Home Blog Page 637

ઈઝરાયલે હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર હવાઈ હુમલા, મિસાઈલ કમાન્ડર ઠાર

ઈઝરાયલે હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએનમાં વચન આપ્યું હતું કે, ‘હું હિઝબુલ્લા સંગઠનનો ખાતમો કરીને જ જંપીશ’ આ દરમિયાન હિઝબુલ્લાહના ઠેકાણા પર ઈઝરાયલના હુમલા ચાલુ છે. દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટના કમાન્ડર મોહમ્મદ અલી ઈસ્માઈલ અને તેના ડેપ્યુટી હુસૈન અહેમદ ઈસ્માઈલ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે.

ઇઝરાયેલે હિઝબુલ્લાહ પર કરેલ હુમલામાં 500થી વધુના મૃત્યુ, 1600થી વધુ ઘાયલ | Israel e Hezbollah Par karel Humlama 500thi Vadhuna Mrutyu, 1600thi vadhu Ghayal

ઈઝરાયલે શુક્રવારે (27મી સપ્ટેમ્બર) સાંજે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કર્યો હતો. લેબેનોનની રાજધાની બેરૂત સ્થિત હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હેવી ગાઈડેડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બેરૂત જોરદાર અવાજથી હચમચી ગયું હતું અને હિઝબુલ્લાનું હેડક્વાર્ટર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું. હુમલા બાદ હેડક્વાર્ટરમાં આગ લાગી હતી.

ઈઝરાયલે હિઝબુલ્લાના વડા નસરાલ્લાહને નિશાન બનાવવા માટે આ હવાઈ હુમલો કર્યો હતો. હુમલામાં કેટલા લોકો માર્યા ગયા તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએનમાં સ્પષ્ટ કર્યું કે, ‘હું હિઝબુલ્લા સંગઠનનો ખાતમો કરીને જ જંપીશ’ આ ઉપરાંત નેતન્યાહૂએ ઈરાનને સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે, ‘તમે (ઈરાન) કોઈ પણ પ્રકારની દુવિધામાં ન રહે. તમારો દરેક વિસ્તાર ઈઝરાયલની પહોંચમાં છે અને હમાસને આત્મસમર્પણ કરવું જાઈએ.’

આ પણ વાંચો :-

ટાટા ગ્રૂપના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

0

ટાટા ગ્રુપની કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર પાસે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટમાં આજે સવારે જ આગ લાગી હતી. ટાટાના આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી કાળા ધુમાડાના ગોટા દેખાતા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાહત અને આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ હાજર છે.

BREKING: ટાટા ગ્રૂપના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા કંપનીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. આગ લાગ્યા બાદ શરૂઆતમાં કર્મચારીઓએ ફેક્ટરીમાં હાજર ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો, ત્યારે રાયકોટ્ટાઈ અને ઢેંકનીકોટ્ટાઈ વિસ્તારમાંથી ફાયર વિભાગને બોલાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ગાડીઓ હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, નાગમંગલમ નજીક ઉદનપલ્લી સ્થિત કંપનીના મોબાઈલ ફોન એસેસરીઝ પેઈન્ટીંગ યુનિટમાં સવારે લગભગ 5.30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. તમામ કર્મચારીઓને પરિસરમાંથી બહાર કાઢવા માટે સાત ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર નથી.

આગ લાગી ત્યારે પ્રથમ પાળીમાં 1500 જેટલા કર્મચારીઓ ફરજ પર હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તમિલનાડુના હોસુરમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. અમારા ઈમરજન્સી પ્રોટોકોલ્સ એ સુનિશ્ચિત કરે છે કે અમારા બધા કર્મચારીઓ સુરક્ષિત છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લઈશું.

આ પણ વાંચો :-

મુંબઈમાં આતંકી હુમલાની શંકા, એજન્સીઓએ આપી ચેતવણી, એલર્ટ જાહેર

0

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ તહેવાર નિમિત્તે હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. મહત્વના સ્થળો પર મોટા પાયે સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પર, શહેરમાં ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોક-ડ્રીલ કરવામાં આવી રહી છે અને તમામ પ્રાદેશિક અધિકારીઓને તેમના વિસ્તારોમાં વિશેષ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે.

