Sunday, Mar 23, 2025

ટાટા ગ્રૂપના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

2 Min Read

ટાટા ગ્રુપની કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર પાસે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટમાં આજે સવારે જ આગ લાગી હતી. ટાટાના આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી કાળા ધુમાડાના ગોટા દેખાતા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાહત અને આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ હાજર છે.

BREKING: ટાટા ગ્રૂપના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા કંપનીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. આગ લાગ્યા બાદ શરૂઆતમાં કર્મચારીઓએ ફેક્ટરીમાં હાજર ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો, ત્યારે રાયકોટ્ટાઈ અને ઢેંકનીકોટ્ટાઈ વિસ્તારમાંથી ફાયર વિભાગને બોલાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ગાડીઓ હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, નાગમંગલમ નજીક ઉદનપલ્લી સ્થિત કંપનીના મોબાઈલ ફોન એસેસરીઝ પેઈન્ટીંગ યુનિટમાં સવારે લગભગ 5.30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. તમામ કર્મચારીઓને પરિસરમાંથી બહાર કાઢવા માટે સાત ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર નથી.

આગ લાગી ત્યારે પ્રથમ પાળીમાં 1500 જેટલા કર્મચારીઓ ફરજ પર હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તમિલનાડુના હોસુરમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. અમારા ઈમરજન્સી પ્રોટોકોલ્સ એ સુનિશ્ચિત કરે છે કે અમારા બધા કર્મચારીઓ સુરક્ષિત છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લઈશું.

આ પણ વાંચો :-

Share This Article