Sunday, Mar 23, 2025

ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદની જમાવટ, કયા જિલ્લામાં પડશે ધોધમાર?

2 Min Read

ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદની જમાવટ થઈ રહી છે. સમગ્ર ગુજરાત પર મેઘાની મહેર જોવા મળી રહી છે. નવરાત્રી પહેલા વરસાદના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આજે વડોદરા માટે અતિ ભારે દિવસ છે કારણ કે હવામાન વિભાગે આજે વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Patan Rain News: પાટણના સિદ્ધપુરમાં 24 કલાકમાં 2.4 ઈંચ વરસાદ, જાણો સમગ્ર જિલ્લામાં થયેલા વરસાદ વિશે

બે ત્રણ દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ આજે વરસાદ ધીમો પડી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરમાં કલોલમાં એક ઈંચ જેટલો અને ગાંધીનગરમાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ, વડોદરામાં પોણા ચાર ઈંચ, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. બોટાદના ગઢડામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસ વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા,બોટાદ, કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article