ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 9 વર્ષના વિદ્યાર્થી કૃતાર્થની હત્યાનો પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તંત્ર-મંત્ર અને કાળા જાદુના મુદ્દે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. શાળા સંચાલકના પિતા તાંત્રિક છે. સંચાલકના પિતાનું માનવું હતું કે તંત્ર-મંત્ર અને કોઇ બાળકની બલિ આપવાથી તેની શાળામાં પ્રગતિ થશે. તેથી, તેણે બીજા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી અને બલિ ચઢાવી . આ પછી સંચાલક પોતાની કારમાં વિદ્યાર્થીની લાશનો નિકાલ કરવા જઈ રહ્યા હતા. તેના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તેને પકડી લીધો હતો. તેની કારમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. પોલીસે વિદ્યાર્થીની હત્યાનો ખુલાસો કર્યો છે અને સંચાલક અને તેના પિતા સહિત 5 લોકોની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરે વિદ્યાર્થીનો મૃતદેહ આગરાથી 35 કિલોમીટર દૂર સાદાબાદ વિસ્તારમાં સ્કૂલ ડિરેક્ટરની કારમાં મળ્યો હતો. ASP અશોકકુમારે કહ્યું હતું કે સ્કૂલ ડિરેક્ટર દિનેશ બઘેલ, તેના પિતા જશોધન સિંહ અને સ્કૂલ શિક્ષકો રામ પ્રકાશ સોલંકી, વીરપાલ સિંહ ને લક્ષ્મણ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
આ હત્યા પાછળ કાળા જાદુની યોજના હતી, એટલે કે ડિરેક્ટર અને શિક્ષકોનું માનવું હતું કે વિદ્યાર્થીના બલિ આપવાથી સ્કૂલની પ્રસિદ્ધિ મળશે અને ડિરેક્ટરના પરિવારની સમસ્યાઓ દૂર થશે. સ્કૂલના એક રૂમમાંથી એક દોરડું મળ્યું છે, ધાર્મિક ફોટો અને ચાવી પણ મળ્યાં છે. ડિરેક્ટરના પિતા એક અનુષ્ઠાન કરવાના હતા, જેથી બાળકનો બલિ એમાં ચઢાવવાનો હતો, પણ વિદ્યાર્થી અડધી રાતે જાગી જતાં અને રડતાં તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ સંચાલક દિનેશ બઘેલના પિતા યશોધન તંત્ર-મંત્ર અને કાળો જાદુ જાણે છે. શાળાના સંચાલક દિનેશ બઘેલ અને તેમના પિતા જશોધન માનતા હતા કે તંત્ર મંત્ર કરવાથી અને યજ્ઞ કરવાથી તેમનો વ્યવસાય સારો ચાલશે. આ મામલામાં કાર્યવાહી કરતા પોલીસે ગૌતમ નગર સાદાબાદ નિવાસી લીલા સિંહના પુત્ર રામપ્રકાશ, રસગણવા પોલીસ સ્ટેશન સહપાઉ નિવાસી યશોદાના પુત્ર દિનેશ બઘેલ, જશોધન ઉર્ફે ભગતજી પુત્ર ડોરી લાલ નિવાસી રસગાંવ સહપાઉ, લક્ષ્મણ સિંહ પુત્ર રાધેલની ધરપકડ કરી હતી. બલદેવ પોલીસ સ્ટેશન મથુરાના રહેવાસી, રઘુવીરના પુત્ર વીરપાલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :-