કેદારનાથ ધામમાં આજે શનિવારે ફરી એકવાર હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર એક જૂન હેલિકોપ્ટરને સાથે બાંધીને પાછું લાવી રહ્યું હતું, ત્યારે રામબાડા નજીક ખામીયુક્ત હેલિકોપ્ટરને આકાશમાંથી ડ્રોપ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરને રિપેર કરવા માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જઈ રહ્યું હતું. આ સમય દરમિયાન MI 17 ડિસએસેમ્બલ થવાનું શરૂ થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 24 મે, 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, તે આજે સવારે ક્રેશ થઈ ગયું હતું.
જાણકારી મુજબ 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જે ક્રેશ થયું હતું. હેલીને રિપેર કરવા માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને હેંગ કરીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન MI 17નું બેલેન્સ બગડ્યું હતું. આથી ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું હતું.
થોડે દૂર જતાં જ MI-17 હેલીના વજન અને પવનની અસરને કારણે પોતાનું સંતુલન ગુમાવવા લાગ્યું. જેના કારણે હેલિકોપ્ટર થરુ કેમ્પ નજીક પહોંચતા જ તેને MI-17 પરથી નીચે ઉતારવું પડ્યું હતું. હેલીમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે તમામ લોકોને હેલી ક્રેશમાં કોઈ જાનહાનિ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.
આકાશમાંથી છોડવામાં આવેલા હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન નહોતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. જો કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ એસડીઆરએફના જવાનોએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી.