Sunday, Mar 23, 2025

‘NCP નેતાની સાથે બેસતાં જ ઉલટી થાય છે’ શિંદેના મંત્રીના નિવેદન પર વિવાદ

2 Min Read

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે. તેમનું કહેવું છે કે, ‘હું ક્યારેય એનસીપી સાથે જોડાયો નથી. આટલું જ નહિ તેમણે એમ પણ કહ્યું હતું કે NCP સાથે બેસી રહેવાથી જ મારા શરીરમાં વિચિત્ર હલચલ થાય છે.

ધારાશિવમાં એક બેઠક દરમિયાન તાનાજી સાવંતે કહ્યું, ‘હું એક કટ્ટર શિવસૈનિક છું. કોઈપણ જે કટ્ટર શિવસૈનિક છે તે ક્યારેય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે બેસી શકે નહીં. શરૂઆતથી આજ સુધી એનસીપીની માત્ર સાથે બેસી રહેવાથી જ મને અસ્વસ્થતા અનુભવવા લાગી છે. અમારા બંનેના વિચારો અલગ હોવાથી હું શરૂઆતથી જ સહન કરી શકતો નથી, તેમાં કોઈ શંકા નથી. આજે પણ જ્યારે હું કેબિનેટની બેઠકમાં હાજરી આપું છું ત્યારે તેમાંથી બહાર આવ્યા પછી મને વૉમિટ જેવું થાય છે અને આ વાસ્તવિકતા છે કારણ કે વિચાર ક્યારેય એક દિવસમાં અચાનક બદલાઈ શકતા નથી. એવું નથી કે તમે હંમેશા અલગ રહો અને અચાનક કહો કે બધું જ કહી દો અને ચાલો સાથે મળીને કામ કરીએ…આવું ન થઈ શકે. આ જ હકીકત છે.’

એનસીપીએ આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસેથી જવાબ પણ માંગ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જૂથના એમએલસી અમોલ મિતકારીએ કહ્યું હતું કે, ‘તાનાજી સાવંતને ખબર નહી કેમ ઉલટી જેવું થાય છે. તાનાજી આરોગ્ય મંત્રી છે અને તેમના સ્વાસ્થ્યને તેની સાથે કંઈક લેવાદેવા હોઈ શકે છે. પરંતુ મહાયુતિમાં હોવાને કારણે જ તેમને ઉબકા આવે છે, તો આનું કારણ શું હોઈ શકે તે તો એકનાથ શિંદે જ કહી શકે છે.’

આ પણ વાંચો :-

Share This Article