મુંબઈમાં એકવાર ફરી આતંકવાદી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ શહેરના અનેક ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસને ગીચ સ્થળો અને ધાર્મિક સ્થળોએ ‘મોક ડ્રીલ’ કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ DCP ને પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા પણ કહેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે પોલીસે ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ કરી હતી. આ એ વિસ્તાર છે જ્યાં ભારે ભીડ હોય છે. અહીં બે મુખ્ય ધાર્મિક સ્થળો પણ છે.

સિક્યોરિટી ડ્રિલ અંગે પોલીસે સત્તાવાર રીતે કહ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક્સસાઈઝ હતી. એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ સિદ્ધિવિનાયક મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજારામ દેશમુખે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ તરફથી એલર્ટ મળ્યા બાદ પોલીસે તેમને કહ્યું કે સુરક્ષા વધારવામાં આવે. ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તકેદારી વધારવી જોઈએ. આ તમામ બાબતોને જોતા પોલીસે પોતાની સંખ્યા વધારી દીધી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. મંદિર પ્રશાસન ભક્તોને અપીલ કરી રહ્યું છે કે જો તેઓ કોઈ શંકાસ્પદ વસ્તુ જુએ તો તરત જ તેની જાણ કરે.

આ પણ વાંચો :-

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જીવથી મારી નાખવાની ધમકી, ક્યાંથી આવ્યો ફોન?

0

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહને વધુ એક વખત ધમકી મળી છે. છેલ્લા થોડા મહિનામાં તેમને આ બીજી વખત ધમકી મળી છે અને થોડા દિવસ અગાઉ તો તેઓ એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની નજીક આવી પહોંચેલા એક મુસ્લિમ યુવકે તેમના પર શારીરિક હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને બિહારના બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહને પાકિસ્તાન તરફથી ધમકી મળી છે. ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ અમરેન્દ્ર કુમાર અમરના મોબાઈલ ફોન પર વોટ્સએપ કોલ કરીને આ ધમકી આપવામાં આવી છે. અમરેન્દ્ર કુમારે જણાવ્યું કે તેમને પાકિસ્તાનથી એક વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે ગિરિરાજ સિંહ વિશે અપશબ્દો કહ્યા હતા. તેના તાજેતરના નિવેદનો માટે પરિણામની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

સનાતન અને રાષ્ટ્રવાદી વાતની તરફેણમાં બેબાક નિવેદનો માટે જાણીતા ગિરિરાજ સિંહના સાથી અમરેન્દ્ર કુમારને શુક્રવારે સવારે 11.28 વાગ્યે વોટ્સએપ કોલ આવ્યો હતો. આ પછી તેણે બેગુસરાયના ડીએમ અને એસપીને લેખિત ફરિયાદ કરી છે. અમરેન્દ્ર કુમાર અમર 2019 થી 2024ની ચૂંટણી સુધી ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ રહી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપના ખાગરિયા જિલ્લા પ્રભારી છે. તેઓ ભારત સરકારના સ્થાયી પરિષદના સભ્ય પણ છે.

બેગુસરાય હેડ ક્વાર્ટર ડીએસપીએ જણાવ્યું કે સાંસદના પ્રતિનિધિ અમરેન્દ્ર અમરે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરના કહેવા પ્રમાણે, તેને ગુરુવારે વોટ્સએપ પર કોલ આવ્યો હતો, જેમાં ગિરિરાજ સિંહ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે કહ્યું, “તમારા બંનેને ખૂબ જ ખરાબ ભાગ્યનો સામનો કરવો પડશે. પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.

આ પણ વાંચો :-

સરફરાઝ ખાનના ભાઈ મુશીરનું થયું અકસ્માત, ઈરાની કપ નહીં રમી શકશે

0

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન ઈરાની કપ પહેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ગ અકસ્માતમાં ઘાયલ મુશીરને ફ્રેક્ચર થયું છે. આ અકસ્માત થયો ત્યારે મુશીર તેના પિતા સાથે કાનપુરથી લખનૌ જઈ રહ્યો હતો.

