Home Blog Page 638

તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ બદલાયા આ પ્રખ્યાત મંદિરના નિયમો બદલાયા

0

તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમમાં કથિત ભેળસેળના કારણે ઉત્તર પ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરાના મોટા મંદિરોની પ્રસાદ વ્યવસ્થા અને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીએ બહારની એજન્સીઓ પાસેથી પ્રસાદ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. મથુરા મંદિરે મીઠાઈને બદલે ફળ અને ફૂલો અપનાવવાનું નક્કી કર્યું. પ્રયાગરાજના ત્રણ મોટા મંદિરોમાં પ્રસાદના નિયમો પણ બદલાયા.

The rules of this famous temple changed after the Tirupati Prasad controversy, know what has changed

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની શુદ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે.

સત્યેન્દ્ર દાસે સમગ્ર દેશમાં વેચાતા તેલ અને ઘીની ગુણવત્તાની સંપૂર્ણ તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ચરબી અને માછલીના તેલના કથિત ઉપયોગને લઈને દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રસાદમાં અયોગ્ય પદાર્થો ભેળવીને મંદિરોને અપવિત્ર કરવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે.

રક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરભ ગૌરે પ્રસાદમ પ્રણાલીમાં નોંધપાત્ર સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક પ્રસાદમ અર્પણ અને સ્વીકારવાની પરંપરાગત પ્રથાઓ પર પાછા કરવા માટે ધાર્મિક નેતાઓ અને સંગઠનો વચ્ચે સહમતિ બની છે. તે જ સમયે, ‘સંગમ સિટી’ પ્રયાગરાજમાં આલોપ શંકરી દેવી, બડે હનુમાન અને મનકામેશ્વર સહિત ઘણા મંદિરોએ ભક્તોને પ્રસાદ તરીકે બહારથી તૈયાર કરેલી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

લલિતા દેવી મંદિરના મુખ્ય પૂજારી શિવ મૂરત મિશ્રાએ કહ્યું કે મેનેજમેન્ટે ભક્તોને ફક્ત નારિયેળ, ફળ અને સુકા મેવા લાવવાનો અનુરોધ કરવાનો નિર્ણય લીધો છે. મનકામેશ્વર મંદિરના મંહંત શ્રીધરાનંદ બ્રહ્મચારીજીએ કહ્યું કે તપાસમાં જ્યાં સુધી મીઠાઇઓની શુદ્ધતા સ્પષ્ટ થઇ જતી નથી, ત્યાં સુધી તેમને મંદિરમાં ચઢાવવાની અનુમતિ આપવામાં આવશે નહી. અલોપ શંકરી દેવી મંદિરના મુખ્ય સંરક્ષક અને શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના સચિવ યમુના પુરી મહારાજે કહ્યું કે ‘ભક્તોને બહારથી મીઠાઇ અને પ્રસાદ લાવવાની અનુમતિ આપવામાં આવશે નહી.

આ પણ વાંચો :-

સંસદની સ્થાયી સમિતિઓની રચના, રાહુલ ગાંધી, કંગના રનૌત સહિત આ નેતાઓને મળ્યું સ્થાન

0

સંસદની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. ગુરુવારે જાહેર કરાયેલી ૨૪ સંસદીય સ્થાયી સમિતિઓમાંથી ૧૧ની કમાન ભાજપ પાસે રહેશે. નવ સમિતિઓની આગેવાની વિપક્ષી પાર્ટીઓ અને ચાર એનડીએ સાથી પક્ષો દ્વારા કરવામાં આવશે. કોગ્રેસને ચાર સમિતિઓની અધ્યક્ષતા મળી છે, જયારે ડીએમકે અને મમતાની ટીએમસીને બે-બે સમિતિની કમાન અને સમાજવાદી પાર્ટીને એક સમિતિની કમાન મળી છે. સંસદની સ્થાયી સમિતિઓમાં એનડીએના સાથી પક્ષો – જેડીયુ. ટીડીપી, એનસીપી અને શિવસેનાને એક-એક સમિતિની અધ્યક્ષતા આપવામાં આવી છે.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કેવી રીતે થશે? જાણો અહીં

ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને નાણા પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જયારે કોંગ્રેસના શશિ શરૂરને વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમામ પક્ષોના પ્રતિનિધિત્વ સાથે વિભાગ-સંબંધિત સ્થાયી સમિતિઓ મિનિ-પાર્લામેન્ટ તરીકે કામ કરે છે અને વિવિધ મંત્રાલયોની કામગીરી પર દેખરેખ રાખે છે. રાજયસભા સચિવાલયે સમિતિઓ અંગેની સૂચના જાહેર કરતા એક પ્રકાશન બહાર પાડ્યું હતું.

સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધા મોહન સિંહ કરશે, જયારે ગૃહ બાબતોની સમિતિની અધ્યક્ષતા ભાજપના સભ્ય રાધા મોહન દાસ અગ્રવાલ કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા. સોનિયા ગાંધીનું નામ કોઈપણ સમિતિમાં નથી. તેલુગુ દેશમ પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ) જેવા. ભાજપના મુખ્ય સહયોગી ઉપરાંત, તેના મહારાષ્ટ્ર સાથી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) દરેક એક સમિતિનું નેતૃત્વ કરશે.
એનસીપીના એકમાત્ર લોકસભા સભ્ય સુનિલ તટકરે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પરની સમિતિનું નેતૃત્વ કરશે. જયારે શિવસેનાના શ્રીરંગ અપ્યા બારણે ઊર્જા પરની સંસદીય સમિતિના વડા હશે. જેડીયુના સંજય ઝા પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સમિતિની અધ્યક્ષતા કરશે, જયારે તેલુગુ દેશમ પાર્ટીના મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી આવાસ અને શહેરી બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. કંગના રનૌત અને યુસુફ પઠાણને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર લોન્ચ કર્યું, મળશે જબરદસ્ત ફાયદો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીમાં 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સ અને ક્લાઈમેટ માટે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 3 સુપર કોમ્પ્યુટર દિલ્હી, પુણે અને કોલકાતામાં લગાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે લોન્ચ કરાયેલા ત્રણ સુપર કોમ્પ્યુટર ભૌતિક વિજ્ઞાનથી લઈને પૃથ્વી વિજ્ઞાન અને કોસ્મોલોજી સુધીના અદ્યતન સંશોધનમાં મદદ કરશે. આ એવા ક્ષેત્રો છે જેમાં આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વ ભવિષ્યની દુનિયા તરફ જોઈ રહ્યું છે. આજે, ડિજિટલ ક્રાંતિના આ યુગમાં, કમ્પ્યુટિંગ ક્ષમતા રાષ્ટ્રીય ક્ષમતાનો સમાનાર્થી બની રહી છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જે પ્રત્યક્ષ રીતે ટેક્નોલોજી અને કમ્પ્યુટિંગ ક્ષમતા પર આધારિત ન હોય. ઈન્ડસ્ટ્રી 4.0માં ભારતની સફળતાનો આ સૌથી મોટો આધાર છે.

PM मोदी ने समर्पित किए 130 करोड़ में बने 3 सुपर कम्प्यूटर, जानें इसकी खासियत | pm modi dedicated 3 supercomputers made in 130 crores know specialties | Navbharat Live

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજનો દિવસ વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયામાં ભારત માટે મોટી ઉપલબ્ધિનો દિવસ છે. આજે 21મી સદીનું ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનને પ્રાધાન્ય આપીને કેવી રીતે આગળ વધી રહ્યું છે તેનું પ્રતિબિંબ પણ છે. આજે ભારત અવકાશ ક્ષેત્રે એક મોટી શક્તિ બની ગયું છે. અન્ય દેશોએ અબજો ડોલર ખર્ચીને જે પણ સફળતા મેળવી છે, તે આપણા વૈજ્ઞાનિકોએ મર્યાદિત સંસાધનો સાથે મેળવી છે.

ભારતે 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. થોડા દિવસ પહેલા જ સરકારે તેના પ્રથમ તબક્કાને મંજૂરી આપી દીધી છે. આજે સેમિકન્ડક્ટર પણ વિકાસનું આવશ્યક તત્વ બની ગયું છે. ભારત સરકારે પણ આ દિશામાં ભારત સેમિકન્ડક્ટર મિશન જેવું મહત્ત્વનું અભિયાન શરૂ કર્યું છે. આટલા ઓછા સમયમાં અમે સકારાત્મક પરિણામો જોવાનું શરૂ કર્યું છે. ભારત તેની પોતાની સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ બનાવી રહ્યું છે, જે વૈશ્વિક પુરવઠા શૃંખલાનો મહત્વનો ભાગ હશે.

