મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી પાડવાનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે. રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે જ્યારે પીએમ મોદી મહારાષ્ટ્રના પાલઘર પહોંચ્યા ત્યારે તેમણે પોતાના સંબોધન દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને સ્ટેજ પર હાથ જોડીને માથું નમાવ્યું અને કહ્યું, ‘હું માથું નમાવીને શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગું છું.’
મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.
આ પહેલા વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.
વાધવન પોર્ટને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન ખાતે ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે, જે તમામ સિઝનમાં કાર્યરત રહેશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 76,220 કરોડ રૂપિયા છે. આમાં જમીન સંપાદનનો ખર્ચ પણ સામેલ છે. તેમાં કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ્સ અને અન્ય કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડમાં બાંધકામ સામેલ હશે.
આ સાથે, વાધવન પોર્ટને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે જોડવા અને તેને હાલના રેલ નેટવર્ક અને આગામી સમર્પિત રેલ ફ્રેટ કોરિડોર સાથે જોડવાની યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે.
અત્યાધુનિક ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ વાધવન પોર્ટમાં નવ કન્ટેનર ટર્મિનલ હશે. આ દરેક 1,000 મીટર લાંબી હશે. કોસ્ટલ બર્થમાં ચાર મલ્ટીપર્પઝ બર્થ, ચાર લિક્વિડ કાર્ગો બર્થ, એક રો-રો બર્થ અને એક કોસ્ટ ગાર્ડ બર્થનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટની ક્ષમતા (સંચિત) વાર્ષિક 298 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હશે. આમાં અંદાજે 23.2 મિલિયન TEU (આશરે 20 ફૂટ) કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે. વાધવન પોર્ટ પૂર્ણ થયા બાદ વિશ્વના ટોચના દસ બંદરોમાં સામેલ થશે.
આ પણ વાંચો :-