સંસદની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. ગુરુવારે જાહેર કરાયેલી ૨૪ સંસદીય સ્થાયી સમિતિઓમાંથી ૧૧ની કમાન ભાજપ પાસે રહેશે. નવ સમિતિઓની આગેવાની વિપક્ષી પાર્ટીઓ અને ચાર એનડીએ સાથી પક્ષો દ્વારા કરવામાં આવશે. કોગ્રેસને ચાર સમિતિઓની અધ્યક્ષતા મળી છે, જયારે ડીએમકે અને મમતાની ટીએમસીને બે-બે સમિતિની કમાન અને સમાજવાદી પાર્ટીને એક સમિતિની કમાન મળી છે. સંસદની સ્થાયી સમિતિઓમાં એનડીએના સાથી પક્ષો – જેડીયુ. ટીડીપી, એનસીપી અને શિવસેનાને એક-એક સમિતિની અધ્યક્ષતા આપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને નાણા પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જયારે કોંગ્રેસના શશિ શરૂરને વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમામ પક્ષોના પ્રતિનિધિત્વ સાથે વિભાગ-સંબંધિત સ્થાયી સમિતિઓ મિનિ-પાર્લામેન્ટ તરીકે કામ કરે છે અને વિવિધ મંત્રાલયોની કામગીરી પર દેખરેખ રાખે છે. રાજયસભા સચિવાલયે સમિતિઓ અંગેની સૂચના જાહેર કરતા એક પ્રકાશન બહાર પાડ્યું હતું.
સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધા મોહન સિંહ કરશે, જયારે ગૃહ બાબતોની સમિતિની અધ્યક્ષતા ભાજપના સભ્ય રાધા મોહન દાસ અગ્રવાલ કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા. સોનિયા ગાંધીનું નામ કોઈપણ સમિતિમાં નથી. તેલુગુ દેશમ પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ) જેવા. ભાજપના મુખ્ય સહયોગી ઉપરાંત, તેના મહારાષ્ટ્ર સાથી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) દરેક એક સમિતિનું નેતૃત્વ કરશે.
એનસીપીના એકમાત્ર લોકસભા સભ્ય સુનિલ તટકરે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પરની સમિતિનું નેતૃત્વ કરશે. જયારે શિવસેનાના શ્રીરંગ અપ્યા બારણે ઊર્જા પરની સંસદીય સમિતિના વડા હશે. જેડીયુના સંજય ઝા પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સમિતિની અધ્યક્ષતા કરશે, જયારે તેલુગુ દેશમ પાર્ટીના મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી આવાસ અને શહેરી બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. કંગના રનૌત અને યુસુફ પઠાણને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-