આ પણ વાંચો :-

સુરતમાં કેસ ન કરવાના બદલે માંગી 3 લાખની લાંચ, 1 લાખ લેતા PSI રંગેહાથ ઝડપાયો

સુરતના અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ ને રૂપિયા 1,00,000 ની લાંચ લેતા સુરત એસીબી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં થયેલી અરજી ન તપાસ દરમિયાન ગુનો રજીસ્ટર નહીં કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા બનાસકાંઠા એસીબીમાં આ મામલે જાણકારી આપતા સુરત એસીબીને સાથે રાખી છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપિયા એક લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવેલા પીએસઆઇની ધરપકડ કરી વધુ તપાસ સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, આરોપીનું નામ લલિત પુરોહિત જે સુરતના અઠવા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવે છે. મૂળ બનાસકાંઠાના વતની ફરિયાદી વિરુદ્ધ એક અરજી અઠવા પોલીસ મથકમાં થઈ હતી. જે અરજીની તપાસ લલિત પુરોહિત કરી રહ્યા હતા. જોકે તટસ્થ તપાસ કરવાના બદલે પોતાનો રોટલો શેકવા માટે પીએસઆઇ દ્વારા ₹3,00,000 ની લાંચ માંગવામાં આવી હતી.

બનાસકાંઠાના મૂળ ફરિયાદી વિરુદ્ધ થયેલી આ અરજીની તપાસ દરમિયાન ગુનો નહીં રજીસ્ટર કરવા પીએસઆઇ એ ધાકધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો ફરજિયાત પણે ગુનો દાખલ કરવો પડશે તેમ ફરિયાદીને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અને પીએસઆઇ વચ્ચે આ બાબતને લઈ રક્ઝકના અંતે એક લાખ રૂપિયામાં સમાધાન થયું હતું.

જોકે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય બનાસકાંઠા એસીબીમાં આ મામલે તેઓએ રજૂઆત કરી હતી. જેથી સુરત એસીબીના સાથે રાખી ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. સુરતના અથવા પોલીસ વખતમાં ફરજ બજાવતા પીએસઆઇ લલિત પુરોહિતને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડવા પોલીસ સ્ટેશન નજીક જ આ છટકાનું આયોજન કરાયું હતું. દરમિયાન પોલીસ સ્ટેશન નજીક ₹1,00,000 ની લાંચ લેતા એસીબીએ અઠવા પોલીસ મથકના પીએસઆઇ લલિત પુરોહિતને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જ્યાં સુરત એસીબી દ્વારા આ લાંચિયા પીએસઆઇ સામે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એસીબી દ્વારા લાંચિયા પીએસઆઇને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરાશે. જ્યાં પીએસઆઇની મિલકત સંબંધી તપાસ પણ એસીબી દ્વારા કરવામાં આવશે. પીએસઆઇ દ્વારા કોઈ આ પ્રમાણસર મિલકત વસાવામાં આવી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ પણ કરાશે. જોકે એસીબીની કાર્યવાહી બાદ અન્ય લાંચિયા અધિકારીઓમાં ભારે ફફડાટ પણ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો :-

સુરતથી રાજકોટ લઈ જતી LCBની ટીમને નડ્યો અકસ્માત, એક પોલીસ કર્મીનું મોત

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. નેશનલ હાઈવે 48 પર રાજકોટ LCB ટીમને અકસ્માત નડ્યો છે. ટ્રકે ટક્કર મારતા આગળના વાહનમાં રાજકોટ LCBની ખાનગી કાર અથડાઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત અન્ય ત્રણ કર્મી સહિત આરોપી હાલ સારવાર હેઠળ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર કારમાં 4 પોલીસકર્મી અને એક આરોપી હોવાનું સામે આવ્યુ છે.

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે રાજકોટ એલસીબીની ટીમ સુરતના હજીરા ખાતેથી બ્લેક ક્રેટા કારમાં પેરોલ જમ્પ આરોપીને લઇને ચાર એલસીબી પોલીસ જવાનો જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં નાના બોરસરા ગામ પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલા આઇસર ટેમ્પો ચાલકે ક્રેટા ને માર્યો ટક્કર.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામ પાસે આરોપીને લઇને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા એલસીબી ટીમને અકસ્માત નડ્યો હતો, જેમાં આઇસર ટેમ્પોએ પાછળથી ટક્કર મારતાં કાર આગળ જઈ રહેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં રાજકોટ રૂરલ LCBના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હાલ ભરૂચના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે રાજકોટ એલસીબીની ટીમ સુરતના હજીરા ખાતેથી બ્લેક ક્રેટા કારમાં પેરોલ જમ્પ આરોપીને લઇને ચાર એલસીબી પોલીસ જવાનો જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં નાના બોરસરા ગામ પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલા આઇસર ટેમ્પો ચાલકે ક્રેટાને ટક્કર મારી હતી. જેને લઇને કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેને લઇને કાર પડીકું વળી ગઇ હતી. કારમાં સવાર ચાર પોલીસકર્મી અને એક આરોપી દબાઈ ગયા હતા.

