હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. જ્યાં ગૌમાંસ ખાવાની શંકામાં પરપ્રાંતિય શ્રમિકને ઢોર માર મારી હત્યાના કેસમાં પોલીસે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા બે કિશોરોની પણ ધરપકડ કરાઈ છે. અહેવાલો અનુસાર, શ્રમિકની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિક તરીકે થઈ છે.
અહેવાલો અનુસાર, હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં 27મી ઓગસ્ટે ગૌમાંસ ખાવાની શંકામાં બે શ્રમિકને ટોળાએ નિર્દયતાથી ઢોર માર મારવામાં આવ્યા હતો. જેમાં પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય શ્રમિકનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ મામલે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે પીડિત સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા અને બાદમાં તેને ઢોર માર માર્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે સાબીર મલિકના બીફ ખાવાની શંકા હતી. આ અંગે ગૌ રક્ષક જૂથના સભ્યો સક્રિય બન્યા હતા. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે છેતરપિંડીથી સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા. આ પછી આરોપીઓએ તેને ખૂબ માર માર્યો હતો.
તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્લાસ્ટિકના કચરો અને ભંગારનો વ્યવહાર કરતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બે સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :-