણીએ તેને ઘટાડવા માટે શક્ય તેટલી બધી કોશિશ કરી, પરંતુ અંતે તેનું વજન 100 ગ્રામ વધુ રહ્યું અને તે ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થઈ. વિનેશે મેડલ વિના પરત ફરવું પડ્યું અને તેણે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી.

આ પણ વાંચો :-

કોલકાતા રેપ કેસમાં મમતા બેનરજીના પત્રનો કેન્દ્રએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું

0

કેન્દ્ર સરકારે બંગાળનાં CM મમતા બેનરજીએ PM મોદીને લખેલા બીજા પત્રનો જવાબ આપ્યો છે. આ વખતે પણ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણ દેવી તરફથી જવાબ આપવામાં આવ્યો છે. બળાત્કાર જેવા કેસોમાં દોષીને ફાંસીની સજાની જોગવાઈ પહેલાંથી જ છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)માં રેપ માટે કમસે કમ 10 વર્ષની જેલની જોગવાઈ છે, જેને ઉંમરકેદ કે મોતની સજા સુધી વધારી શકાય છે.

RG કાર રેપ કેસને લઈને CM મમતાએ PM મોદીને લખ્યો પત્ર, કરી ખૂબ જ મહત્વપૂર્ણ માંગ - CM Mamta wrote a letter to PM Modi regarding the RG Kar rape case, made

પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે પત્રો લખી ચૂક્યાં છે. શુક્રવારે લખેલા પત્રમાં તેમણે બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધો પર કડક કેન્દ્રીય કાયદો અને સજા માંગ કરી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવીએ મમતા બેનર્જીને જવાબ આપતાં લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSC) અને સ્પેશિયલ પોક્સો કોર્ટની સ્થિતિ અંગે તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતીના સંદર્ભમાં, હું ઉલ્લેખ કરવા માંગુ છું કે કલકત્તા હાઈ કોર્ટથી પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ બંગાળે 88 ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC) ની સ્થાપના કરી છે, જે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ જેવી નથી.અન્નપૂર્ણા દેવીએ જવાબ આપતા લખ્યું કે પશ્ચિમ બંગાળમાં 48,600 બળાત્કાર અને POCSO કેસ પેન્ડિંગ હોવા છતાં રાજ્યએ વધારાના 11 FTSCs કાર્યરત કરી નથી. જેમ જોઈ શકાય છે, આ સંબંધમાં તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતી હકીકતમાં ખોટી છે અને રાજ્ય દ્વારા FTSC ને કાર્યરત કરવામાં વિલંબને છુપાવવાનો પ્રયાસ કરતો હોવાનું જણાય છે.

આ પણ વાંચો :-

કેદારનાથમાં MI-17 છટકીને મંદાકિની નદીમાં પડ્યું ક્ષતિગ્રસ્ત ક્રિસ્ટલ હેલિકોપ્ટર

0

કેદારનાથ ધામમાં આજે શનિવારે ફરી એકવાર હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર એક જૂન હેલિકોપ્ટરને સાથે બાંધીને પાછું લાવી રહ્યું હતું, ત્યારે રામબાડા નજીક ખામીયુક્ત હેલિકોપ્ટરને આકાશમાંથી ડ્રોપ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરને રિપેર કરવા માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જઈ રહ્યું હતું. આ સમય દરમિયાન MI 17 ડિસએસેમ્બલ થવાનું શરૂ થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 24 મે, 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, તે આજે સવારે ક્રેશ થઈ ગયું હતું.

જાણકારી મુજબ 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જે ક્રેશ થયું હતું. હેલીને રિપેર કરવા માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને હેંગ કરીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન MI 17નું બેલેન્સ બગડ્યું હતું. આથી ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું હતું.

થોડે દૂર જતાં જ MI-17 હેલીના વજન અને પવનની અસરને કારણે પોતાનું સંતુલન ગુમાવવા લાગ્યું. જેના કારણે હેલિકોપ્ટર થરુ કેમ્પ નજીક પહોંચતા જ તેને MI-17 પરથી નીચે ઉતારવું પડ્યું હતું. હેલીમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે તમામ લોકોને હેલી ક્રેશમાં કોઈ જાનહાનિ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.

આકાશમાંથી છોડવામાં આવેલા હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન નહોતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. જો કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ એસડીઆરએફના જવાનોએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-