Home Blog Page 635

અભિનેતા ગોવિંદાને પગમાં વાગી ગોળી, હોસ્પિટલમાં કરાયા દાખલ

અભિનેતા ગોવિંદાને તેની જ બંદૂકથી પગમાં ગોળી વાગી છે. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી. સવારે ક્યાંક જવા નીકળ્યા હતા. તે જ ક્ષણે ભૂલથી મિસફાયર થયો હતો. હવે અભિનેતા ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ છે. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ ગઈ. હવે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Breaking: ગોવિંદાને ગોળી કોણે મારી? કેવી રીતે લાગી? સોમવારે રાત્રે 4.45 વાગ્યે... મેનેજરે કર્યો મોટ ઘટસ્ફોટ

ગોળી વાગ્યા પછી હંગામો થઈ ગયો હતો. ઘાયલ ગોવિંદાને તાત્કાલિક CRITI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર બાદ તે ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની બંદૂક પોતાના કબજામાં લઈ લીધી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અભિનેતાની રિવોલ્વર ખોટી રીતે નીકળી ગઈ અને ગોળી તેના ઘૂંટણમાં વાગી. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં ગોવિંદાના પગમાંથી ઘણું લોહી વહી ગયું છે, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે.

ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ગોવિંદા રિવોલ્વરને કેસમાં રાખતો હતો, તે સમયે રિવોલ્વર તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને પગમાં વાગી. ત્યાર બાદ અફરાતફરીની વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

આ પણ વાંચો :-

આ રાજ્યની સરકારે દેશી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો

0

મહારાષ્ટ્ર સરકારે આજે એક આદેશ જારી કરીને ગાયને રાજ્યની માતા જાહેર કરી છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે સરકારે નક્કી કર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ગાયનું મહત્ત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સજીવ ખેતી પદ્ધતિના મહત્ત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને રાજ્યની માતા તરીકે જાહેર કરવામાં આવી રહી છે.

गाय को माता ही क्‍यों कहा जाता है? कोई अन्‍य रिश्‍ता क्‍यों नहीं...? | why cow is called mother in india in hindi gay ko mata kyon kahate hain | Hindi News

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 38 નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. મહેસૂલ વિભાગ હેઠળ પોલીસકર્મીઓના પગારમાં 10 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર અનુકંપાની નીતિ પણ લાગૂ કરવામાં આવશે. તેની સાથે જ રાજ્યમાં સૈનિક સ્કૂલો માટે સંશોધિત નીતિ અમલમાં મૂકવાની પણ મંજૂરી આપવામાં આવી છે. થાણે સર્ક્યુલર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપી કરવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં 12 હજાર 200 કરોડ રૂપિયાની સંશોધિત યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તમામ રાજકીય પક્ષોની બેઠક થઈ હતી. તમામ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમે તેને ઘણી સૂચનાઓ આપી છે.

આ પણ વાંચો :-

વિદ્યાર્થીઓના ટેક ટેલેન્ટને સુવર્ણ અવસર આપતી રેડ & વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટની અનોખી પહેલ

વિદ્યાર્થીઓના પ્રગતિશીલ ભવિષ્ય માટે એક નવું માળખું આપી તેમને ટેક ક્ષેત્રમાં સફળતાનો દરવાજો ખોલવા સક્ષમ બનાવવાના ઉદેશ્યથી ગુજરાતની પ્રસિદ્ધ આઇટી ઇન્સ્ટિટ્યૂટ રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન દ્વારા ભવ્ય “TechWar 2024” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સંસ્થાની વિવિધ 22 શાખાઓમાં આયોજિત આ સ્પર્ધામાં 3000 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ મોડર્ન & એડવાન્સ ટેક્નોલોજી ક્ષેત્રની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોતાના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આકર્ષક ટ્રોફી

અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નેટફ્લિક્સ, એમેઝોન અને સોની લિવ સાથે મિર્ઝાપુર, સ્કેમ 1992, પંચાયત, ધ ફેમિલી મેન, પાતાલલોક જેવી બોલીવુડની પ્રસિદ્ધ ફિલ્મ-સિરીઝના પોસ્ટર ડિઝાઈનર શ્રી મોહિત રાજપૂત જ્યુરી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે, “સુરતના યુવાઓને ફિલ્મ મેકિંગમાં કરિયર ક્ષેત્રે રાહ ચિન્દવાનો આ શ્રેષ્ઠ દ્વાર છે. હું પોતે આ ઇન્ડસ્ટ્રીથી આવું છું ત્યારે હું જાણું છું કે આ ક્ષેત્રે કેટલા પડકારો આવતા હોય છે ત્યારે રેડ & વ્હાઇટ દ્વારા આવા ઈવેન્ટ્સ વિદ્યાર્થીઓ માટે ખુબ લાભદાયક સાબિત થશે. વધુમાં તેમને જણાવ્યું કે વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ, ક્રિએટિવિટી અને પ્રેજેન્ટેશનનો સંગમ જોઈ કોને વિજેતા ઘોષિત કરવા જે મારા માટે હાલ પડકારજનક બન્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં શોર્ટ ફિલ્મ મેકિંગ ઉપરાંત CSS માસ્ટર, ડિજિટલ ડિફેન્સ, 2D to 3D ચેલેન્જ, લોગો લીગ, બ્રાન્ડિંગ બદશાહ, C સુનામી, C++ પ્રેડેટર્સ, ઈન્ફોગ્રાફિક્સ વીડિયો મેકિંગ, સાયબર યોદ્ધા, અકાઉન્ટિંગ વોરિયર, UI યુદ્ધ – રીડિઝાઇન ચેલેન્જ, C મિની, ગેમજેમ જેવી ટેક ગેમ્સ યોજાઈ હતી.

આ પણ વાંચો :-

લેબેનોનમાં તબાહીનું તાંડવ, હુમલામાં 105 લોકોના મોત

હિઝબુલ્લાહ વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરનાર ઈઝરાયેલે સોમવારે સવારે લેબનોનની રાજધાની બેરુતમાં પહેલીવાર આતંક મચાવ્યો હતો. અહીં ઇઝરાયેલની સેના IDFએ શહેરની ઇમારતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોતના અહેવાલ છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ PFLP કહે છે કે હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા હતા. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા સંઘર્ષમાં આ પ્રથમ વખત છે જયારે ઇઝરાયલે લેબનીઝ રાજધાની બેરૂતમાં ઘૂસીને રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો છે.

ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં અત્યાર સુધી 1,700થી વધુનાં મોત, અત્યાર સુધીમાં શું થયું? - BBC News ગુજરાતી

હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહના મોત બાદ પણ લેબનોનમાં ઈઝરાયેલનો કહેર અટકી રહ્યો નથી. રવિવારે પણ ઇઝરાયેલે સમગ્ર લેબનોનમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો. જેમાં ૧૦૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં ૩૫૯ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મૃત્યુ. ૪૮, આઈન અલ-ડેલ્બ અને ટાયર વિસ્તારોમાં થયા છે.

મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં કાના હોસ્પિટલને ભારે નુકસાન થયું છે. આ સિવાય બેકા ઘાટીમાં બાલબેક-હરમેલમાં ઈઝરાયેલના હુમલામાં ૩૩ લોકો માર્યા ગયા અને ૯૭ લોકો ઘાયલ થયા. ઇઝરાયેલે લેબનોનના કોલા વિસ્તારમાં પહેલીવાર જોરદાર બોમ્બમારો કર્યો. લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ

ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલ આ હવાઈ હુમલો બેરૂતના કોલા જિલ્લામાં એક એપાર્ટમેન્ટના ઉપરના માળે કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈનએ કહ્યું કે કોલા જિલ્લામાં ઈઝરાયેલના હુમલામાં તેના ત્રાણ નેતાઓ માર્યા ગયા. અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં અન્ય આતંકવાદી સંગઠન અલ-જમા અલ-ઈસ્લામીથા (ઈસ્લામિક જૂથ)ના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે સંગઠને આ વાતને નકારી કાઢી છે. રવિવારે ઈઝરાયેલના હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા છેલ્લા ઘણા દિવસોથી લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે. મીડિયા રિપોટ્સ અનુસાર, લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલથે કહ્યું કે રવિવારે થયેલા હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૩૫૯ લોકો ઘાયલ થયા છે. રવિવારે, ઇઝરાયેલે યુદ્ધનો બીજો મોરચો ખોલ્યો અને થમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવ્યા.

આ પણ વાંચો :-

ભગવાનને રાજનીતિથી દૂર રાખો, તિરુપતિ પ્રસાદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

0

તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભગવાનને રાજકારણથી દૂર રાખો, તે ભક્તોની આસ્થાનો પ્રશ્ન છે. વાસ્તવમાં, સુબ્રમણ્યમ સ્વામીએ એક અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પ્રસાદમાં આવી ભેળસેળનો આરોપ છે તો તે આસ્થાની વાત છે. એડવોકેટ રાજશેખર રાવ તેમની અરજી અંગે કોર્ટમાં પહોંચ્યા હતા.

તિરુપતિ બાલાજી પ્રસાદ વિવાદ: તપાસ માટે 9 સભ્યોની SITની રચના, સરકારી વિભાગો  પાસેથી માહિતી મગાશે - Tirumala Tirupati Laddu Row

હવે સુનાવણી દરમિયાન વકીલે કહ્યું કે સુબ્રમણ્યમ સ્વામી ભક્ત બનીને અહીં આવ્યા છે. જે રીતે પ્રસાદમાં ભેળસેળની જાણ અખબારોમાં કરવામાં આવી છે, તેની અસર દૂર સુધી પહોંચશે અને તે સાંપ્રદાયિક સૌહાર્દને પણ બગાડી શકે છે. આ તમામ બાબતો ખૂબ જ ચિંતાનો વિષય છે. જો ભગવાનના અર્પણો પર પ્રશ્નો ઉભા થાય છે, તો તેની તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સોમવારે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે આ કેસની સુનાવણી કરતાં કહ્યું કે કોર્ટે કહ્યું, ‘જ્યારે તમે (મુખ્યમંત્રી) બંધારણીય હોદ્દો ધરાવો છો… અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે ભગવાનને રાજકારણથી દૂર રાખશો. જો તમે પહેલા જ તપાસના આદેશ આપી દીધા હોત તો પ્રેસમાં જવાની શું જરૂર હતી. લેબનો રિપોર્ટ જુલાઈમાં આવ્યો હતો. તમારું સ્ટેટમેન્ટ સપ્ટેમ્બરમાં આવ્યું અને રિપોર્ટ પણ બહુ સ્પષ્ટ નહોતો. લેબ રિપોર્ટ દર્શાવે છે કે ઘીનું પરીક્ષણ કરાયેલ ઘી નકારવામાં આવ્યું હતું. જ્યારે સરકાર દ્વારા ગઠિત SIT તપાસ કરી રહી છે તો પ્રેસમાં જવાની શું જરૂર હતી. તમારી ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. જ્યારે કોર્ટે રાજ્ય સરકાર પાસે લાડુમાં વપરાતું ઘી ખરાબ હોવાના પુરાવા માંગ્યા ત્યારે શાસક પક્ષ તરફથી વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે લોકોએ ફરિયાદ કરી હતી કે લાડુનો સ્વાદ સારો નથી. તેના પર સરકારે કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તો તરત જ પ્રેસમાં જવાની શું જરૂર હતી?

આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ થોડા સમય પહેલા મીડિયા સમક્ષ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે તિરુપતી બાલાજી મંદિરના લાડૂના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થયેલો છે. આ પછી હોબાળો મચ્યો હતો અને રાજ્ય સરકારે સીટ રચીને તપાસ શરુ કરાવી હતી. મામલો સુપ્રીમમાં પહોંચતાં આજે તેની પર સુનાવણી થઈ હતી.

આ પણ વાંચો :-

ફૂડ સેફ્ટી લાઇસન્સના બદલામાં પૈસા પડાવનારા નકલી અધિકારીઓનીં ગેંગ ઝડપાઈ

સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઇ રહ્યા છે. સરથાણા પોલીસે હવે નકલી SMC કર્મચારી ઝડપી પાડ્યો છે. પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો શખ્સ SMC કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાઇસન્સ કાઢી આપતો હતો.

આ કામ માટે તેને બે મહિલાને પણ નોકરી પાર રાખી હતી. છેલ્લાં એક વર્ષમાં 350થી વધુ FSSAIના બોગસ લાઇસન્સ કાઢી આપ્યા હતા આમ 9 લાખ 10 હાજર રૂપિયા ખિસ્સામાં ભરી લીધા હતા હાલ તો આ મામલે સરથાણા પોલીસે બે મહિલા સહીત ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

FSSAI લાયસન્સના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરતા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.. આરોપીઓના નામ રોહનગીરી ગોસ્વામી,કોમલ પરમાર અને શોભના જાલોધરા છે.. દુકાનમાં વેપારી સાથે લાયસન્સના નામે ઠગાઈ કરતાં હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. પોલીસે હાલ ત્રણેયની પૂછપરછના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરવાની કવાયત શરૂ કરી છે..

શહેરના જુદા જુદા વિસ્તારોમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકી વધુ સક્રિય હતી. સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખારીપાણીની દુકાનો ધમધમે છે. આવો દુકાનોના સંપર્ક કરી દુકાનદારો વિવિધ પ્રકે વાતોમાં ભરમાવીને FSSAIનું બોગસ લાઇસન્સ થોડીક મિનિટમાં પકડાવી દેવાય છે. આના માટે રૂ 100 ઓનલાઇન ફ્રી અને રૂ 2680 વિવિધ ચાર્જના નામે વસૂલતો હતો. એની રસીદો પણ આપતો હતો આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભૉગ બન્યા હતા. આ મામલે સરથાણા પોલીસે તાપસમાં હાથ ધટી હતી.

આ પણ વાંચો :-

‘મન કી બાત’ કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ, જાણો શું કહ્યું આજે પીએમ મોદી ?

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યાથી આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં તેમણે સૌથી પહેલા તો તેમના આ પ્રોગ્રામમાં જળ શક્તિ, જળ સંરક્ષણ, નારી શક્તિથી શરૂઆત કરી. તેમણે મધ્યપ્રદેશના છત્તીસગઢ ગામમાં મહિલાઓના જળ સંરક્ષણની વાત કરી.

Mann ki baat 'મન કી બાત'ના 10 વર્ષ પૂરા, PM મોદીએ કહ્યું કરોડો શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે.

કાર્યક્રમમાં આજે પીએમ મોદી દ્વારા પોંડિટેરીના સમુદ્ર તટ પર સફાઈ અભિયાનની ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કે મ્યુનિસિપાલિટી અને આસપાસના વિસ્તારના યુવાનો દ્વારા આ અભિયાનનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. સાથેજ કહ્યું કે આપણે આપણી આસપાસ જોઈએ તો ખબર પડે છે કે દેશના દરેક ભાગમાં કોઈને કોઈ સ્વચ્છતાને લઈને અનોખો પ્રયાસ કરી રહ્યું છે. વધુમાં એવું પણ કહ્યું કે હવે 2 ઓક્ટોમ્બરે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોને અભિનંદન પાઠવવાનો છે, જે લોકોએ ભારતના ઈતિહાસનું આ સૌથી મોટું જન આંદોલન બનાવ્યું.

આ કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2014માં થઇ હતી. આ કાર્યક્રમને 22 ભારતીય ભાષા અને 29 બોલી સિવાય 11 વિદેશી ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે જેમાં ફ્રેન્ચ, ચીની, ઇન્ડોનેશિયાઇ, તિબ્બતી, બર્મી, બલૂચી, અરબી, પશ્તૂ, ફારસી, દારી અને સ્વાહિલી સામેલ છે. ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના 500થી વધુ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે.

પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, આજે લોકો રિડ્યૂઝ અને રીયૂઝ તેમજ રીસાયક પર વાત કરી રહ્યા છે. આ ખરેખરમાં સ્વચ્છ ભારત મિશનની સફળતા છે. આજે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલી છે. પીએમ મોદીએ કહ્યું કે આના ઉદાહરણમાં મને કોઝિકોડમાં એક શાનદાર પ્રયાસની ખબર પડી છે. કેરળના 74 વર્ષના સુબ્રમણ્યમજીએ 23 હજાર કરતા વધુ ખુરશીઓની રિપેર કરીને ફરી તેને ઉપયોગી બનાવી. લોકો તેમને રિડ્યૂસલ, રિયૂઝ અને રીસાયકલના ટ્રિપલ ચેંપિયન કહે છે. તેમના આ અનોખા પ્રયાસને કોઝીકોડના સિવિલ સ્ટેશન, પીડબ્લૂડી અને એલઆઈસીમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદની જમાવટ, કયા જિલ્લામાં પડશે ધોધમાર?

0

ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદની જમાવટ થઈ રહી છે. સમગ્ર ગુજરાત પર મેઘાની મહેર જોવા મળી રહી છે. નવરાત્રી પહેલા વરસાદના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આજે વડોદરા માટે અતિ ભારે દિવસ છે કારણ કે હવામાન વિભાગે આજે વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Patan Rain News: પાટણના સિદ્ધપુરમાં 24 કલાકમાં 2.4 ઈંચ વરસાદ, જાણો સમગ્ર જિલ્લામાં થયેલા વરસાદ વિશે

બે ત્રણ દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ આજે વરસાદ ધીમો પડી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરમાં કલોલમાં એક ઈંચ જેટલો અને ગાંધીનગરમાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ, વડોદરામાં પોણા ચાર ઈંચ, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. બોટાદના ગઢડામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસ વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા,બોટાદ, કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 170ના મોત,બિહારમાં એલર્ટ જારી

0

નેપાળમાં અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 170 થયો હતો, જ્યારે 42 લોકો લાપતા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારથી ભારે વરસાદના કારણે પૂર્વ અને મધ્ય નેપાળનો મોટો હિસ્સો ડૂબી ગયો છે અને દેશના ઘણા ભાગોમાં પૂર આવી ગયું છે. નેપાળમાં પૂરના કારણે અડીને આવેલા બિહારના અનેક વિસ્તારો ફરી એકવાર પૂરનો શિકાર બનવા લાગ્યા છે. બિહારમાં ભારે વરસાદ અને નદીઓના જળસ્તર વધવાને કારણે હાહાકાર મચી ગયો છે. રસ્તાઓ તળાવ બની ગયા છે, 3-4 ફૂટ સુધી પાણી ભરાયા છે. ખાસ કરીને નેપાળને અડીને આવેલા જિલ્લાઓમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે.

ચીનમાં ભારે વરસાદ અને પૂર પછી વાવાઝોડાંનો તરખાટ | Thunderstorms erupt after heavy rains and floods in China

બિહારમાં મોતિહારીના કુંડવા ચૈનપુરમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે બાગમતી નદી અને લાલબકેયા નદીમાં પૂર છે, જેની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ચૈનપુરના અનેક ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ યાદીમાં હીરાપુર, ગુરહાનવા, વીરતા ટોલા, ભવાનીપુર, બલુઆ અને મહગુઆ સહિત ઘણા ગામોના નામ સામેલ છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે બાગમતી નદી અને લાલબકૈયા નદી પર બનેલો બંધ ગઈકાલે રાત્રે અચાનક તૂટી ગયો હતો, જેના કારણે નદીઓમાં ગાબડું પડ્યું હતું. જેના કારણે ચૈનપુર સહિત અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા.

નેપાળની બાગમતી નદીમાં ભારે પૂર આવ્યું છે અને હવામાન વિભાગ મુજબ હજુ મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. કાઠમંડૂની મુખ્ય નદી બાગમતી પૂર્વી અને મધ્ય નેપાળમાં મૂશળધાર વરસાદ પછી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. કાઠમંડુમાં પહેલાં ક્યારેય આવું પૂર જોવા મળ્યું નથી. આઈસીએમઓડીના રિપોર્ટમાં કહેવાયું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ચોમાસાના કારણે શનિવારે અનરાધાર વરસાદ વરસ્યો છે.

દરમિયાન ઉત્તર ભારતમાં મૂશળધાર વરસાદથી અનેક રાજ્યોની હાલત ખરાબ થઈ છે. નેપાળમાં આવેલા પૂરથી બિહારમાં નદીઓનું જળસ્તર વધતાં વીરપુર અને વાલ્મિકિનગર બેરેજના દરવાજા ખોલી દેવાયા છે. જેથી ૨૦ જિલ્લાઓમાં પૂરનું જોખમ સર્જાયું છે. બિહારની કોસી નદીમાં જળસ્તર વધતા ૫૬ વર્ષમાં સૌથી વધુ ૬.૬૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે ૧૩ જિલ્લામાં ૧૬.૨૮ લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એ જ રીતે ગંડક નદીમાં પૂરના પાણી આવતા વાલ્મિકિનગર બેરેજમાંથી ૫.૬૨ લાખ ક્યુસેક પાણી છોડાયું છે.

આ પણ વાંચો :-

મંદિર પાસેથી મટન માર્કેટ હટાવવા બજરંગ સેનાનું આવેદન

બજરંગ સેના દ્વારા સુરતમાં મહર્ષિ આસ્તિક ઋષિ મંદિર પરિસરના આસપાસ માંસની દુકાન મોટા પાયે ચલાવવામાં આવી રહી છે. માંસની દુકાનો બંધ કરાવવાના મુદ્દે ગોડાદરા પોલીસ મથકમાં અરજીપત્ર આપવામાં આવ્યું. બજરંગ સેનાના તમામ કાર્યકરો હાથમાં ધ્વજ લઈને અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવતાં સુરત શહેરના ગોડાદરા પોલીસ મથકમાં 500 થી વધુ કાર્યકરો અને અધિકારીઓ મળી અરજીપત્ર આપ્યું હતું.

બજરંગ સેનાના પ્રમુખ પંચદેવ સિંહે જણાવ્યું કે મહર્ષિ આસ્તિક ઋષિ મંદિર પરિસર પાસે મોટા પાયે બિનકાયદેસર માંસ બજાર ચલાવવામાં આવી રહ્યું છે અને તેને ધીમે ધીમે મોટી મટન મંડી તરીકે વિકસાવવાની સડયંત્ર કરવામાં આવી રહી છે. ગોડાદરા પોલીસને પોલીસ ઈન્સ્પેક્ટર એચ. એસ. આચાર્યને અરજી આપી, મહર્ષિ આસ્તિક ઋષિ મંદિરની બાજુમાં બિનકાયદેસર ચાલતા માંસ બજારને સંપૂર્ણ બંધ કરવા માટે અરજી આપવામાં આવશે. મહર્ષિ આસ્તિક ઋષિ મંદિરે જનાર ભક્તોની લાગણીઓ દુભાઈ રહી છે. દર વર્ષે મહર્ષિ આસ્તિક ઋષિ મંદિરની વર્ષગાંઠ પર ભવ્ય રીતે પૂજા-પાઠ અને મેળાનું આયોજન થાય છે, જેમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ મહર્ષિ આસ્તિક ઋષિની પૂજા અર્ચના અને દર્શન કરવા પહોંચે છે અને મેળાનો આનંદ લે છે.

મહર્ષિ આસ્તિક ધામના આસપાસ લગભગ 4 થી 5 કિલોમીટર સુધી સંપૂર્ણ હિંદુ સમાજ વસવાટ કરે છે અને મંદિરમાં દર વર્ષે આશરે 25 થી 30 લાખ ભક્ત દર્શન કરવા આવે છે. મંદિરની પાવન વર્ષગાંઠ પર દર વર્ષે મહાપૂજન અને સાપ્તાહિક મેળાનું આયોજન થાય છે, જેમાં દરરોજ 1 થી 2 લાખ ભક્ત આવે છે અને મહર્ષિ આસ્તિક ઋષિની પૂજા અર્ચના કરે છે અને મેળાનો આનંદ માણે છે. વર્ષગાંઠના અવસરે સમગ્ર ક્ષેત્ર લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી ભક્તિભાવથી ભરેલું રહે છે. આ વિસ્તારમાં આવેલા તમામ મંદિરોના કેન્દ્ર હોવાથી વર્ષગાંઠના મહિનાથી જ અહીં ઘણા વિશાળ કળશયાત્રા કાઢવામાં આવે છે અને તમામ કળશયાત્રાઓ આ પવિત્ર આસ્તિક ઋષિધામથી જ શરૂ થાય છે. પરંતુ દુખદ વાત એ છે કે આટલા મોટા પવિત્ર ધામ હોવા છતાં મંદિરની પરિસરના એકદમ બાજુમાં બહુ મોટા પાયે વિધર્મીઓ દ્વારા બિનકાયદેસર કતલખાનાં ચલાવવામાં આવી રહ્યું છે. તેથી ભક્તોને આવાગમન દરમ્યાન ખૂબ ભયાનક દૃશ્યો જોવા મળે છે અને આવાગમન માર્ગમાં બિનકાયદેસર કતલખાનાં હોવાને કારણે અનેક ઋષિ-મુનિઓ અને ભક્તોની લાગણીઓ આહત થાય છે. વર્ષગાંઠના સમયગાળા, કળશયાત્રા કે અન્ય કોઈ ધાર્મિક આયોજનમાં ભક્તોની ભીડ વધી જાય છે ત્યારે બિનકાયદેસર કસાઇઓ વિધર્મીઓ દ્વારા જાણબૂઝીને ટકરાવ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

તમને યાદ કરાવી દઉં કે વર્તમાનમાં જ્યાં બિનકાયદેસર કતલખાનાં ચલાવવામાં આવી રહ્યું છે, તેના મધ્યમાં નગર પ્રાથમિક આંગણવાડી ક્રમાંક 77 છે, જેમાં આ વિસ્તારના નાના બાળકો શિક્ષણ માટે જાય છે. આ આંગણવાડી કતલખાનાથી કાયમ જતી રહી છે. આ વિસ્તારની નગર પ્રાથમિક શાળાનો આવાગમન માર્ગ પણ આ જ કતલખાનાથી પસાર થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકો પર આ ભયાનક દૃશ્યોનો ખરાબ પ્રભાવ પડે છે.

આ પણ વાંચો :-