ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ તહેવાર નિમિત્તે હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. મહત્વના સ્થળો પર મોટા પાયે સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પર, શહેરમાં ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોક-ડ્રીલ કરવામાં આવી રહી છે અને તમામ પ્રાદેશિક અધિકારીઓને તેમના વિસ્તારોમાં વિશેષ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે.
મુંબઈમાં એકવાર ફરી આતંકવાદી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ શહેરના અનેક ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસને ગીચ સ્થળો અને ધાર્મિક સ્થળોએ ‘મોક ડ્રીલ’ કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ DCP ને પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા પણ કહેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે પોલીસે ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ કરી હતી. આ એ વિસ્તાર છે જ્યાં ભારે ભીડ હોય છે. અહીં બે મુખ્ય ધાર્મિક સ્થળો પણ છે.
સિક્યોરિટી ડ્રિલ અંગે પોલીસે સત્તાવાર રીતે કહ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક્સસાઈઝ હતી. એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ સિદ્ધિવિનાયક મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજારામ દેશમુખે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ તરફથી એલર્ટ મળ્યા બાદ પોલીસે તેમને કહ્યું કે સુરક્ષા વધારવામાં આવે. ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તકેદારી વધારવી જોઈએ. આ તમામ બાબતોને જોતા પોલીસે પોતાની સંખ્યા વધારી દીધી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. મંદિર પ્રશાસન ભક્તોને અપીલ કરી રહ્યું છે કે જો તેઓ કોઈ શંકાસ્પદ વસ્તુ જુએ તો તરત જ તેની જાણ કરે.
આ પણ વાંચો :-