પત્રકારત્વ વિભાગમાં કોલેજ કે ટશનબાઝ સ્પર્ધા યોજાઇ

Share this story

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ અને 95 રેડ એફએમ રેડિયો ચેનલ, સુરતના સંયુક્ત ઉપક્રમે આજે રોજ યુનિવર્સિટીના પ્રાર્થના ખંડ ખાતે સવારે 10.30 વાગેથી થી બપોરે 01.00 વાગ્યા દરમિયાન કોલેજ કે ટશનબાઝ-2024 નામે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ એન ચાવડા અને યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો. રમેશદાન ગઢવીની પ્રેરણાથી અને પત્રકારત્વ વિભાગના વડા ડો. ભરત ઠાકોરની રાહબારીમાં યોજાઇ હતી.

જેમાં યુનિવર્સિટીના વિભિન્ન વિભાગોના બસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ સાત શ્રેણીઓ રાખવામાં આવી હતી. આ શ્રેણીઓમાં એકલ ગાયન, મ્યુઝિક બેન્ડ, એકલ નૃત્ય, સમૂહ નૃત્ય, એકલવાદ્ય, વાદ્ય બેન્ડ અને અન્ય શ્રેણી એમ કુલ સાત શ્રેણીઓનો સમાવેશ થતો હતો. સ્પર્ધામાં કુલ 15 પ્રતિસ્પર્ધીઓએ ભાગીદારી નોંધાવી હતી. તેમના પ્રદર્શનના અંતે નિર્ણાયક એવા 95 રેડ એફએમ રેડિયો ચેનલ, સુરતના રેડિયો જોકી શ્રી ઉત્સવ રાવલે વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. તેમાં પત્રકારત્વ વિભાગનો વિદ્યાર્થી દર્શિત ગેડિયા પ્રથમ ક્રમે, ગુજરાતી વિભાગની વિદ્યાર્થીની નંદની સોલંકી બીજા ક્રમે અને અંગ્રેજી વિભાગની વિદ્યાર્થીની સ્મૃતિ મયકર ત્રીજા ક્રમે રહી હતી. આ તમામ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્રોથી અને સ્પર્ધાના અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-