Sunday, Mar 23, 2025

ગુજરાતમાં દિલ્હી CBIના દરોડા, ગેરકાયદે કોલ સેન્ટરો પર ટીમો દ્વારા તપાસ

2 Min Read

ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી દરોડા પાડ્યા છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે આ રેડના શું પરિણામ આવ્યાં તેની હજુ જાણકારી સામે આવી નથી.

CBI probes role of DRDO employee in possible graft - The Sunday Guardian Live

છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી.

વિદેશી નાગરિકોને છેતરવાની આ વિગતો CBIને જાણવા મળી હતી. જે આધારે તેમણે રેડ કરી છે. હજી રેડમાં શું નીકળ્યું છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાને આધારે ખૂબ મોટી રેડ અમદાવાદમાં ચાલી રહી છે. ત્યારબાદ હજી પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ જરૂર પડે CBIની ટીમ સંપર્ક કરશે તો તેમની મદદ પણ લેશે તેવું જણાવી રહ્યા છે.

અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો હતો. જેમાં મોટા કોલ સેન્ટરના માફિયાઓ અબજો રૂપિયા ઘરભેગા કરી દીધા છે. અહીં કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટા રૂપિયા આપવાની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડોલર ભેગા કરી લેતા હોય છે.

આ પણ વાંચો :-

Share This Article