કોલકાતા રેપ કેસમાં મમતા બેનરજીના પત્રનો કેન્દ્રએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું

Share this story

કેન્દ્ર સરકારે બંગાળનાં CM મમતા બેનરજીએ PM મોદીને લખેલા બીજા પત્રનો જવાબ આપ્યો છે. આ વખતે પણ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણ દેવી તરફથી જવાબ આપવામાં આવ્યો છે. બળાત્કાર જેવા કેસોમાં દોષીને ફાંસીની સજાની જોગવાઈ પહેલાંથી જ છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)માં રેપ માટે કમસે કમ 10 વર્ષની જેલની જોગવાઈ છે, જેને ઉંમરકેદ કે મોતની સજા સુધી વધારી શકાય છે.

RG કાર રેપ કેસને લઈને CM મમતાએ PM મોદીને લખ્યો પત્ર, કરી ખૂબ જ મહત્વપૂર્ણ માંગ - CM Mamta wrote a letter to PM Modi regarding the RG Kar rape case, made

પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે પત્રો લખી ચૂક્યાં છે. શુક્રવારે લખેલા પત્રમાં તેમણે બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધો પર કડક કેન્દ્રીય કાયદો અને સજા માંગ કરી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવીએ મમતા બેનર્જીને જવાબ આપતાં લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSC) અને સ્પેશિયલ પોક્સો કોર્ટની સ્થિતિ અંગે તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતીના સંદર્ભમાં, હું ઉલ્લેખ કરવા માંગુ છું કે કલકત્તા હાઈ કોર્ટથી પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ બંગાળે 88 ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC) ની સ્થાપના કરી છે, જે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ જેવી નથી.અન્નપૂર્ણા દેવીએ જવાબ આપતા લખ્યું કે પશ્ચિમ બંગાળમાં 48,600 બળાત્કાર અને POCSO કેસ પેન્ડિંગ હોવા છતાં રાજ્યએ વધારાના 11 FTSCs કાર્યરત કરી નથી. જેમ જોઈ શકાય છે, આ સંબંધમાં તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતી હકીકતમાં ખોટી છે અને રાજ્ય દ્વારા FTSC ને કાર્યરત કરવામાં વિલંબને છુપાવવાનો પ્રયાસ કરતો હોવાનું જણાય છે.

આ પણ વાંચો :-