મુશીર ખાનને માર્ગ અકસ્માતમાં ફ્રેકચર, ઈરાની કપ માટે મુંબઈ માટે મોટો ફટકો, જાણો વિગતો સરફરાઝના ભાઈ મુશીર ખાનને અકસ્માત થયો, મોટી મેચ પહેલા ગંભીર ઈજા

ઈરાની કપની મેચ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન લખનૌના એકાના સ્ટેડિયમમાં મુંબઈ અને બાકીના ભારત વચ્ચે રમાશે. આ મેચ પહેલા મુશીરનો અકસ્માત મુંબઈ માટે મોટો ઝટકો છે. એટલું જ નહીં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુશીર 11 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફીની શરૂઆતની મેચો પણ ચૂકી શકે છે.

અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “તે ઈરાની કપ માટે મુંબઈની ટીમ સાથે લખનૌ ગયો ન હતો. અકસ્માત થયો ત્યારે તે કદાચ આઝમગઢથી લખનૌ તેના પિતા સાથે મુસાફરી કરી રહ્યો હતો.”

મુશીર ખાન તાજેતરમાં રમાયેલી દુલીપ ટ્રોફીમાં અજાયબી કરતો જોવા મળ્યો હતો. તે ટુર્નામેન્ટમાં ઈન્ડિયા B તરફથી રમ્યો હતો. મુશીરે તેની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 181 રન બનાવ્યા હતા, ત્યારબાદ તેને ભારતીય ટીમમાં લાવવાની માંગ તેજ થઈ ગઈ હતી. જોકે, પછીની ચાર ઇનિંગ્સમાં મુશીર ખાતું ખોલાવ્યા વિના બે વખત આઉટ થયો હતો. આ સિવાય એક વખત તેણે 5 રન બનાવ્યા અને એક વખત તેણે માત્ર 01 રન બનાવ્યા.

મુશીરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોની 15 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 203 રન હતો.

આ પણ વાંચો :-

પોર્ન સ્ટાર રિયા બરડ નીકળી બાંગ્લાદેશી, મુંબઈ પોલીસે કરી ધરપકડ

0

ભારતીય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આરોહી બર્ડે ​​​​​અને બન્ના શેખના નામથી પ્રખ્યાત પોર્ન સ્ટાર રિયા બર્ડેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેના બાંગ્લાદેશી હોવાના પુરાવા મળ્યા છે. ભારતમાં પોર્ન સ્ટાર તરીકે કામ કરનારી રિયા બાંગ્લાદેશી​​ હોવાનું સામે આવ્યું છે.​​​​​ બાંગ્લાદેશની રિયા બર્ડે નકલી દસ્તાવેજો બનાવીને તેના આખા પરિવાર સાથે ભારતમાં રહેતી હતી. મામલો સામે આવ્યા બાદ તેની મુંબઈના થાણેથી ધરપકડ કરવામાં આવી હતી.

Riya Barde: उल्हासनगरमधून अटक केलेली पॉर्न स्टार रिया बर्डे कोण? - Who is Porn star Riya Barde turned out to be Bangladeshi arrested by Maharashtra Ulhasnagar police -

હિલ લાઇન પોલીસે રિયા બર્ડે અને તેના પરિવાર વિરુદ્ધ IPCની કલમ 420, 465, 468, 479, 34 અને 14 (A) હેઠળ કેસ નોંધ્યો છે. રિયા બર્ડે બાંગ્લાદેશી હોવાના આક્ષેપો છે. તેની પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો છે. આ ઉપરાંત તેના ઘરના તમામ લોકોના દસ્તાવેજો પણ નકલી છે.

આ કેસની તપાસ કરી રહેલા સબ ઈન્સ્પેક્ટર સંગ્રામ મલકરે મીડિયાને જણાવ્યું કે, રિયા બર્ડેની માતા બાંગ્લાદેશી છે. તે તેની બે પુત્રી અને પુત્ર સાથે ગેરકાયદેસર રીતે ભારત આવીને સ્થાયી થઈ છે. થોડા વર્ષો પહેલા તેણીએ પશ્ચિમ બંગાળના હોવાનો દાવો કરીને અમરાવતીના એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેની મદદથી તેણે પોતાના અને તેના બાળકો માટે બનાવટી દસ્તાવેજો મેળવ્યા હતા. પોતાની જાતને ભારતીય સાબિત કરવા માટે તેની પાસે બર્થ સર્ટિફિકેટથી લઈને પાસપોર્ટ સુધીના અનેક નકલી દસ્તાવેજો છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રિયા બર્ડેના નજીકના મિત્ર પ્રશાંત મિશ્રાને માહિતી મળી કે, તે ભારતીય નહીં પરંતુ બાંગ્લાદેશી છે. આ મામલાને ગંભીરતાથી લેતા પ્રશાંતે પોલીસને આ માહિતી આપી હતી. પોલીસે જ્યારે રિયાના તમામ દસ્તાવેજો તપાસ્યા તો તેમને તે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળ્યા હતા.

રિયા બર્ડેની પ્રોસ્ટિટ્યૂટના આરોપમાં અગાઉ પણ થઈ હતી ધરપકડ નકલી પાસપોર્ટ કેસ પહેલા રિયાની ​​​​​દેહવ્યાપાર માટે પણ ધરપકડ કરવામાં આવી હતી. રિયા પોર્ન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે ઘણા પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલી છે, જે પોર્ન કન્ટેન્ટ બનાવે છે. રિયા ઉલ્લુ એપ અને ઘણી પોર્ન વેબસાઈટ માટે કામ કરે છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાં ‘કાળા જાદુ’ને નામે સ્કૂલવાળાઓએ ચઢાવ્યો વિદ્યાર્થીનો બલિ

0

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 9 વર્ષના વિદ્યાર્થી કૃતાર્થની હત્યાનો પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તંત્ર-મંત્ર અને કાળા જાદુના મુદ્દે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. શાળા સંચાલકના પિતા તાંત્રિક છે. સંચાલકના પિતાનું માનવું હતું કે તંત્ર-મંત્ર અને કોઇ બાળકની બલિ આપવાથી તેની શાળામાં પ્રગતિ થશે. તેથી, તેણે બીજા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી અને બલિ ચઢાવી . આ પછી સંચાલક પોતાની કારમાં વિદ્યાર્થીની લાશનો નિકાલ કરવા જઈ રહ્યા હતા. તેના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તેને પકડી લીધો હતો. તેની કારમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. પોલીસે વિદ્યાર્થીની હત્યાનો ખુલાસો કર્યો છે અને સંચાલક અને તેના પિતા સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરે વિદ્યાર્થીનો મૃતદેહ આગરાથી 35 કિલોમીટર દૂર સાદાબાદ વિસ્તારમાં સ્કૂલ ડિરેક્ટરની કારમાં મળ્યો હતો. ASP અશોકકુમારે કહ્યું હતું કે સ્કૂલ ડિરેક્ટર દિનેશ બઘેલ, તેના પિતા જશોધન સિંહ અને સ્કૂલ શિક્ષકો રામ પ્રકાશ સોલંકી, વીરપાલ સિંહ ને લક્ષ્મણ સિંહની ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યા પાછળ કાળા જાદુની યોજના હતી, એટલે કે ડિરેક્ટર અને શિક્ષકોનું માનવું હતું કે વિદ્યાર્થીના બલિ આપવાથી સ્કૂલની પ્રસિદ્ધિ મળશે અને ડિરેક્ટરના પરિવારની સમસ્યાઓ દૂર થશે. સ્કૂલના એક રૂમમાંથી એક દોરડું મળ્યું છે, ધાર્મિક ફોટો અને ચાવી પણ મળ્યાં છે. ડિરેક્ટરના પિતા એક અનુષ્ઠાન કરવાના હતા, જેથી બાળકનો બલિ એમાં ચઢાવવાનો હતો, પણ વિદ્યાર્થી અડધી રાતે જાગી જતાં અને રડતાં તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ સંચાલક દિનેશ બઘેલના પિતા યશોધન તંત્ર-મંત્ર અને કાળો જાદુ જાણે છે. શાળાના સંચાલક દિનેશ બઘેલ અને તેમના પિતા જશોધન માનતા હતા કે તંત્ર મંત્ર કરવાથી અને યજ્ઞ કરવાથી તેમનો વ્યવસાય સારો ચાલશે. આ મામલામાં કાર્યવાહી કરતા પોલીસે ગૌતમ નગર સાદાબાદ નિવાસી લીલા સિંહના પુત્ર રામપ્રકાશ, રસગણવા પોલીસ સ્ટેશન સહપાઉ નિવાસી યશોદાના પુત્ર દિનેશ બઘેલ, જશોધન ઉર્ફે ભગતજી પુત્ર ડોરી લાલ નિવાસી રસગાંવ સહપાઉ, લક્ષ્મણ સિંહ પુત્ર રાધેલની ધરપકડ કરી હતી. બલદેવ પોલીસ સ્ટેશન મથુરાના રહેવાસી, રઘુવીરના પુત્ર વીરપાલની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં વકફ બોર્ડની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

0

અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો.

ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ‘સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે’

કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.

ગુજરાત વકફ બોર્ડના સભ્યો સાથે પણ કમિટીની મુલાકાત થઈ છે. જો કે સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ વકફ સુધારા બિલનો વિરોધ કર્યો છે. મળતી માહિતી અનુસાર JPCની બેઠકમાં બબાલ થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવેસી વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યુ છે. વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈ બોલાચાલી થઈ છે. બબાલ અંગે ગૃહ રાજ્ય પ્રધાને કંઈપણ બોલવાનું ટાળ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે. JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી JPC કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે. વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈપણ બોલવાની મનાઈ કરી હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં દિલ્હી CBIના દરોડા, ગેરકાયદે કોલ સેન્ટરો પર ટીમો દ્વારા તપાસ

0

ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી દરોડા પાડ્યા છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે આ રેડના શું પરિણામ આવ્યાં તેની હજુ જાણકારી સામે આવી નથી.

CBI probes role of DRDO employee in possible graft - The Sunday Guardian Live

છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી.

વિદેશી નાગરિકોને છેતરવાની આ વિગતો CBIને જાણવા મળી હતી. જે આધારે તેમણે રેડ કરી છે. હજી રેડમાં શું નીકળ્યું છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાને આધારે ખૂબ મોટી રેડ અમદાવાદમાં ચાલી રહી છે. ત્યારબાદ હજી પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ જરૂર પડે CBIની ટીમ સંપર્ક કરશે તો તેમની મદદ પણ લેશે તેવું જણાવી રહ્યા છે.

અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો હતો. જેમાં મોટા કોલ સેન્ટરના માફિયાઓ અબજો રૂપિયા ઘરભેગા કરી દીધા છે. અહીં કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટા રૂપિયા આપવાની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડોલર ભેગા કરી લેતા હોય છે.

આ પણ વાંચો :-

સમસ્તીપુરમાં સ્વતંત્રતા સેનાની સુપરફાસ્ટ એક્સ પર પથ્થરમારો, AC કોચના તૂટ્યા કાચ

0

બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર મુઝફ્ફરપુર-સમસ્તીપુર રેલ લાઇન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાને કારણે ઘણા મુસાફરો ઘાયલ પણ થયા છે. ઘાયલ મુસાફરોને સમસ્તીપુરમાં જ સારવાર આપવામાં આવી હતી. ગુરુવારે રાત્રે સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ પર અચાનક પથ્થરમારો થતાં મુસાફરો ડરી ગયા હતા. ટ્રેન પર પથ્થરમારાની ઘટના લગભગ રાત્રે 9.45 વાગ્યાની આસપાસ થઈ હતી. ઘટના બાદ ટ્રેન મુઝફ્ફરપુર સ્ટેશન 45 મિનિટ મોડી પહોંચી હતી.

લગભગ 11 વાગ્યે સમસ્તીપુરમાં થોડો સમય રોકાયા બાદ ટ્રેન મુઝફ્ફરપુર જવા રવાના થઈ હતી. ટ્રેન આઉટર સિગ્નલ પર પહોંચતા જ તેના પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અચાનક થયેલા પથ્થરમારાથી મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે જીઆરપીની એસ્કોર્ટ પાર્ટી ટ્રેનની અંદર હાજર હતી. ટ્રેન લગભગ 45 મિનિટના વિલંબથી મુઝફ્ફરપુર જંકશન પહોંચી હતી.

માહિતી મળતાં જ આરપીએફ અને જીઆરપીના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. પથ્થરમારાના કારણે પેન્ટ્રી કારને અડીને આવેલા A-1 અને B-2 કોચના કાચ તૂટી ગયા હતા. ઘણા સ્લીપર કોચની બારીઓ પણ પથ્થરોથી ઢંકાયેલી હતી. ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જે સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસની આગળથી પસાર થઈ હતી તેના પર પણ પથ્થરમારો થયો હોવાની વાત છે, પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-