મૃતક પોલીસકર્મીનું નામ (દિગ્વિજયસિંહ રાઠોડ )

ઈજાગ્રસ્તો પોલીસકર્મીઓનાં નામ

  • ઘનશ્યામસિંહ માહિપતસિંહ જાડેજા (પોલીસકર્મી)
  • દિવ્યેશ દેવાયતભાઈ સુવા (પોલીસકર્મી)
  • અરવિંદસિંહ દાનુભા જાડેજા (પોલીસકર્મી)
  • વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર (આરોપી)

આ પણ વાંચો :-

કેનેડા બાદ હવે અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો, તોડફોડ, ‘હિન્દુ પાછા જાવ’ના લખ્યાં સૂત્રો

અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ ધર્મના ધર્મસ્થાન પર હુમલો થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં આ બીજી વખત છે જયારે કોઈ હિંદુ ધાર્મિક સ્થળ પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ દરમિયાન સ્વામિનારાયણ મંદિરમાં હિંદુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. બદમાશોએ લખ્યું હતું હિન્દુઓ ગો બેક’. આ ઘટના કેલિફોર્નિયાના સેકામેન્ટોમાં બની હતી. બુધવારે કેલિફોર્નિયામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંદુ વિરોધી સંદેશા લખવામાં આવ્યા હતા. અમેરિકામાં આઠ દિવસમાં આ બીજી ઘટના છે. BAPS પબ્લિક અફેર્સે કહ્યું કે સેકામેન્ટોમાં તેમના મંદિરને હિન્દુઓ પાછા જાઓ’ના સંદેશ સાથે અપવિત્ર કરવામાં આવ્યું છે.

सैक्रामेंटो में बीएपीएस मंदिर में हिंदू विरोधी संदेश लिखकर तोड़फोड़ की गई।

BAPS એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘શાંતિ માટે પ્રાર્થના કરતી વખતે અમે નફરત સામે એકજૂથ છીએ. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી. આ રીતે અમેરિકામાં હિંદુ ધર્મ સામે વિરોધ વધી રહ્યો છે . હિંદુત્વ એ અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિંદુઓ પ્રત્યે દ્વેષને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. આને હિન્દુ ફોબિયા પણ કહી શકાય.

જ્યારે સ્થાનિક અધિકારીઓને આ અંગેની માહિતી મળી તો તેઓએ સ્થળ પર જઈને તપાસ કરી. તેણે જોયું કે મંદિર સાથે જોડાયેલ પાઈપલાઈન પણ કપાઈ ગઈ હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી ઘટના બની હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી ઘટના બની હતી.

આ પણ વાંચો :-

‘ભારતીય નાગરિકોએ લેબનોન છોડવું જોઇએ’, ભારતે યુદ્ધના ભય વચ્ચે એડવાઇઝરી જારી કરી

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ખતરનાક થઇ રહ્યું છે. ત્યારે યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં તણાવમાં સ્પષ્ટપણે વધારો જોવા મળી રહ્યો છે. ભારતના બેરૂત દૂતાવાસે, ભારતીય નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવાની સલાહ આપી છે. આ સુચના એડવાઈઝરી ફોર્મેટમાં જારી કરવામાં આવી છે, જેમાં વધુમાં જણાવાયું છે કે, ભારતીય નાગરિકોએ, જે લેબનોનમાં હાજર છે, તેમણે જલ્દી જ આ દેશ છોડવાનું મન બનાવવું જોઈએ.

Image

દૂતાવાસે એક ટ્વિટની મદદથી અહીં રહેતા ભારતીઓને સંદેશ આપ્યો છે કે, ‘પ્રદેશમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગળની સૂચના સુધી લેબનોનની મુસાફરી ન કરવા અને ત્યાં રહેલા તમામ નાગરિકોને લેબનોન છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર અટક્યા હોય, તો તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ જલ્દી જ શક્ય હલચલ બંધ કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.’

હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે લગભગ એક વર્ષ થઈ ગયો છે, પરંતુ હાલની સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. ઇઝરાયેલી સેના હવે હિઝબુલ્લાહને સ્પષ્ટ રૂપે નિશાન બનાવી રહી છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા હુમલાઓમાં, લેબનોનમાં અત્યાર સુધી અંદાજે 600 જેટલા લોકોના મોત થયાં છે, જેમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે. લેબનાના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આ હુમલાને ‘નરસંહાર’ તરીકે ગણાવ્યો છે.

હમલાઓમાં વોકી-ટોકી, રેડિયો, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ, ઇઝરાયેલી સેના હિઝબુલ્લાહના વિવિધ સ્થળોએ વિસ્ફોટક હુમલા કરી રહી હતી. 20 સપ્ટેમ્બરએ બેરૂતમાં એક મોટો હુમલો થયો, જેમાં હિઝબુલ્લાહના રદવાન યુનિટને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી, પાંચ લોકો દાઝયા

સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મકાનમાં કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે. મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી.

પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું સુરતના સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ત્રીજા મળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી. જેમાંથી 5 જેટલા લોકો દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સળગી જવાથી મોત થતાં તેની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી હતી. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું. જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું છે. તેમાં પાંચ લોકોને ઈજા થઈ છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકને હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ પણ વાંચો :-

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, 4 લોકોના મોત, વીજળી ગુલ, વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી

0

વડોદરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગઈ સાંજે ભારે વાવાઝોડું આવ્યું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે એકાએક ચારે બાજુ વાદળો ઘેરાઇ જતાં અંધારું થઇ ગયું હતું અને પ્રચંડ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી અને તેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. ગઇકાલે સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઇ. 4નાં મોત 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયાં. તો 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13 લોકોનાં મોત અને 24 જુલાઇએ વરસેલા 7 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું.

Vadodara Rains Today Photos and Videos: Gujarat City Sees Early Morning Rain With Strong Winds | 📰 LatestLY

વરસાદની સાથે સાથે ભારે પવનના કારણે વૃક્ષો, હોર્ડિંગ ધરાશાયી થયા હતા. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘણા વાહન બંધ પડી જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખંડેરાવ માર્કેટ, મેઈન રોડ બજાર, માંજલપુર, સયાજીગંજ, કારેલીબાગ રાવપુરા જેવા અનેક વિસ્તારોમાં પાણી જ જોવા મળી રહ્યું છે.વરસાદ બાદ અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઈ છે.

110 કિમીએ પવન ફૂંકાતા શહેરમાં તબાહી વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલાં નવાં વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઊડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખેઆખી કેબિન ઊડીને દૂર ફેંકાઈ ગઇ હતી.

આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયાં છે. જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતા. જ્યારે વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

આ પણ વાંચો :-

માનહાનિ કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલની સજા અને 25 હજારનો દંડ

0

માનહાનિ કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કદાવર નેતા સંજય રાઉત મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. જેના પર મેટ્રોપોલિટન કોર્ટ મઝગાઉના મેજિસ્ટ્રેટે ચુકાદો આપતાં સંજય રાઉતને દોષિત ઠેરવતાં 15 દિવસ કેદ અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

શિવસેના સત્તા માટે જન્મી નથી, સત્તા શિવસેના માટે જન્મી છે: સંજય રાઉત | Sandesh

ગત વર્ષે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમની પત્નીએ કોર્ટમાં અપીલ કરીને સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યો હતો. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં પબ્લિક ટોઈલેટના નિર્માણ અને સારસંભાળ માટે 100 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો તદ્દન ખોટા છે. તે સમયે તેમણે સંજય રાઉત સામે કેસ નોંધવાની માગ કરી હતી અને તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે આઈપીસીની કલમ 499 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાના વકીલે કહ્યું હતું કે કોર્ટે આદેશ કર્યો છે કે તેમને વળતર રૂપે સંજય રાઉત 25000 રૂપિયા ચૂકવે. ફરિયાદમાં મેધાએ સ્વીકાર્યું હતું કે રાઉત મરાઠી ન્યૂઝપેપર સામનાના એક્ઝિક્યૂટિવ એડિટર છે અને ઉદ્ધવની શિવસેનાના મુખ્ય પ્રવક્તા પણ છે. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે 15 એપ્રિલ 2022ના રોજ તેમની વિરુદ્ધ માનહાનિ કરતાં નિવેદનો છાપવામાં આવ્યા હતા. જે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા ફેલાવાયા હતા.

આ પણ વાંચો :-