મહારાષ્ટ્ર સરકારે આજે એક આદેશ જારી કરીને ગાયને રાજ્યની માતા જાહેર કરી છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે સરકારે નક્કી કર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ગાયનું મહત્ત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સજીવ ખેતી પદ્ધતિના મહત્ત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને રાજ્યની માતા તરીકે જાહેર કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 38 નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. મહેસૂલ વિભાગ હેઠળ પોલીસકર્મીઓના પગારમાં 10 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર અનુકંપાની નીતિ પણ લાગૂ કરવામાં આવશે. તેની સાથે જ રાજ્યમાં સૈનિક સ્કૂલો માટે સંશોધિત નીતિ અમલમાં મૂકવાની પણ મંજૂરી આપવામાં આવી છે. થાણે સર્ક્યુલર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપી કરવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં 12 હજાર 200 કરોડ રૂપિયાની સંશોધિત યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તમામ રાજકીય પક્ષોની બેઠક થઈ હતી. તમામ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમે તેને ઘણી સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો :-