Sunday, Mar 23, 2025

અભિનેતા ગોવિંદાને પગમાં વાગી ગોળી, હોસ્પિટલમાં કરાયા દાખલ

2 Min Read

અભિનેતા ગોવિંદાને તેની જ બંદૂકથી પગમાં ગોળી વાગી છે. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી. સવારે ક્યાંક જવા નીકળ્યા હતા. તે જ ક્ષણે ભૂલથી મિસફાયર થયો હતો. હવે અભિનેતા ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ છે. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ ગઈ. હવે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Breaking: ગોવિંદાને ગોળી કોણે મારી? કેવી રીતે લાગી? સોમવારે રાત્રે 4.45 વાગ્યે... મેનેજરે કર્યો મોટ ઘટસ્ફોટ

ગોળી વાગ્યા પછી હંગામો થઈ ગયો હતો. ઘાયલ ગોવિંદાને તાત્કાલિક CRITI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર બાદ તે ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની બંદૂક પોતાના કબજામાં લઈ લીધી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અભિનેતાની રિવોલ્વર ખોટી રીતે નીકળી ગઈ અને ગોળી તેના ઘૂંટણમાં વાગી. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં ગોવિંદાના પગમાંથી ઘણું લોહી વહી ગયું છે, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે.

ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ગોવિંદા રિવોલ્વરને કેસમાં રાખતો હતો, તે સમયે રિવોલ્વર તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને પગમાં વાગી. ત્યાર બાદ અફરાતફરીની વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

આ પણ વાંચો :-

Share This Article